કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના દીર્ઘાયુ માટે પ્રાર્થના-પારાયણ કરાઈ

તમને જણાવી દઈએ કે, મણીનગર કુમકુમ સ્વામીનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી હાલમાં 98 વર્ષની ઉંમરના છે. કહેવાય છે કે, શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં – ચાલતાં પાવર હાઉસ છે.

News18 Gujarati
Updated: August 21, 2019, 6:01 PM IST
કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના દીર્ઘાયુ માટે પ્રાર્થના-પારાયણ કરાઈ
તમને જણાવી દઈએ કે, મણીનગર કુમકુમ સ્વામીનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી હાલમાં 98 વર્ષની ઉંમરના છે. કહેવાય છે કે, શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં – ચાલતાં પાવર હાઉસ છે.
News18 Gujarati
Updated: August 21, 2019, 6:01 PM IST
શ્રાવણ વદ-પાંચમના રોજ મંગળવારે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર-ના સંતો-હરિભકતો દ્રારા દેશ અને વિદેશમાં મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના દીર્ઘાયુ માટે પ્રાર્થના અને પારાયણ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મણીનગર કુમકુમ સ્વામીનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી હાલમાં 98 વર્ષની ઉંમરના છે. કહેવાય છે કે, શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં – ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે. તેમની જાયગામાં જે આવે છે તે સત્સંગના રંગે રંગાઈ જાય છે. અનેક વ્યકિતઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શકયા છે. અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ - સંપના દિપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે. વિદેશમાં પણ જને - જને સત્સંગના તેજરશ્મિ ફેલાયાં છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસાર માટે શ્રી મુકતજીવન સ્વામીબાપા શ્રાવણ સુદ-પાંચમ- સંવત ૧૯૯૯ (તા.ર૦-૮-૧૯૪૩ ) ના રોજ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને મણિનગર પધાર્યા હતા તે પ્રસંગને આજે ૭૬ વર્ષ પૂર્ણ થયા હતા. તેથી તેની ઉજવણી ધૂન - ભજન કરીને કરવામાં આવી હતી.

સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધન અને સ્ત્રીના ત્યાગી અને શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલા સંતના ૩ર લક્ષણવાળા અને જેમણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય તેવા સંતો બહુ જ ઓછા જોવા મળે છે. જયારે આપણા અહોભાગ્ય છે કે, આપણે એવા સદ્‌ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા સંત મળ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુકતજીવનસ્વામીબાપા અને સદ્‌ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સૌ પ્રથમ ઈ.સ. ૧૯૪૮ માં આફ્રિકા ગયા હતા અને વિદેશની ભૂમિ ઉપર પગ મૂકયો હતો. અને સત્સંગની સરવાણી વહાવી હતી. આજે એ મહાપુરુષો કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિદેશ જતાં થયા છે અને મંદિરો પણ સ્થપાયા છે. તેથી આજના દિવસે આપણે સૌ કોઈ સ્વામીજીના દીર્ઘાયું માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરવી જાઈએ.
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...