Home /News /dharm-bhakti /આ લોભીયો ગ્રહ પોતે જ કરાવે છે ખોટું કામ અને પછી આપે છે સજા, સમય રહેતા કરી લો ઉપાય

આ લોભીયો ગ્રહ પોતે જ કરાવે છે ખોટું કામ અને પછી આપે છે સજા, સમય રહેતા કરી લો ઉપાય

લાલચી ગ્રહ

ગ્રહોની ચાલ વ્યક્તિના જીવનને એવી રીતે પ્રભાવિત કરે છે કે તે તેને રંકને રાજા અને રાજાને રંક બનાવી દે છે, પરંતુ આ ગ્રહોને નિયંત્રિત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી મનુષ્યને તેના રોગોથી મુક્તિ મળે છે. ઘણી હદ સુધી નકારાત્મક અસરોથી છુટકારો મેળવી શકાય છે.

વધુ જુઓ ...
    ગ્રહોની ચાલ વ્યક્તિના જીવનને એવી રીતે પ્રભાવિત કરે છે કે તે તેને રંકને રાજા અને રાજાને રંક બનાવી દે છે, પરંતુ આ ગ્રહોને નિયંત્રિત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી મનુષ્યને તેના રોગોથી મુક્તિ મળે છે. ઘણી હદ સુધી નકારાત્મક અસરોથી છુટકારો મેળવી શકાય છે.

    મનુષ્યના જીવનમાં આવનારા ઉતાર ચઢાવ વચ્ચે કુંડળીમાં હાજર નવ ગ્રહ ખુબ હદ સુધી જવાબદાર હોય છે. જો કોઈ વ્યક્તિ સતત મુશ્કેલીમાં ઘેરાયેલો છે અને એની મુશ્કેલી ખતમ જ નથી થઇ રહી તો એની કુંડળીમાં હાજર ગ્રહ કોઈ ઘેરામાં હશે જેથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલી આવવી સંભવ છે.

    આ ગ્રહ પહેલા મનુષ્ય પાસે પોતે જ ખોટું કામ કરાવે છે અને પછી એમને સજા આપે છે. આઓ જાણીએ એ ગ્રહ અંગે જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે.

    આ પણ વાંચો: શનિની મહાદશા: થોડા દિવસમાં આ રાશિઓ પર શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા

    કોણ છે આ લાલચી ગ્રહ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને એક લોભીયો ગ્રહના રૂપમાં જોવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ ખરાબ સ્થિતિમાં હોય તો એ વ્યક્તિને પોતાનું સારું ખરાબ કઈ સમજતા નથી આવડતું. એ પોતાના સ્વાર્થ અને લાલચનો શિકાર થઇ એવા કામ કરી બેઠે છે જેના કારણે એ વ્યક્તિએ જીવનભર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    ભ્રમ ફેલાવે છે રાહુ ગ્રહ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ એક એવો ગ્રહ છે જે વ્યક્તિની સમજવાની શક્તિને નષ્ટ કરે છે અને તેના મનમાં મૂંઝવણ પેદા કરે છે. જ્યારે રાહુ વ્યક્તિની કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય છે, ત્યારે તે નકારાત્મક અસરો આપવાનું શરૂ કરે છે. જેના કારણે વ્યક્તિ ખરાબ આદતોનો શિકાર બની જાય છે. ખરાબ સંગ કરે છે, જો કે તેને જ્ઞાન છે કે તે ખોટું કરી રહ્યો છે પરંતુ આ જાણીને તે મૂંઝવણને કારણે આ ખરાબ કાર્યો કરે છે.

    આ પણ વાંચો: Gajkesari Yog: 24 નવેમ્બરથી આ રાશિઓનો બદલાઈ જશે સમય, ગૃહસ્પતિ બનાવશે ગજકેસરી

    પડછાયો ગ્રહ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને પડછાયો ગ્રહ કહેવામાં આવે છે. રાહુ અને કેતુને એક રીતે સમાન ગ્રહો કહી શકાય, પરંતુ જ્યાં કેતુનું પરિણામ નિશ્ચિત હોય ત્યાં રાહુ ગ્રહ દુવિધા, મૂંઝવણ અને ભ્રમ ફેલાવવા વાળો ગ્રહ માનવામાં આવે છે.



    સમય પર કરો રાહુના ઉપાય

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને છોડી અન્ય તમામ ગ્રહની દશા, મહાદશા અને અંતર્દશાના પ્રભાવથી બચવા માટે જે ઉપાય કરવામાં આવે છે તે એક નિશ્ચિત સમયથી શરુ કરવામાં આવે છે, પરંતુ રાહુના કુપ્રભાવથી બચવા માટે સમય પર જ એના ઉપાય કરી લેવા જોઈએ.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharam bhakti, Rahu, Rahu-Ketu

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन