રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર જશે, જાણો યાત્રાની પ્રક્રિયા

News18 Gujarati
Updated: April 29, 2018, 7:45 PM IST
રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર જશે, જાણો યાત્રાની પ્રક્રિયા

  • Share this:
સમગ્ર દેશમાંથી પાર્ટીના કાર્યકરો દિલ્હીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં આવ્યા હતા, જ્યારે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ કૈલાસ માનસરોવર યાત્રા માટે 15 દિવસની રજા માગી હતી. પક્ષ-અધ્યક્ષ હાલમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે અને ચૂંટણી બાદ તેઓ ધાર્મિક સ્થળ કૈલાસ માનસરોવર જવા માગે છે.

કૈલાસ માનસરોવરને વિશ્વના સૌથી મુશ્કેલ ધાર્મિક પ્રવાસો પૈકી એક ગણવામાં આવે છે. આમાં એવું નથી કે જ્યારે મન થઈ ગયું અને પ્રવાસ માટે તૈયાર થઈ ગયા. પ્રવાસીઓએ મુસાફરી કરતાં પહેલાં જ તૈયારીઓ કરવાની રહે છે, એટલે મુસાફરીના લગભગ 3-4 મહિના પહેલાં તેમણે ભારતીય વિદેશ મંત્રાલયમાં ઓનલાઇન અરજી કરવી પડે છે.

22,000 ફૂટ ઊંચા કૈલાસ માનસરોવર માટે કેટલો ખર્ચ આવે છે, કયા રસ્તાથી જઈ શકો છો, કેટલા દિવસનો આ પ્રવાસ છે, પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં ભારત સરકાર તમારી માટે શું કરશે? વગેરે બાબતની અહીં માહિતી આપવામાં આવી છે.કૈલાસ માનસરોવર 8 જૂનથી શરૂ થશે

કૈલાસ માનસરોવર યાત્રા 8 જૂનથી 8 સપ્ટેમ્બર સુધીમાં બે તબક્કામાં ચાલુ રહેશે અને આ માટે 20 ફેબ્રુઆરીએ આવેદન માગવવામાં આવ્યા હતા. અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 23 હતી. આ યાત્રા પર એ જ જઈ શકે છે જે એક ભારતીય નાગરિક છે અને તેની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ.ઉત્તરાખંડની યાત્રા માટે વ્યક્તિદીઠ રૂ. 2 લાખ

પ્રવાસ માટે નિયત 2 માર્ગો છે. પ્રથમ ઉત્તરાખંડ બાજુથી અને બીજો સિક્કીમ નાથુ લા પાસ તરફના લીપુલેખ પાસેથી. મુસાફરોને આ યાત્રા માટેનો ખર્ચ વ્યક્તિદીઠ લગભગ રૂ.1.6 લાખ આવે છે.

આ માર્ગ પર ભક્તો 18 જૂથમાં જશે, દરેક જૂથમાં 60થી 60 ભક્તો-યાત્રાળુઓ જૂથમાં સામેલ થશે. દરેક જૂથની યાત્રાને 24 દિવસ લાગશે, જેમાં 3 દિવસ દિલ્હીમાં પૂર્વ તૈયારી અને તબીબી તપાસમાં થાય છે. પ્રવાસ દરમિયાન નારાયણ આશ્રમ, પાટલ ભુવનેશ્વર જેવાં સુંદર સ્થળો સાથે સાથે ઓમ પર્વત પણ જોવા મળશે, જ્યાં પર્વત પર ઓમ શબ્દ બરફ દ્વારા કુદરતી રીતે લખાય છે.અંતિમ સંસ્કાર માટે કરાર પણ કરવા પડે છે

કોઈ પણ કુદરતી આપત્તિ અથવા અન્ય કોઇ કારણસર પ્રવાસીના મૃત્યુ થવા પર અથવા ઇજા થવા માટે અથવા એની મિલકત ખોવાઈ જવા પર ભારત સરકારની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. યાત્રા સંપૂર્ણ રીતે તેની ઇચ્છાશક્તિના બળ કરવાની રહેશે અને પોતાના ખર્ચ તેમ જ જોખમી પરિણામો માટે પોતે જવાબદાર રહેશે.

સરહદની બાજુમાં યાત્રાળુના મૃત્યુના કિસ્સામાં તેના મૃતદેહને ભારતમાં લાવવામાં ભારત સરકાર બંધાયેલી નથી. મૃત્યુની ઘટનામાં ચીનમાં એના શરીરના અંતિમસંસ્કાર કરવા માટે બધા યાત્રાળુઓએ કરાર ફોર્મ પર હસ્તાક્ષર કરવાના રહેશે.

આ વખતે કૈલાસ માનસરોવરની યાત્રા માટે 4 હજાર કરતાં વધુ અરજીઓ આવી હતી, જેમાં ડ્રો પછી 1,454 મુસાફરોની પસંદગી કરવામાં આવી હતી.

First published: April 29, 2018, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading