Home /News /dharm-bhakti /રાધેમાએ કરી સ્પષ્ટતા, મારી સામેના આરોપ ખોટા, શું કોઇને ગળે મળવું અશ્લિલતા છે?

રાધેમાએ કરી સ્પષ્ટતા, મારી સામેના આરોપ ખોટા, શું કોઇને ગળે મળવું અશ્લિલતા છે?

વિવાદમાં ઘેરાયેલ રાધે માએ પોતાની સામે લાગેલા આરોપ અંગે છેવટે સ્પષ્ટતા કરી. મીડીયા સામે ગણત્રીની મિનિટો માટે જ આવેલ રાધે માએ કહ્યું કે, હું નિર્દોષ છું. મને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મને ભગવાન પર ભરોસો છે. મીડિયા સામે રડવા અંગે પણ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, મારા આંસુ ખોટા નથી. એ દિવસે મારા પપ્પાની વરસી હતી.

વિવાદમાં ઘેરાયેલ રાધે માએ પોતાની સામે લાગેલા આરોપ અંગે છેવટે સ્પષ્ટતા કરી. મીડીયા સામે ગણત્રીની મિનિટો માટે જ આવેલ રાધે માએ કહ્યું કે, હું નિર્દોષ છું. મને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મને ભગવાન પર ભરોસો છે. મીડિયા સામે રડવા અંગે પણ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, મારા આંસુ ખોટા નથી. એ દિવસે મારા પપ્પાની વરસી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વિવાદમાં ઘેરાયેલ રાધે માએ પોતાની સામે લાગેલા આરોપ અંગે છેવટે સ્પષ્ટતા કરી. મીડીયા સામે ગણત્રીની મિનિટો માટે જ આવેલ રાધે માએ કહ્યું કે, હું નિર્દોષ છું. મને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મને ભગવાન પર ભરોસો છે. મીડિયા સામે રડવા અંગે પણ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, મારા આંસુ ખોટા નથી. એ દિવસે મારા પપ્પાની વરસી હતી.

રાધે માંએ કહ્યું કે, હું નિક્કી ગુપ્તા પાસેથી પૈસા કેમ માંગુ? મારી પાસે પૈસા છે. હું ઘણી અમીર છું. મારી પાસે ઘણો ચડાવો આવે છે. પરંતુ હું ઘણા બધા પૈસા વહેંચી દઉછું. મારે કોઇ બેંક બેલેન્સ નથી. જો કોઇની પાસે કોઇ પુરાવા હોય તો બતાવો. મારા બાળકો પાસે પ્રોપર્ટી છે. પરંતુ એ લોકોએ મહેનતથી બનાવી છે. તમે ઇચ્છો તો સીબીઆઇ તપાસ કરાવો.

સ્વયંભૂ દેવીએ કહ્યું કે, મારી ચૂંદડીમાં શક્તિ નથી. મારા શરીરમાં ભગવાનની શક્તિ છે. શું તમે તમારા ઘરમા કપડાં નથી પહેરતા. શું ઘરમાં કપડાં પહેરવાની આઝાદી ન હોવી જોઇએ? કોઇ મારા ઘરમાં પહેરેલા કપડાંની તસ્વીર લઇ લે તો હું શું કરૂ?

ભક્તો સાથે ગળે મળવા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, શું કોઇને ગળે મળવું અશ્લિલતા છે. સુરેન્દ્ર મિત્તલ સાથેની રાતની ફોન ટેપ અંગે તેમણે કહ્યું કે, મને કોઇએ કહ્યું કે, સુરેન્દ્ર મિત્તલ સામે ચાર રેપ કેસ છે. એની પત્નિ એને છોડીને ભાગી ગઇ છે તો પહેલા એને તો પરત લાવે.

રાધેમાએ પોતાને પવિત્ર ગણાવતાં કહ્યું કે, બનાવટથી સચ્ચાઇ ક્યારેય છુપાવી શકાતી નથી, ખુશ્બુ આવી શકતી નથી બનાવટના ફુલોથી.
First published:

Tags: આરોપ, ધર્મ, રાધે મા, સ્પષ્ટતા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन