Home /News /dharm-bhakti /કેવી રીતે કરવી જોઈએ પૂજા, બેસીને કે ઉભા રહીને? આ છે સાચી રીત

કેવી રીતે કરવી જોઈએ પૂજા, બેસીને કે ઉભા રહીને? આ છે સાચી રીત

કેવી રીતે કરવી જોઈએ પૂજા

  સનાતન હિન્દૂ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ પૂજા પાઠ કરતી સમયે એના નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યારે પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે. જાણ્યા-અજાણ્યામાં લોકોમાં લોકો પૂજા દરમિયાન ઘણા પ્રકારની ભૂલો કરો છે, જેના કારણે પૂજાનું ફળ મળી શકતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે. જો તમે ખોટી વિધિ અને નિયમો સાથે પૂજા કરે છે તો આ દુર્ભાગ્યનું કારણ બની શકે છે, પૂજા માટે જરૂરી આ વાતોનું ધ્યાન રાખો. દિલ્હી માટે આચાર્ય ગુરમીત સિંહજી પાસે પૂજા કરવાની સંપૂર્ણ વિધિ અંગે. સાથે જ આચાર્યજી પાસે જાણીએ પૂજા ઉભા થઇને કરવી કે બેસીને.

  પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

  પૌરાણિક શાસ્ત્રો અનુસાર ઉભા રહીને પૂજા કરવી યોગ્ય નથી માનવામાં આવતી. આ રીતે પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી. ઘરમાં પૂજા કરતી વખતે ઊભા રહીને પૂજા ન કરો અને ન તો સીધા જમીન પર બેસીને પૂજા કરો. પૂજા કરતા પહેલા હંમેશા આસન ફેલાવો અને આસન પર બેસીને જ પૂજા કરો.

  આ સાથે માથું ઢાંક્યા વગર પૂજા ન કરવી જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, પૂજા કરતી વખતે માથું હમેશા ટુપટ્ટા કે રૂમાલથી ઢાંકવું જોઈએ. એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમામ લાભ અને પુણ્ય આકાશમાં જાય છે.

  આ પણ વાંચો: Shani Upay: આ ઉપાયથી દૂર થશે બધી શનિની પીડા, બ્રહ્મ દેવે આપી હતી સલાહ

  આસનને જમીનથી ઉંચી રાખો

  માન્યતાઓ અનુસાર, આપણે જ્યાં પૂજા કરી રહ્યા છે તે સ્થાનનો ફ્લોર મંદિરના ફ્લોરથી ઉપર ન હોવો જોઈએ. પૂજા એ એક એવી વ્યવસ્થા છે, જે આપણને થોડા સમય માટે આ દુન્યવી ભ્રમણામાંથી દૂર કરે છે અને આપણને એક આધ્યાત્મિક દુનિયામાં લાવે છે, જ્યાં આપણે શાંતિ, સંવાદિતા અને શુદ્ધતા અનુભવીએ છીએ. આવી સ્થિતિમાં પૂજા કરતી વખતે નિયમો અને પવિત્રતાનું ધ્યાન રાખો.

  આ પણ વાંચો: ગળામાં શા માટે પહેરે છે કાળો દોરો? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર  પૂજા કરવાની સાચી રીત

  પૂજા કરતી વખતે હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ અને પોતાની જમણી બાજુ ઘંટ, ધૂપ, દીવો, અગરબત્તી વગેરે રાખવા જોઈએ. પૂજા કરતી વખતે ફળ, ફૂલ, પાણીનું પાત્ર અને શંખ જેવી પૂજા સામગ્રીને ડાબી બાજુ રાખવી જોઈએ. આ રીતે પૂજા કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ ધ્યાન રાખો કે પૂજામાં બેઠેલા વ્યક્તિએ કપાળ પર તિલક અવશ્ય લગાવવું જોઈએ.
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Puja

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन