Rahu Transit 2023 : રાહુ વર્ષ 2023માં 4 રાશિઓ પર અશુભ પ્રભાવ પાડશે. રાહુની વક્રી ચાલથી મેષ સહિત આશરે 4 રાશિઓની આર્થિક સ્થિતિ પ્રભાવિત થશે. જણાવી દઇએ કે રાહુ વર્ષ 2023 ઓક્ટોબરમાં રાશિ પરિવર્તન કરતાં મેષથી મીનમાં પ્રવેશ કરશે. તેથી વર્ષ 2023માં જાન્યુઆરીથી લઇને ઓક્ટોબર સુધી 4 રાશિઓને રાહુના અશુભ પરિણામોનો સામનો કરવો પડશે.
રાહુ અને કેતુ બંને જ પાપ ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહ ઉંધી ચાલ ચાલે છે. વર્ષ 2023માં ઓક્ટોબર સુધી રાહુ મેષ રાશિમાં જ ગોચર કરશે. રાહુ વર્ષ 2022માં 12 એપ્રિલે રાહુ વૃષભ રાશિથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2023માં રાહુના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર થશે. કેટલીક રાશિઓ માટે રાહુ લાભ અપાવશે તો કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધશે. તો ચાલો જાણીએ વર્ષ 2023માં કઇ રાશિઓ માટે રાહુ મુશ્કેલીઓ ઉભી કરશે.
રાહુ તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં રાહુ તમારા પર નકારાત્મક અસર કરશે. રાહુનું ગોચર તમારી આર્થિક સ્થિતિને અસર કરશે. આ દરમિયાન તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખીને ખર્ચ કરવો પડશે. આ સમય દરમિયાન, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો થોડીક સાવધાની રાખો. રાહુ ગોચરના કારણે તમારા નજીકના વ્યક્તિ સાથે તમારા સંબંધો બગડી શકે છે. આ સાથે, તમારે વ્યર્થ દોડધામ થશે. આ સમયે તમને ધન પ્રાપ્તિ થશે, પરંતુ તમારા ખર્ચાઓ પણ વધુ થવાના છે. જો કે ઓક્ટોબરમાં રાહુની રાશિ પરિવર્તન થશે ત્યારે તમારા સંજોગોમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે.
વૃષભ રાશિ પર રાહુ ગોચરની અસર
રાહુનું ગોચર તમારી રાશિના 12મા ભાવમાં થશે. રાહુની વક્રી ચાલ વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિને ઘણી અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારા નકામા ખર્ચાઓ વધુ રહેશે. તેથી, તમારા બજેટનું ધ્યાન રાખો, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. રાહુના કારણે તમારા કામમાં વિલંબ થશે. તમારા કામને ઠીક કરવા માટે તમારે ઘણી દોડધામ પણ કરવી પડશે. આ બધા સંજોગોમાં તમારું મન પણ થોડું અશાંત અને ઉદાસ રહેશે. જો કે, ઓક્ટોબરમાં રાહુ ફરી એકવાર રાશિ પરિવર્તન કરશે. આવી સ્થિતિમાં તમારા માટે સંજોગો ફરી બદલાતા જોવા મળશે.
કન્યા રાશિ પર રાહુ ગોચરનો પ્રભાવ
રાહુનું ગોચર તમારી રાશિના 8મા ભાવમાં છે. રાહુની વક્રી ચાલ તમારા પ્રયત્નોને નકારાત્મક અસર કરશે. જેના કારણે તમને લાભ ઓછો થવાની શક્યતા છે. આ દરમિયાન તમારે વધુ સંઘર્ષ કરવો પડી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ રીતે બેદરકારી ન રાખો. રાહુ તમારા મિત્રો સાથેના તમારા સંબંધોને પણ અસર કરશે. આ દરમિયાન, તમારા મિત્રો સાથે તમારી દલીલ થઈ શકે છે અને તેઓ તમારો વિરોધ કરતા જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારા પોતાના લોકો પણ તમારી સાથે પારકા જેવું વર્તન કરી શકે છે. જો કે ઓક્ટોબરમાં ફરી એકવાર રાહુના રાશિ પરિવર્તનને કારણે પરિસ્થિતિઓમાં થોડો હકારાત્મક ફેરફાર જોવા મળશે.
રાહુ તમારી રાશિના ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. રાહુ તમારી આર્થિક સ્થિતિને ખરાબ અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થશે સાથે જ લાભ પણ ઓછો થશે. આ સમય દરમિયાન તમારે વધુ ભાગદોડ કરવી પડી શકે છે. વેપારી વર્ગના લોકો માટે પણ આ સમયગાળો સાનુકૂળ રહેશે નહીં. આ દરમિયાન તેમને ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે.
રાહુ તમારા સંબંધોને પણ અસર કરશે. આ દરમિયાન તમારો કોઈ સંબંધી સાથે ઝઘડો પણ થઈ શકે છે, તેથી સાવચેત રહો. જો કે વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબરમાં ફરી એકવાર રાહુની રાશિ પરિવર્તન થશે, જે તમારા માટે સ્થિતિ થોડી સામાન્ય બનાવશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર