Home /News /dharm-bhakti /

Putrada Ekadashi 2022: પુત્ર પ્રાપ્તિની ઇચ્છાપૂર્તિ કરે છે પુત્રદા એકાદશી વ્રત, આજે શ્રાવણના સોમવારે એકાદશીનો વિશેષ સંયોગ

Putrada Ekadashi 2022: પુત્ર પ્રાપ્તિની ઇચ્છાપૂર્તિ કરે છે પુત્રદા એકાદશી વ્રત, આજે શ્રાવણના સોમવારે એકાદશીનો વિશેષ સંયોગ

પુત્ર પ્રાપ્તિની ઇચ્છાપૂર્તિ કરે છે પુત્રદા એકાદશી વ્રત, જાણો મહત્વ

શ્રાવણ પુત્રદા એકાદશી (Putrada Ekadashi 2022) સોમવારે 08 ઓગસ્ટ 2022 ના રોજ છે. આ વર્ષે પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણના સોમવારે આવી રહ્યું છે. તેથી આ પૂજા માત્ર ભગવાન વિષ્ણુને જ નહીં પરંતુ ભગવાન ભોલેનાથને પણ પ્રસન્ન કરશે. આ વ્રત કરનાર ભક્તોને બંને દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થશે.

વધુ જુઓ ...
    Putrada Ekadashi 2022શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને પુત્રદા એકાદશી કહેવાય છે. એક પુત્રદા એકાદશી શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે. આ વર્ષે પુત્રદા એકાદશી વ્રત 8મી ઓગસ્ટ 2022ના રોજ મનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હિંદુ કેલેન્ડર મુજબ એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને બાળકને દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

    ક્યારે છે શુભ મુહૂર્ત?


    શ્રાવણ પુત્રદા એકાદશી સોમવારે 08 ઓગસ્ટ 2022 ના રોજ છે. એકાદશી તિથિ 07 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 11:50 વાગ્યે શરૂ થશે અને 08 ઓગસ્ટ, 2022 ના રોજ રાત્રે 09 વાગ્યે સમાપ્ત થશે. ઉપવાસનો સમય 09 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 06:07 થી 08:42 સુધીનો રહેશે.

    આ પણ વાંચો: બુદ્ધિને તેજ કરે છે ગાયત્રી મંત્ર, જાણો ગાયત્રી મંત્રનો અર્થ અને તેનું મહત્વ

    ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કહેવાય છે કે પુત્રદા એકાદશીનું વ્રત પુત્રના સુખની પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. જે લોકો સંતાન પ્રાપ્તિથી વંચિત છે તેવા લોકો માટે પુત્રદા એકાદશી અત્યંત લાભકારી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય રાખવું જોઈએ.

    પુત્રદા એકાદશી વ્રતની વિધિ


    સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરી લેવું.
    ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
    ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરવું.
    ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીની દાળ અર્પણ કરવી.
    સમગ્ર દિવસ દરમ્યાન વ્રત રાખવું.
    પૂરા ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી.
    ભગવાનને ભોગ ધરવો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીનો સમાવેશ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી.
    આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
    આ દિવસે ભગવાનનું જેટલું વધુમાં વધુ થાય તેટલું પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ધ્યાન કરવું જોઈએ.

    આ પણ વાંચો: Money Astro 8 ઓગસ્ટ : આ રાશિના જાતકોને આજે પરિવાર માટે કરવો પડશે વધુ ખર્ચ, જાણો આજનું રાશિફળ

    આ વર્ષે છે વિશેષ સંયોગ


    આ વર્ષે પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણના સોમવારે આવી રહ્યું છે. તેથી આ પૂજા માત્ર ભગવાન વિષ્ણુને જ નહીં પરંતુ ભગવાન ભોલેનાથને પણ પ્રસન્ન કરશે. આ વ્રત કરનાર ભક્તોને બંને દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Bhakti, Bhakti news, Dharma bhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन