Home /News /dharm-bhakti /

Raksha Bandhan 2022: તમારી બહેનોને ભૂલથી પણ ન આપશો આ ગિફ્ટ, જીવનમાં આવી પડશે આફત!

Raksha Bandhan 2022: તમારી બહેનોને ભૂલથી પણ ન આપશો આ ગિફ્ટ, જીવનમાં આવી પડશે આફત!

Raksha Bandhan 2022 : રક્ષાબંધનના તહેવારમાં બહેન તેના ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ બહેનને ભેટ સાથે રક્ષણનું વચન આપે છે

Raksha Bandhan Muhurat 2022 : જો તમે તમારી બહેનને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. દરેક ભાઈ માટે તેની બહેન બુધ ગ્રહની ઊર્જાનું વહન કરે છે

Raksha Bandhan 2022 : રક્ષાબંધનના તહેવારમાં બહેન તેના ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ બહેનને ભેટ સાથે રક્ષણનું વચન આપે છે. રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમ (brother-sister bond)નો તહેવાર છે, જેની આખું વર્ષ રાહ જોવામાં આવે છે. ત્યારે આ વર્ષે રક્ષાબંધન 11મી ઓગસ્ટના રોજ ઉજવવા (Raksha Bandhan 2022) માં આવશે. રક્ષાબંધન પર ભાઈ બહેનને ભેટ (Raksha Bandhan gifts) આપે છે. જો તમે તમારી બહેનને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. દરેક ભાઈ માટે તેની બહેન બુધ ગ્રહની ઊર્જાનું વહન કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં બુધ ગ્રહની સ્થિતિ સારી અને તે બળવાન હોવો ખૂબ જ જરૂરી છે. તેથી રક્ષાબંધનની ભેટ બહેન માટે ગ્રહોને શુભ બનાવવામાં મદદરૂપ થાય તે ધ્યાનમાં રાખો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બહેનોનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. તેથી તેમને કપડાં, ઘરેણાં, મીઠાઈઓ, રોકડ, ચેક, બોન્ડ વગેરે આપવા જોઈએ. જો બહેન પરિણીત હોય તો તેનો ખાસ આદર સત્કાર કરો.

બહેનને ભૂલથી પણ ન આપો આ ગિફ્ટ્સ!


હિંદુ શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર બહેનોને છરી, મિક્સર, નાઈફ સેટ, મિરર, ફોટો ફ્રેમ સહિતની ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ગિફ્ટ ન કરવી. આ સાથે રૂમાલ અને ટુવાલ પણ બહેનને ભેટમાં ન આપવો જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર બહેનોને શૂઝ અને સેન્ડલ ગિફ્ટ ન કરવા જોઈએ.

આ પણ વાંચો - રાશિ અનુસાર તમારા ભાઈને બાંધો રાખડી, જાણો કેવી રાખડી રહેશે શ્રેષ્ઠ

ઘડિયાળ ગિફ્ટમાં ના આપશો


રક્ષાબંધન પર ઘણા લોકો તેમની બહેનોને ઘડિયાળ ભેટમાં આપે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ જીવનમાં પ્રગતિને રોકે છે. ઘડિયાળ ક્યારેક બંધ થઈ જાય છે અથવા બગડી જાય છે. જે અનિષ્ટની નિશાની માનવામાં આવે છે. તેથી રક્ષાબંધન પર ઘડિયાળ ન આપો.

ભેટ તરીકે રૂમાલ ન આપો


રૂમાલ આપવો એ એક રીતે વિદાયનું પ્રતીક માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે કોઈને રૂમાલ ન આપવો જોઈએ, તે પરસ્પર વિખવાદ તરફ દોરી જાય છે. તેથી રૂમાલ આપવો કે લેવાનું હંમેશા ટાળવું જોઈએ. આવી વસ્તુઓ વ્યક્તિના જીવનમાં મુશ્કેલી લાવે છે.

આ રંગના કપડાં આપવાનું ટાળો


રક્ષાબંધન પર બહેનોને કપડા ગિફ્ટ કરવા સામાન્ય પરંપરા છે. આવું કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ તમારી બહેનોને કાળા રંગના કપડા ગિફ્ટ કરશો નહીં. કાળો રંગ દુ:ખ, પીડા અને પરેશાનીઓનું પ્રતીક માનવામાં આવે છે. તેને મૃત્યુકારક પણ કહેવામાં આવે છે. તેથી તહેવારે અને અન્ય શુભ પ્રસંગો પર કાળા રંગના કપડા ભેટ આપવાનું ટાળો.

કાચની બનેલી વસ્તુઓ ગિફ્ટમાં ન આપો


રક્ષાબંધન પર ઘણા લોકો તેમની બહેનોને ફોટો ફ્રેમ અથવા કાચની બનેલી વસ્તુ ભેટમાં આપે છે. રક્ષાબંધન પર બહેનોને અરીસો અથવા કાચ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ભૂલથી પણ ભેટ ન આપો. સનાતન ધર્મ પ્રમાણે આવું કરવું ખૂબ જ અશુભ છે અને આમ કરવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા આવે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Happy raksha bandhan, Raksha bandhan, Raksha Bandhan 2022, Raksha Bandhan Gifts, Raksha bandhan muhurat

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन