Home /News /dharm-bhakti /Rahu Rashi Parivartan 2023: આ રાશિઓ પર રહેશે રાહુની કૃપા દ્રષ્ટિ, 2023માં ચમકી ઉઠશે કિસ્મત
Rahu Rashi Parivartan 2023: આ રાશિઓ પર રહેશે રાહુની કૃપા દ્રષ્ટિ, 2023માં ચમકી ઉઠશે કિસ્મત
આ રાશિઓ પર થશે રાહુ ગોચરની શુભ અસર
Rahu Gochar 2023: પ્રપંચી છાયા ગ્રહ રાહુ માનવ જીવનને સીધી અસર કરે છે. રાહુ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનું જીવન બદલાઈ જાય છે. જાણો 2023માં રાહુ ગોચરથી કોને થશે ફાયદો-
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. છાયા ગ્રહ હોવા છતા પણ આ તમામ રાશિઓ પર પ્રભાવ પાડે છે. વર્ષ 2022માં સૂર્ય, બુધ તેમજ શુક્ર સહીત અન્ય ગ્રહોની જેમ જ રાહુ પણ રાશિ પરિવર્તન કરશે. રાહુ ગોચર 30 ઓક્ટોબર 2023ના રોજ થશે. આ દિવસે બપોરે 1 વાગ્યાને 30 મિનિટ પર રાહુ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ ગ્રહ હંમેશા વક્રી અવસ્થામાં ચાલ ચાલે છે. જાણો રાહુ રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને મળશે જબરદસ્ત લાભ.
મેષ- મેષ રાશિના જાતકોને રાહુ ગોચરનું સકારાત્મક પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત બનશે. ધનલાભની શક્યતાઓ છે. નોકરીયાત લોકોને નવી નોકરીની તક મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
કર્ક- નવા વર્ષનો ઓક્ટોબર મહિનો કર્ક રાશિના લોકો માટે ખુશીની ભેટ લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને સારા સમાચાર મળી શકે છે. જમીન, મકાન અને વાહનની ખરીદી શક્ય છે. વેપારીઓને ફાયદો થશે.
મીન - રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે રાહુ સંક્રમણ વિશેષ છે. સંક્રમણના સમયગાળા દરમિયાન તમને અટવાયેલા પૈસા મળી શકે છે. ધનલાભની શક્યતાઓ છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર