આજે રાંધણછઠ, ગૃહિણીઓ આખો દિવસ રહેશે રસોડામાં વ્યસ્ત

રાંધણછઠે ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ નહી કરાય એવું માનીએ છે.

રાંધણછઠે ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ નહી કરાય એવું માનીએ છે.

 • Share this:
  શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાનો હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આવતા સોમવાર અને રક્ષાબંધન, બોળ ચોથ, નાગપાંચમ, રાંધણછઠ, સીતળા સાતમ અને ગોકળ આઠમનું ખુબ મહત્વ રહેલુ છે. આજે આપણે રાંધણછઠના તહેવારની વાત કરીએ તો...

  બુધવારે તા. 21-8-2019ના રોજ રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને મિષ્ઠાન.

  આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે.

  આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણછઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણછઠે ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ નહી કરાય એવું માનીએ છે.

  લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાઢી કરે છે. તમને જણાવી દઈએ કે, સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોવાથી તેના આગળના દિવસે સાતમ માટેની રસોઈ બનાવી દેવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published: