સૂર્ય-રાહુની ખતરનાક યુતિથી થશે વર્ષનું પહેલું ગ્રહણ, 30 દિવસ સુધી આ રાશિઓ પર ‘ગ્રહણ યોગ’નો રહેશે પ્રભાવ
સૂર્ય-રાહુની ખતરનાક યુતિથી થશે વર્ષનું પહેલું ગ્રહણ, 30 દિવસ સુધી આ રાશિઓ પર ‘ગ્રહણ યોગ’નો રહેશે પ્રભાવ
વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ, શનિવારે થઈ રહ્યું છે.
Surya Grahan 2022: જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર જ્યાં સૂર્યને ઊર્જા અને પ્રકાશનો કારક માનવામાં આવે છે, ત્યાં રાહુને છાયા ગ્રહ એટલે કે અંધકારનો કારક માનવામાં આવે છે. આ બંને ગ્રહોની યુતિથી ‘ગ્રહણ યોગ'નું નિર્માણ થાય છે.
Solar Eclipse 2022 Date: સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. જ્યારે રાહુ એક છાયા ગ્રહ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ રાહુ-કેતુના કારણે થાય છે. જો કોઈ પણ રાશિમાં ગોચર કરતી વખતે રાહુ અને સૂર્ય એક સાથે આવે તો રાહુની અસર સૂર્યની અસર ઓછી કરે છે અને જાતકોને વિપરીત પરિણામ આપવા લાગે છે. આ બંને ગ્રહોના સંયોગથી ગ્રહણ યોગ (Grahan Yog) બને છે. ગ્રહણ યોગ લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરે છે.
લાગશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ
રાહુ-સૂર્યની યુતિને કારણે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ, 2022ના રોજ રાત્રે 12:15 વાગ્યે થશે જે સવારે 4:07 વાગ્યે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર આ ગ્રહણ વૈશાખ અમાસે ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં થઈ રહ્યું છે. સૂર્ય અને રાહુની યુતિ દરેક રાશિ માટે ગ્રહણ યોગ બનાવશે જે દરેક વ્યક્તિના જીવનને પ્રભાવિત કરશે.
15 મે સુધી રહેશે રાહુ-કેતુની યુતિ
14 એપ્રિલથી સૂર્યદેવ મેષ રાશિમાં ગોચર છે જ્યારે રાહુ 12 એપ્રિલથી આ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 15 મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં જશે. આ દિવસે રાહુ-સૂર્યની યુતિ સમાપ્ત થશે. જેના કારણે તમામ રાશિઓને ગ્રહણ યોગથી મુક્તિ મળશે, પરંતુ 30 એપ્રિલથી 15 મે સુધી લગભગ તમામ રાશિના લોકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે.
મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે રાહુ-સૂર્યની યુતિ તમારી જ રાશિમાં ગ્રહણ યોગ બનાવશે. ગ્રહણ યોગના સમયગાળા દરમિયાન તમારે દરેક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ઘણા જાતકોના પિતાના સ્વાસ્થ્યમાં મુશ્કેલી થઈ શકે છે.
વૃષભ રાશિ: ગ્રહણ યોગથી તમારે પારિવારિક જીવન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને કોઈ ખાસ વ્યક્તિ દ્વારા છેતરવામાં આવી શકે છે અને સ્વાસ્થ્યને પણ અસર થવાની સંભાવના છે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર પરેશાની થશે. ઘણા લોકોને કોઈ કારણસર નોકરી ગુમાવવી પડી શકે છે. કામમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો.
કર્ક રાશિઃ આ રાશિના જાતકોએ માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આ સમયગાળા દરમિયાન તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. પૈસા સાથે સમજદારીપૂર્વક વ્યવહાર કરો.
કન્યા રાશિઃ આ સમયગાળા દરમિયાન દુશ્મનો તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી શકે છે. આર્થિક તંગીના કારણે એકાદ બે વાર મુશ્કેલી આવી શકે છે. દેવાથી પરેશાન રહેશો. સ્વાસ્થ્યમાં પ્રશ્નો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ: આ સમયગાળામાં તમને ઈજા કે વાહન અકસ્માત વગેરે થઈ શકે છે. તેથી તમને મુસાફરી કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. નોકરીમાં નવી સમસ્યાઓ આવી શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર