Vastu tips: આ છોડ ઘરમાં રોપવાથી ખુલી જાય છે નસીબના દ્વાર
Vastu tips: આ છોડ ઘરમાં રોપવાથી ખુલી જાય છે નસીબના દ્વાર
આ છોડ હોય એ ઘરમાં નકારાત્મક ઊર્જા ક્યારેય ફેલાતી નથી
વાસ્તુ અનુસાર ઘરમાં દિશાનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. વિદ્યાનો છોડ (Vidhya Plant) તમે ઘરમાં આ દિશામાં લગાવો છો તો એને ખૂબ શુભ માનવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને (Saraswati) દૂર્ગાના અવતારમાં માનવામાં આવે છે.
Vastu tips: વાસ્તુ શાસ્ત્રમાં (Vastu Shastra) દરેક છોડનું (Plant) મહત્વ રહેલું છે. જેમાં તુલસીનો છોડ હોય કે પછી મની પ્લાન્ટનો.. દરેક લોકો ઇચ્છે છે કે આપણાં ઘરમાં પૈસાની (Money) તકલીફ ના પડે. જો કે અનેક લોકો ખૂબ મહેનત કરે તો પણ એમને જોઇએ એ પરિણામ મળતું નથી. સફળતા મેળવવા માટે નસીબ પણ ખૂબ જરૂરી છે. વાસ્તુ અનુસાર ઘરમાં છોડ રોપવાથી (Planting) સુખ-સમુદ્ધિ આવે છે અને સાથે નાણાંકીય તકલીફ પણ પડતી નથી. આમ, જો તમારા ઘરમાં પૈસાની બહુ તકલીફ પડે છે અને સાથે ઘરમાં બીમારી પણ બહુ રહે છે તો તમારે વિદ્યાનો છોડ ઘરમાં રોપવો જોઇએ. તો જાણી લો તમે પણ કેટલીક વાસ્તુ ટિપ્સ...
ઉત્તર દિશામાં લગાવો
વાસ્તુ અનુસાર ઘરમાં દિશાનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. વિદ્યાનો છોડ (Vidhya Plant) તમે ઘરમાં આ દિશામાં લગાવો છો તો એને ખૂબ શુભ માનવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને (Saraswati) દૂર્ગાના અવતારમાં માનવામાં આવે છે. આ માટે તમે આ છોડને દૂર્ગ દિશા એટલે કે ઉત્તર દિશામાં લગાવો તો તમારા માટે શુભ ફળ બની રહે છે.
મોર પીંછનો છોડ એક સાથે બે વાવો
વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે મોર પીંછનો (Peacock feather) છોડ જોડે-જોડે બે લગાવવાથી પતિ-પત્નીના સંબંધોમાં મીઠાસ આવે છે અને ઘરમાં પડતી નાણાકીય તકલીફ પણ દૂર થાય છે. જે ઘરોમાં મોર પીંછનો છોડ હોય એ ઘરમાં નકારાત્મક ઊર્જા ક્યારેય ફેલાતી નથી. આ ઘરમાં હંમેશા પોઝિટિવિટી (Positivity) બની રહે છે.
તમને જણાવી દઇએ કે મોર પીંછનો છોડ ઘરમાં હોય તો ઘરમાં સુખ-સમુદ્ધિનો વાસ બની રહે છે. આ સાથે જ જ્યારે તમે આ છોડ ઘરમાં લગાવો છો ત્યારે ઘરમાં પોઝિટિવિટી બની રહે છે અને નકારાત્મક ઊર્જા (Negative Energy) બહાર ફેંકાય છે. આ સાથે જ તમારા નસીબના દ્રાર ખુલી જાય છે.
જ્યારે તમે મોર પીંછનો અને વિદ્યાનો છોડ ઘરમાં રોપો છો ત્યારે ગૃહ ક્લેશમાંથી છૂટકારો મળે છે. જો તમારા ઘરમાં નાની-નાની વાતમાં ઝઘડા થતા હોય તો તમારે અચુક આ છોડ લાવવો જોઇએ. ધ્યાન રહે કે આ છોડ તમારા ઘરમાં જ્યાં સૂર્યપ્રકાશ (Sunlight) આવતો હોય ત્યાં રોપવાનો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર