કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજીનાં ૭૭ દીક્ષા દીને દીર્ઘાયુ માટે પ્રાર્થના પારાયણ યોજાશે

News18 Gujarati
Updated: March 8, 2019, 10:54 PM IST
કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજીનાં ૭૭ દીક્ષા દીને દીર્ઘાયુ માટે પ્રાર્થના પારાયણ યોજાશે
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી  આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં - ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે

સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી  આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં - ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે

  • Share this:
સાધુ પ્રેમવત્સલદાસજી

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ કુમકુમ મંદિરના મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ પોતાના ત્યાગી પટ્ટશિષ્ય સંત તરીકેની દીક્ષા આપીને સંતોને દીક્ષા આપવાની પ્રણાલિકા સ્થાપન કરી તેને તા. ૯-માર્ચ - ફાગણ સુદ ત્રીજના રોજ ૭૭ વર્ષ પૂર્ણ થતાં તેમના દીર્ધાયુ માટે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ સંચાલિત દેશ - વિદેશના મંદિરોમાં તેમના સ્વસ્થ દીઘાયુ માટે સંતો - ભકતો દ્રારા પ્રાર્થના કરવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે સાંજે ૫-૦૦ થી ૮-૦૦ સુધી કુશાભાઉ ઠાકરે હોલ, સી.ટી.એમ. ખાતે સત્સંગસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો દ્રારા નૃત્ય, આનંદપ્રિયદાસજીના જીવન ઉપર ડોકયુમેન્ટરી દર્શાવવામાં આવશે.

જે સભાની અંદર આનંદપ્રિયદાસજી સ્વામીને માળામાં તૈયાર કરેલા ૩૩ ફૂટનો વિશાળ હાર પહેરાવામાં આવશે અને ત્યારબાદ એ માળા ભકતોને મંત્રજાપ કરવા માટે આપવામાં આવશે. આ પ્રસંગે ઘનશ્યામ મહિલા મંડળ દ્રારા ૭૭ કલાક સુધી વચનામૃત, અબજીબાપાશ્રીની વાતો, મુકતજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ વાંચવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક મહિલા ઓ લાભ લેશે, અને ૭૭ મુમુક્ષુઓ દ્વારા મહાપૂજા નું આયોજન કરેલ છે, અને ૭૭ હિલાઓ દ્વારા એક સાથે ધ્યાન કરવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી  આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં - ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે. તેમના જોગમાં જે આવે છે તે સત્સંગના રંગે રંગાઈ જાય છે. અનેક વ્યકિતઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શકયા છે. અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ - સંપના દિપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે. વિદેશમાં પણ જને - જને સત્સંગના તેજરશ્મિ ફેલાયાં છે.
First published: March 8, 2019, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading