Home /News /dharm-bhakti /

Putrada Ekadashi 2022 Katha: આજે છે પુત્રદા એકાદશીએ સાંભળો આ કથા, પુત્ર પ્રાપ્તિ થશે

Putrada Ekadashi 2022 Katha: આજે છે પુત્રદા એકાદશીએ સાંભળો આ કથા, પુત્ર પ્રાપ્તિ થશે

પુત્રદા એકાદશી 2022

Astrology: પુત્રદા એકાદશીનું વ્રત કરનાર લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પુત્રદા એકાદશી વ્રતની કથા સાંભળવી આવશ્યક છે. આ કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી કે ઉપવાસનું સંપૂર્ણ ફળ પણ મળતું નથી. તેથી અહીં ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને પુત્રદા એકાદશી વ્રત વિશે શું કહ્યું છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  આજે ગુરુવારે પૌષ માસ (Paush Month)ના શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસે પુત્રદા એકાદશી વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરવામાં આવે છે. પૌષ શુક્લ એકાદશીને વૈકુંઠ એકાદશી (વૈકુંઠ એકાદશી 2022) તરીકે પણ ઓળખવામાં આવે છે.

  પુત્રદા એકાદશીનું વ્રત કરનાર લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પુત્રદા એકાદશી વ્રતની કથા સાંભળવી આવશ્યક છે. આ કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી કે ઉપવાસનું સંપૂર્ણ ફળ પણ મળતું નથી. તેથી અહીં ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને પુત્રદા એકાદશી વ્રત વિશે શું કહ્યું છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  પુત્રદા એકાદશીની વ્રત કથા

  પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રાવતી રાજ્યમાં સુકેતુમન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના લગ્ન શૈવા નામની રાજકુમારી સાથે થયા હતા. તેના રાજ્યમાં દરેક પ્રકારના સુખ, સગવડ અને વૈભવ હતા. તેની પ્રજા ખુશખુશાલ હતી. જોકે, લગ્નના લાંબા સમય પછી પણ સુકેતુમાનને કોઈ સંતાન ન હતું. આ કારણે પતિ-પત્ની એકદમ દુઃખી અને ચિંતિત રહેતા હતા.

  રાજા સુકેતુમાનને ચિંતા હતી કે, તેમને પુત્ર ન હોવાથી તેમનું પિંડદાન કોણ કરશે? આ વાતથી રાજા એટલો વ્યથિત થઈ ગયો કે તે આપઘાત કરવાનું વિચારવા લાગ્યો હતો. જોકે, તેણે આવું પગલું ભર્યું ન હતું. પણ તેનું મન રાજકાજમાંથી ઉઠી ગયું હતું અને એક દિવસ તે જંગલમાં જવા રવાના થયો હતો.

  રાજા ચાલતા ચાલતા તળાવના કિનારે પહોંચ્યો હતો. તે ત્યાં ઉદાસ થઈને બેઠો હતો. ત્યારે તેણે દૂર એક આશ્રમ જોયો અને રાજા તે આશ્રમમાં ગયો હતો. ત્યાં તેમણે બધા ઋષિઓને નમન કર્યું હતું. ત્યારબાદ ઋષિઓએ તેને આ જંગલમાં આવવાનું કારણ પૂછ્યું, જેથી રાજાએ તેની વેદનાનું વર્ણન કર્યું હતું. આ વાત સાંભળી ઋષિએ રાજા સુકેતુમનને કહ્યું કે સંતાન પ્રાપ્તિ માટે તેણે પૌષ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. ત્યારબાદ ઋષિએ પુત્રદા એકાદશી વ્રતનો મહિમા વર્ણવ્યો હતો.

  પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી ખુશ થઈ ગયો હતો અને પોતાના મહેલમાં પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે પુત્રદા એકાદશીનું વ્રત કરવાનો નિર્ણય કર્યો હતો. પુત્રદા એકાદશી આવતા જ રાજા-રાણીએ વ્રત કર્યું અને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. તેમણે પુત્રદા એકાદશીના વ્રતના બધા જ નિયમોનું પાલન કર્યું હતું. પરિણામે રાણી ગર્ભવતી બની અને પછી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. આ રીતે જે લોકો પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેને પુત્ર પ્રાપ્તિ થાય છે.

  (Disclaimer: આ લેખમાં આપવામા આવેલી માહિતી અને જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astrology, Putrada Ekadashi 2022, Vishnu puja

  આગામી સમાચાર