Home /News /dharm-bhakti /

Pradosh Vrat 2022: 15 જાન્યુઆરી છે વર્ષનું પહેલું પ્રદોષ વ્રત, જાણો પૂજા વિધિ અને મૂહુર્ત

Pradosh Vrat 2022: 15 જાન્યુઆરી છે વર્ષનું પહેલું પ્રદોષ વ્રત, જાણો પૂજા વિધિ અને મૂહુર્ત

આ વર્ષે પહેલું પ્રદોષ વ્રત (Pradosh Vrat 2022)15 જાન્યુઆરી એટલે કે શનિવારે છે, તેથી તેને શનિ પ્રદોષ વ્રત (Shani Pradosh Vraat) કહેવામાં આવશે (પ્રતિકાત્મક તસવીર)

Pradosh Vrat 2022: આ વ્રતથી જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે, ત્યારે વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ બધું જ મળે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે

આ વર્ષે પહેલું પ્રદોષ વ્રત (Pradosh Vrat 2022)15 જાન્યુઆરી એટલે કે શનિવારે છે, તેથી તેને શનિ પ્રદોષ વ્રત (Shani Pradosh Vraat) કહેવામાં આવશે. શનિ પ્રદોષ વ્રત માટે પ્રદોષ મુહૂર્તમાં ભગવાન શિવ (Lord Shiva)ની વિધિવત પૂજા કરવામાં આવે છે અને તેમના મંત્રોનો જાપ કરવામાં આવે છે. આ વ્રતથી જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે, ત્યારે વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ બધું જ મળે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ આ વર્ષના પહેલા પ્રદોષ વ્રતની તિથિ અને પૂજા મૂહુર્ત વિશે..

પ્રદોષ વ્રત – તિથિ અને પૂજા મૂહુર્ત

હિંદુ કેલેન્ડર અનુસાર, પોષ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 14 જાન્યુઆરીએ રાત્રે 10:19 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 15 જાન્યુઆરીના મોડી રાત્રે 12:57 સુધી રહેશે. તેથી 15 જાન્યુઆરીએ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. જે લોકો 15 જાન્યુઆરીએ શનિ પ્રદોષ વ્રત રાખે છે, તેઓ તે દિવસે સાંજે 05:46થી 08:28 સુધી ભગવાન શિવની પૂજા કરી શકે છે. આ મુહૂર્ત પ્રદોષ વ્રતની પૂજા માટે છે. પ્રદોષ વ્રત દરમિયાન સાંજે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જો કે, મોટા ભાગે લોકો ઉપવાસના દિવસે સવારે પૂજા કરે છે.

આ પણ વાંચો - Makar Sankranti 2022: જાણો મકરસંક્રાંતિની ઉજવણી માટે શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજા વિધિ

શું છે શનિ પ્રદોષ વ્રતનું મહત્વ?

પ્રદોષ વ્રત દર મહિનાની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. આ રીતે એક મહિનામાં બે પ્રદોષ વ્રત હોય છે, એક શુક્લ પક્ષમાં અને બીજું કૃષ્ણ પક્ષમાં. ધાર્મિક માન્યતાઓ અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ પાસેથી યોગ્ય સંતાન પ્રાપ્તિની મનોકામના કરવામાં આવે છે.

ભગવાન શિવની પૂજા વિધિ

પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને બિલિપત્ર, ભાંગ, શમીના પાન, ધતુરા, ગંગાજળ, ગાયનું દૂધ, સફેદ ચંદન વગેરે અર્પણ કરો. ત્યાર બાદ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શિવ ચાલીસા, શિવ સ્તોત્રનો પાઠ કરો. આ દિવસે તમે શિવ મંત્રનો જાપ પણ કરી શકો છો. તે પછી ભગવાન શિવની આરતી કરો. પછી અંતે પૂજામાં જો કોઇ અભાવ અથવા ભૂલ રહી ગઇ હોય તો તે માટે ક્ષમા માંગો.

(Disclaimer: આ લેખમાં માહિતી અને જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharm, ધર્મભક્તિ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन