પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે.
5 ફેબ્રુઆરીથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. રવિ પુષ્ય યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગને ધનવર્ધક યોગ કહેવાય છે. પંચાગ અનુસાર રવિવારે રવિ પુષ્ય નક્ષત્ર આવે છે. તે દિવસે રવિ પુષ્ય યોગ બને છે. અહીં મુહૂર્ત અંગે જાણકારી અપાઈ છે.
પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. કહેવાય છે કે પુષ્ય યોગ દરમિયાન લગ્ન સિવાય તમામ શુભ કાર્યો કરવાથી પ્રગતિ થાય છે. આ યોગમાં ખાસ કરીને નવા વ્યવસાયની શરૂઆત, સોનાની ખરીદી અને વાહન, મકાન ખરીદવું ખૂબ શુભ માનવામાં આવે છે.
5 ફેબ્રુઆરીથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. રવિ પુષ્ય યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગને ધનવર્ધક યોગ કહેવાય છે. પંચાગ અનુસાર રવિવારે રવિ પુષ્ય નક્ષત્ર આવે છે. તે દિવસે રવિ પુષ્ય યોગ બને છે. અહીં મુહૂર્ત અંગે જાણકારી અપાઈ છે.
5 ફેબ્રુઆરીએ રવિ પુષ્ય યોગ સવારે 07:07થી બપોરે 12:13 સુધી છે. આ સમયગાળા દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનાવવામાં આવ્યો છે. રવિ પુષ્ય યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ યોગ સફળતામાં વધારો કરે છે. કાર્યોની પ્રાપ્તિ માટે સર્વાર્થ સિદ્ધિ યોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
રવિ પુષ્ય યોગમાં આ વસ્તુઓની ખરીદી કરવી શુભ
રવિ પુષ્ય યોગમાં સોના, ચાંદીના ઘરેણા, વાહન, મિલકત વગેરેની ખરીદી શુભ ફળદાયી છે. આ યોગમાં ખરીદીથી પ્રગતિ થાય છે. ધનમાં વૃદ્ધિ કરવી ફાયદાકારક છે, રવિ પુષ્ય યોગમાં વ્યવસાય શરૂ કરવો પણ શુભ છે.
રવિ પુષ્ય યોગમાં આ વસ્તુ લાવીને લક્ષ્મીજી થાય છે પ્રસન્ન
રવિ પુષ્ય યોગમાં સોના-ચાંદીની ખરીદી કરતાં એકાક્ષી નારિયેળની પૂજા કરવી વધુ શુભ છે. આવું કરવાથી ઘરમાં ધન અને વૈભવ રહે છે. એકાક્ષી નાળિયેરની ઉપર આંખ જેવું નિશાન હોય છે, તેથી તેને એકાંત નાળિયેર કહેવામાં આવે છે. એકાક્ષી નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી રવિ પુષ્યના દિવસે તેને ઘરે લાવીને વિધિ-વિધાન મુજબ તેની પૂજા કરી તિજોરીમાં રાખવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, પુષ્યને ઋગ્વેદમાં મંગલકાર્તા અને લાભદાયક કહેવામાં આવે છે. રવિ પુષ્ય નક્ષત્રમાં લગ્ન, સગાઈ, મુંડન, ગૃહ પ્રવેશ પણ ખૂબ શુભ છે. આ સાથે જ જો તમારે કોઈ નવો બિઝનેસ શરૂ કરવો જોઈએ તો આ દિવસે તેને કરવાથી ખૂબ લાભ થશે.
Descaimer: આ લેખમાં પૂરી પાડવામાં આવેલી માહિતી/સામગ્રીની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતીને માહિતીના વિવિધ સ્ત્રોતો/જ્યોતિષીઓ/પ્રવચનો/ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર