Home /News /dharm-bhakti /

Rahu Gochar 2022: 18 માસ બાદ રાશિ પરિવર્તન કરશે રાહુ, આ 4 રાશિઓનું બદલાઈ જશે નસીબ

Rahu Gochar 2022: 18 માસ બાદ રાશિ પરિવર્તન કરશે રાહુ, આ 4 રાશિઓનું બદલાઈ જશે નસીબ

રાહુનું 18 મહિના પછી કોઈ રાશિમાં પરિવર્તન થવાનું છે.

Rahu Gochar 2022: રાહુ જ્યારે પણ પોતાની દિશા બદલે છે ત્યારે કેટલીક રાશિઓને લાભ થાય છે, તો કેટલીક રાશિઓ (Zodiac signs) માટે તે અશુભ હોય છે. હવે લાંબા સમય બાદ રાહુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે.

    Rahu Gochar 2022: જ્યારે પણ કોઈ પણ રાશિ (Zodiac)માં કંઈ ફેરફાર થાય છે તો તેની અસર વ્યક્તિના જીવન પર પણ થાય છે. ગ્રહોમાં પરિવર્તન થવાથી ક્યારેક જીવનમાં સારી તો ક્યારેક ખરાબ અસર પડે છે. એ જ કારણ છે કે રાહુને માયાવી ગ્રહ પણ માનવામાં આવે છે. ક્યારેક તેને છાયા ગ્રહ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હવે રાહુ લગભગ 18 મહિના પછી કોઈ રાશિમાં પરિવર્તન (Rahu Gochar) કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર (Astro Tips) અનુસાર 27 માર્ચે રાહુ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. રાહુને રોગચાળા, ચામડીના રોગ, વાણી, રાજનીતિ અને ધાર્મિક યાત્રાનો કારક માનવામાં આવે છે. રાહુના રાશિ પરિવર્તનનો પ્રભાવ તમામ રાશિઓ પર પડવાનો છે, પરંતુ 4 રાશિના જાતકોને બિઝનેસ અને શેર સંબંધિત કામમાં વધુ ફાયદો થશે. જાણો તે 4 રાશિઓ કઈ છે.

    મિથુન (Gemini)

    મિથુન રાશિના જાતકો માટે રાહુ ભેટ લઈને આવી રહ્યો છે. તેમને ગોચરનો જબરદસ્ત લાભ મળશે. આ રાશિના જે લોકો વહીવટી સેવામાં છે, તેઓને આ પરિવર્તનથી માન-સન્માનમાં વૃદ્ધિ મળશે. આ સાથે જ બિઝનેસમેન માટે પણ આ સારો સમય હોવો જોઈએ. આ લોકોને બિઝનેસમાં નાણાકીય રોકાણનો લાભ પણ મળશે. બજાર મામલે પણ તેમને લાભ મળશે.

    આ પણ વાંચો: આ 4 રાશિના લોકોને આવે છે જબરદસ્ત ગુસ્સો, ક્યાંક તમે આમાં સામેલ નથી ને?

    કર્ક (Cancer)

    કર્ક રાશિના લોકો માટે રાહુનું ગોચર શુભ સાબિત થવાનું છે. આ લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે. આ લોકો માટે દરેક કામમાં પ્રદર્શન સારું રહેશે. રાહુ ગોચરની અવધિમાં સારી કમાણી થઈ શકશે. બિઝનેસમાં પણ ફાયદો થશે.

    વૃશ્ચિક (Scorpio)

    વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેશે. રાહુના ગોચરને કારણે તેમને ધન કમાવવા અને જમા કરવામાં પણ સફળતા મળવાની છે. આ રાશિના લોકો માટે નવો ધંધો શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે, જે લાભદાયી સાબિત થશે. જે લોકો નોકરી કરે છે, તેમની નોકરીમાં ઘણી પ્રગતિ થશે.

    આ પણ વાંચો: Surya Grahan 2022: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ક્યારે અને ક્યાં દેખાશે? જાણો સૂતક કાળ

    કુંભ (Aquarius)

    કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે રાહુનું ગોચર લાભ લઈને આવી રહ્યું છે. રાહુના ગોચર દરમિયાન આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. આ સાથે જ બિઝનેસમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. પૈસાની બચત પણ ઘણી થઈ શકશે. આ સિવાય તમને નોકરીમાં અચાનક પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Rahu kaal, ધર્મભક્તિ

    આગામી સમાચાર