પંચાંગ અનુસાર પોષ માસ (Paush Month)ના શુક્લ પક્ષની એકાદશી તિથિને પોષ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા અનુસાર, પુત્રદા એકાદશીનું વ્રત રાખવા અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરવાનો નિયમ છે. આ એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની કૃપાથી પુત્ર પ્રાપ્ત થાય છે. નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે અને વર્ષ 2022ની પહેલા એકાદશી પુત્રદા એકાદશી છે. આ દિવસે પુત્રદા એકાદશી (Putrada Ekadashi) વ્રતની કથા પણ સાંભળવી જોઈએ. જેઓ નિઃસંતાન છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઇએ. ચાલો જાણીએ કે પોષ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે છે? તેની તિથિ અને પૂજા મુહૂર્ત(Puja Muhurt) શું છે? પુત્રદા એકાદશી વ્રતનો પારણ સમય શું છે?
ગુરુવારે એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત રાખવાથી ગુરુવારના ઉપવાસનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે શુભ યોગ બપોરે 12.35 વાગ્યા સુધી છે અને રવિ યોગ સવારે 07.15થી સાંજે 05.07 સુધી છે. તમે પુત્રદા એકાદશીના દિવસે વહેલી સવારથી ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો. આ દિવસે સવારથી જ શુભ મુહૂર્ત છે.
સૂર્યોદય પછી બીજા દિવસે અને દ્વાદશી તિથિના અંત પહેલા એકાદશીનું વ્રત તોડવાનો નિયમ છે. પોષ એકાદશી વ્રતના પારણાનો સમય 14 જાન્યુઆરી, શુક્રવારે સવારે 07.15 થી 09.21 સુધીનો છે. આ દિવસે દ્વાદશી તિથિ રાત્રે 10.19 કલાકે સમાપ્ત થશે.
પુત્રદા એકાદશી મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે. આ કારણે આ વ્રત રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે.
પોષ પુત્રદા એકાદશી વ્રતના દિવસે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. હવે ઘરના પૂજા સ્થાન અથવા નજીકના મંદિરમાં વ્રતનો નિયમ લો અને વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા દરમિયાન પીળા ફળ, પીળા ફૂલ, પંચામૃત, તુલસી વગેરે અને મંત્રો સાથે ભગવાન વિષ્ણુને પૂજાની તમામ સામગ્રી અર્પણ કરો. જો તમે પુત્ર પ્રાપ્તિ માટે વ્રત રાખતા હોવ તો પતિ-પત્ની બંનેએ સાથે મળીને વ્રતનો સંકલ્પ લઈને વ્રતની પૂજા કરવી જોઈએ. આ પૂજા પછી ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પણ પૂજા કરવી જોઈએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર