Home /News /dharm-bhakti /Som Pradosh Vrat 2022: ક્યારે પ્રદોષ વ્રત? જાણો શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ

Som Pradosh Vrat 2022: ક્યારે પ્રદોષ વ્રત? જાણો શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ

સોમ પ્રદોષ વ્રત

Som Pradosh Vrat November 2022: માગશર માસનું આ પ્રથમ પ્રદોષ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારે આ વ્રત રાખવામાં આવતું હોવાથી તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવશે. પ્રદોષ વ્રત અને સોમવાર બંને ભગવાન શિવને સમર્પિત છે.

    માગશર મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ તિથિએ મહિનાનું પ્રથમ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે, માગશર માસના આ પ્રદોષ વ્રતને ખુબ શુભ માનવામાં આવે છે. જો કે આ વ્રત સોમવારે પડી રહ્યો છે તો આને સોમ પ્રદોષ વ્રત કહેશુ. પ્રદોષ વ્રત અને સોમવાર બંને ભગવાન શિવને સમર્પિત છે. એવું કહેવાય છે કે સોમ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી બધા સંકટ દૂર થઇ જાય છે. આઓ તમને માગશરના પહેલા પ્રદોષ વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત અંગે જણાવશું.

    માગશરના સોમ પ્રદોષનો શુભ સમય


    હિંદુ ધર્મમાં પ્રદોષ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી એટલે તેરસની તિથિએ મનાવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર, કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 21 નવેમ્બર, સોમવારના રોજ સવારે 10.07 વાગ્યાથી 22 નવેમ્બર મંગળવારના રોજ સવારે 08.49 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં 21 નવેમ્બર સોમવારના રોજ માગશરનું પ્રથમ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. આ દિવસે સાંજે 05:34 થી 08:14 સુધી ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય છે.

    આ પણ વાંચો: ભગવાન શિવે શા માટે બનવું પડ્યું હતું ભિક્ષુક? જાણો હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રસપ્રદ કથા

    પૂજાની સામગ્રી


    સોમ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની વિધિ છે. સોમ પ્રદોષ વ્રતની પૂજામાં શિવ-પાર્વતીના શ્રૃંગારની સામગ્રી, કાચું ગાયનું દૂધ, ફૂલ, પાંચ પ્રકારના ફળ, પાંચ પ્રકારની બદામ, પાંચ પ્રકારની મીઠાઈઓ, કપૂર, ધૂપ, બેલપત્ર, અત્તર, દેશી ઘી, મધ, દીવો કપાસ, ગંગાજળ, દાતુરા, ભાંગ, બેર અને ચંદનનો ઉપયોગ થાય છે.

    સોમ પ્રદોષ વ્રતની પૂજા-વિધિ


    પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સૂર્યાસ્તના 45 મિનિટ પહેલાં અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પછી કરવામાં આવે છે. માગશર સોમ પ્રદોષ વ્રતના દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આછા લાલ કે ગુલાબી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. આ પછી ભગવાનને ફળ, ફૂલ, મીઠાઈ, ધૂપ અને અન્ય જરૂરી વસ્તુઓ અર્પણ કરો.

    આ પણ વાંચો: આવતીકાલે છે ખાસ દિવસ! વૃશ્ચિક સંક્રાંતિ પર કરો સૂર્યદેવની પુજા, અપાર જ્ઞાન અને સમૃદ્ધિ મળશે



    આ પછી ચાંદી અથવા તાંબાના વાસણમાંથી શુદ્ધ મધની ધારા સાથે શિવલિંગ પર ચઢાવો. શુદ્ધ જળની ધારા વડે અભિષેક કરો અને 108 વાર ઓમ સર્વસિદ્ધિ પ્રદાય નમઃ મંત્રનો જાપ કરો. આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરો અને તમારા સુખી જીવન માટે પ્રાર્થના કરો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Lord shiva, Som Pradosh

    विज्ञापन
    विज्ञापन