Home /News /dharm-bhakti /Rahu Dosh Na Upay: શું તમારા કામ બનતા બનતા બગડી જાય છે? કુંડળી હોઇ શકે છે રાહુ દોષ, આજે જ કરો મુક્તિનાં ઉપાય

Rahu Dosh Na Upay: શું તમારા કામ બનતા બનતા બગડી જાય છે? કુંડળી હોઇ શકે છે રાહુ દોષ, આજે જ કરો મુક્તિનાં ઉપાય

કુંડળીમાં રાહુદોષ

Remedies for Rahu Dosh: શું તમારા કામ બનતા બનતા બગડી જાય છે જો એવું છે તો, આ વાસ્તુ દોષને કરાણે થઇ શકે છે. એવામાં આફને સતત નુક્શાનથી બચવા માટે તુરંત જ રાહુ દોષ મુક્તિનાં ઉપાય કરી લેવાંની જરૂર છે.

    Rahu Dosh Door Karva Na Upay: સનાતન ધર્મમાં ગ્રહોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, જો કુંડળીમાં ગ્રહ પ્રતિકૂળ સ્તિતિમાં વિરાજમાન છે તો તે ગ્રહ દોષ ઉત્પન્ન કરે છે. ખાસ કરીને જો કુંડળીમાં રાહુ દોષ (Rahu Dosh) બને છે તો જાતકનાં જીવનમાં તેનાંથી મુશ્કેલીઓ વધે છે. એવાંમાં આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. અને બનતા કામ પણ અટકી જાય છે. એવામાં જરૂરી છે કે, આપ તુરંત જ કેટલાકં ઉપાય કરો જેનાંથી ગ્રહ દોષ દૂર થઇ જાય . જ્યોતિષ શાસત્ર્માં રાહુ દોષ દૂર કરવાનાં ઉપાય જણાવવામાં આવ્યાં છે.

    શિવલિંગ પર જળ અર્પિત કરો


    શાસ્ત્રો મુજબ કુંડળીમાં રાહુ દોષ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુ અને ભોળે શંકરની આરાધના કરવી જોઇએ. તે માટે દરેક સોમવાર અને શનિવાર પાણીમાં કાળા તલ ઉમેરો અને પછી તેને શિવલિંગ પર અર્પિત કરો. આ સાથે જ સ્નાન કરતાં સમયે પાણીમાં કુશ (દર્ભ) નાંખો. માનવામાં આવે છે કે, આ બંનેનો ઉપાય રાહુ અને કેતુ ગ્રહને શાંત કરે છે. સાથે જ કુંડળીમાં જો રાહુ દોષ (Rahu Dosh) હોય તો તેનું પણ નિવારણ કરે છે.


    રાહુ ગ્રહનાં કરો મંત્રોચ્ચારણ


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુનો જાપ પણ કુંડળીમાંથી રાહુ દોષ દૂર કરવા માટે એક અસરકારક ઉપાય છે. આ માટે દરરોજ સવારે સ્નાન અને નિત્ય ક્રમ બાદ મંદિરમાં જઈને રાહુ મંત્ર 'ઓમ રાહવે નમઃ'નો 108 વાર જાપ કરો. આમ કરવાથી રાહુ દોષ સમાપ્ત થાય છે.


    શનિવારે પીપળાની કરો પૂજા


    રાહુ દોષ દૂર કરવા માટે ગોમેદ રત્ન ધારણ કરવું પણ શુભ માનવામાં આવે છે. તમારે શનિવારે સવારે પીપળના ઝાડને જળ અર્પિત કરવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવીને તેની પૂજા કરવી જોઈએ. રાહુ દોષ દૂર કરવાનો આ મુખ્ય ઉપાય પણ છે. તેમજ બુધવારે કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવી પણ રાહુ દોષ દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણખારીને આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन
    विज्ञापन