Home /News /dharm-bhakti /Pro Kabaddi League : પ્રો કબડ્ડીના ખેલાડીઓના આ ટોપ 5 દાવએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video
Pro Kabaddi League : પ્રો કબડ્ડીના ખેલાડીઓના આ ટોપ 5 દાવએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video
Pro Kabaddi League : પ્રો કબડ્ડી લીગ 2021 શરૂ થવાની છે ત્યારે જુઓ આ પાંચ દાવ
Pro Kabaddi League 2021 : આગામી 22મી ડિસેમ્બરથી હવે પ્રો કબડ્ડી લીગ શરૂ થવા જઈ રહી છે ત્યારે અહીં આ લીગમાં જોવા મળેલ શ્રેષ્ઠ 5 દાવ પેચ અને તે દાવ પેચને ખ્યાતનામ બનાવનાર ખેલાડીઓ અંગે જાણીશું.
Pro Kabaddi League : પ્રો કબડ્ડી 2021 (Pro Kabaddi 2021)ની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. લીગમાં બંગાળ વોરિયર્સ, બેંગલુરુ બુલ્સ, યુ મુમ્બા, દબંગ દિલ્હી કેસી, પટના પાઇરેટ્સ, જયપુર પિંક પેન્થર્સ, ગુજરાત જાયન્ટ્સ, તેલુગુ ટાઇટન્સ, યુપી યોધ્ધા, તમિલ થલાઇવાસ, પુનેરી પલટન અને હરિયાણા સ્ટીલર્સ સહિતની 12 ટિમ ભાગ લેશે. આ પ્રો કબડ્ડીની આઠમી સિઝન (eighth season of Pro Kabaddi) હશે અને બેંગ્લોરમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે, કબડ્ડીની રમતમાં ક્રાંતિ લાવવા માટે પ્રો કબડ્ડી લીગે મોટી ભૂમિકા ભજવી છે. આ સ્પર્ધામાં ઘણા મહાન ખેલાડીઓએ ભાગ લીધો છે. રનિંગ હેન્ડ ટચ, ડેશ અને બ્લોક જેવા મૂવને કારણે ચાહકોને મનોરંજન મળ્યું છે. પ્રો કબડ્ડી લીગમાં ખેલાડીઓએ પોતાની ટીમો માટે વધુને વધુ પોઇન્ટ મેળવવા માટે કેટલાક અનોખા મૂવનો પણ ઉપયોગ કર્યો છે. હવે પ્રો કબડ્ડી લીગ શરૂ થવા જઈ રહી છે ત્યારે અહીં આ લીગમાં જોવા મળેલ શ્રેષ્ઠ 5 દાવ પેચ અને તે દાવ પેચને ખ્યાતનામ બનાવનાર ખેલાડીઓ અંગે જાણીશું.
જસવીર સિંહ - Scorpion Kick
જયપુર પિંક પેન્થર્સનો ભૂતપૂર્વ રેડર જસવીર સિંહ પ્રો કબડ્ડી લીગમાં માસ્ટર કન્ટ્રોલર હતો. તે જ્યારે જરૂર પડે ત્યારે ઝડપથી પોઇન્ટ મેળવી શકતો હતો. જસવીરનો ખાસ દાવ બેક કિક હતી, જેને સ્કોર્પિયન કિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિકથી તે ખૂણામાં અને પોઝિશનમાં ઉભેલા ડિફેન્ડરોને સ્તબ્ધ કરી દેતો હતો.
" isDesktop="true" id="1160709" >
અનુપ કુમાર - Toe Touch
યુ મુમ્બાના ભૂતપૂર્વ કેપ્ટન અનુપ કુમારે ફ્રેન્ચાઇઝીને 2015માં પ્રથમ પ્રો કબડ્ડી લીગ ટાઈટલ અપાવ્યું હતુ. અનુપની કેપ્ટન્સી હેઠળ રમતાં યુ મુમ્બાએ સતત ત્રણ ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતુ. અનુપ કુમારની ખાસ દાવ ટોઝ ટચ હતો. તે કોર્નર ડિફેન્ડરને દૂર કરવા માટે પોતાની ખાસ ચાલનો ઉપયોગ કરતો હતો.
" isDesktop="true" id="1160709" >
પરદીપ નરવાલ - Dubki
કબડ્ડીમાં ડૂબકી જેવો દાવ ખેલાવો મુશ્કેલ છે. દરેક ખેલાડી આવું કરી શકે નહીં. આ દાવ માટે કુશળતા, એથ્લેટિક્સ અને સમયની જરૂર પડે છે. યુપી યોધ્ધાના રેડર પરદીપ નરવાલે આ દાવનો ખુબ સારી રીતે ઉપયોગ કર્યો છે. આ દાવ થકી તેણે ઘણી સફળ રેઈડ કરી છે.
" isDesktop="true" id="1160709" >
સુરેન્દર નાડા - Reverse Trunk Hold
ઉલ્લેખનીય છે કે, કબડ્ડીમાં મોટાભાગના ડિફેન્ડરો રેઇડર્સના પગની ઘૂંટીનું લક્ષ્ય રાખે છે, પરંતુ સુરેન્દર નાડા રિવર્સ ટ્રંક હોલ્ડનો ઉપયોગ કરે છે. તે રેઇડર્સને પાછા ફરવાની ઓછી તક આપે છે. આ દાવ પેચ થકી તેણે અનેક ચાહકોના દિલ જીતી લીધા છે.
" isDesktop="true" id="1160709" >
પવન કુમાર સેહરાવત - Lion Jump
નામ પરથી જ આ દાવનો ખ્યાલ આવી જાય છે. પવન કુમાર સેહરાવત પ્રો કબડ્ડી લીગના ઇતિહાસના સૌથી સફળ રેઇડર્સ પૈકીનો એક રહ્યો છે.
" isDesktop="true" id="1160709" >
પવન તેના મોટા ભાગની રેઈડમાં પોઇન્ટ મેળવવા માટે રનિંગ હેન્ડ ટચનો ઉપયોગ કરે છે. જોકે, તે ક્યારેક લાઈન જમ્પનો ઉપયોગ કરી ખેલાડીઓને આશ્ચર્યમાં નાખી દે છે. આ દાવના પણ ખૂબ વખાણ થયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર