Home /News /dharm-bhakti /મનોવાંચ્છિત ફળ મેળવવા કરો રાશિ મુજબ હનુમાનજીનાં આ મંત્રોનો જાપ

મનોવાંચ્છિત ફળ મેળવવા કરો રાશિ મુજબ હનુમાનજીનાં આ મંત્રોનો જાપ

હાલમાં ધન અને તુલા રાશિને શનીની પનોતી ચાલી રહી છે. તેવામાં જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેમને જાતકને લાભ થશે

હાલમાં ધન અને તુલા રાશિને શનીની પનોતી ચાલી રહી છે. તેવામાં જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેમને જાતકને લાભ થશે

ધર્મ ડેસ્ક: ઘણી વખત એવું થાય છે કે આપણી કોઇ ઇચ્છાઓ અધુરી રહે છે. તે પૂર્ણ થવામાં સમય લાગે છે. એવામાં હનુમાનજીનું સ્મરણ કરવાથી તમારી તમામ
ઇચ્છાઓ પૂર્ણ થયા છે અને મનોવાંચ્છિત ફળ મળે છે તે વાત તો આપણે સૌ જાણીયે છીએ. અહીં રાશિ અનુસાર અમે આપના માટે ખાસ મંત્ર લઇને આવ્યા છીએ. જો તેનો જાપ કરવામાં આવે તો તમારી ઇચ્છા મુજબનું ફળ તમને અવશ્ય મળશે. આવતીકાલે 5 મેનાં રોજ શનિવાર છે જે હનુમાનજીનો વાર ગણવામાં આવે છે ત્યારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર કરો તેમનાં આ મંત્રનો જાપ થશે લાભ.

તેમાં પણ હાલમાં ધન અને તુલા રાશિને શનીની પનોતી ચાલી રહી છે. તેવામાં જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેમને જાતકને લાભ થશે.

– મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોએ દરરોજે  “ऊं सर्वदुख हराय नम:” મંત્રનો જાપ કરવો.

– કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોએ દરરોજે  “ऊं परशौर्य विनाशन नम:” મંત્રનો જાપ કરવાથી તેમની તમામ અડચણો દૂર થઈ જશે.

– તુલા, વૃશ્ચિક, અને ધન રાશિના જાતકોએ  “ऊं मनोजवया नम:” અને “ऊं लक्ष्मणप्राणदात्रे नम:” મંત્રનો જાપ કરવો, તેનાથી તેમને દરેક કાર્યમાં સફળતા
મળશે.

– મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ દરરોજે  “ऊं सर्वग्रह विनाशी नम:” મંત્રનો જાપ કરવો, તેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
First published:

Tags: Dharm Bhakti, Dharm Desk, Hanuman Ji

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો