Home /News /dharm-bhakti /રાહુ-કેતુ બંને એકસાથે ચાલશે ઉલટી ચાલ, આ 5 રાશિઓની જિંદગી થશે બેહાલ, પહેલાંથી જ થઈ જાઓ સાવધ
રાહુ-કેતુ બંને એકસાથે ચાલશે ઉલટી ચાલ, આ 5 રાશિઓની જિંદગી થશે બેહાલ, પહેલાંથી જ થઈ જાઓ સાવધ
છાયા ગ્રહના રૂપમાં રાહુ-કેતુ બંને એકસાથે રાશિ પરિવર્તન કરવાના છે.
Rahu Ketu Rashi Parivartan: જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. છાયા ગ્રહના રૂપમાં રાહુ-કેતુ બંને એકસાથે રાશિ પરિવર્તન કરવાના છે. જેના પરિણામે અમુક રાશિઓને ભારે નુકસાન થવાનું છે.
Rahu Ketu Rashi Parivartan: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર છાયા ગ્રહ રાહુ-કેતુ બંને એક સાથ રાશિ પરિવર્તન કરે છે. રાહુ-કેતુ 12 એપ્રિલ 2022ના રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરમિયાન રાહુ-કેતુ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ દેવ છે. કેતુ પણ આ જ દિવસે તુલા રાશિમાં ગોચર કરશે. તુલા રાશિ પર શુક્ર દેવનું આધિપત્ય હોય છે. મેષ રાશિમાં રાહુ અને કેતુ 18 મહિના સુધી રહેશે. રાહુ-કેતુના આ રાશિ પરિવર્તનને કારણે 5 રાશિના લોકોએ ખૂબ જ સાવધ રહેવું પડશે.
મેષ (Aries)
મેષ રાશિના જાતકોએ સંબંધોમાં ખૂબ કાળજી રાખવી પડશે. વાસ્તવમાં રાહુ-કેતુના ગોચરથી પ્રેમ કે વૈવાહિક સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ સિવાય જીવનમાં આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે.
તુલા (Libra)
તુલા રાશિ માટે રાહુ મુશ્કેલી ઉભી કરશે. આ રાશિમાં રાહુ સાતમા ભાવ અને કેતુ પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. એવામાં આ રાશિના જાતકોએ પૈસાની લેવડ-દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. જો કે રાહુ-કેતુ કુંડળીમાં શુભ સ્થાનમાં રહે તો શુભ પરિણામ મળી શકે છે.
રાહુ-કેતુનું આ ગોચર ધન રાશિવાળા લોકો માટે ખૂબ જ અશુભ સાબિત થઈ શકે છે. ગોચરના સમયગાળા દરમિયાન ભવિષ્યને લઈને મનમાં ડર અને ચિંતા રહી શકે છે. સાથે જ આ સમય દરમિયાન ધનને લઈને લીધેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવામાં આ સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત નિર્ણયો લેવાનું ટાળો.
મકર (Capricorn)
મકર રાશિમાં રાહુ ચોથા અને કેતુ 10મા ભાવમાં ગોચર કરશે. કેતુનું ગોચર અમુક અંશે લાભદાયી સાબિત થવાનું છે. પરંતુ, રાહુનું ગોચર શુભ માનવામાં આવતું નથી. રાહુના ગોચરને કારણે તમે પારિવારિક સમસ્યાઓમાં અટવાઈ શકો છો. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
મીન રાશિના લોકો માટે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન ખૂબ જ પ્રતિકૂળ સાબિત થશે. રાહુ-કેતુના ગોચર દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે. માનસિક ચિંતાને કારણે મનમાં બેચેનીનો અનુભવ થઈ શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર