Home /News /dharm-bhakti /Pitru Paksha 2022: ઘરમાં આ જગ્યા પર પિતૃઓની તસવીર લગાવવાથી દેવતા થાય છે નારાજ, આ છે શ્રેષ્ઠ દિશા
Pitru Paksha 2022: ઘરમાં આ જગ્યા પર પિતૃઓની તસવીર લગાવવાથી દેવતા થાય છે નારાજ, આ છે શ્રેષ્ઠ દિશા
પિતૃઓની તસવીર
Pitru Paksha 2022: ઘરમાં ક્યારે પણ પિતૃઓની તસવીર આ રૂમમાં લગાવવી જોઇએ નહીં. જો તમારા ઘરમાં પણ આ રૂમમાં પિતૃઓની તસવીર છે તો તમારે આજે જ આની જગ્યા બદલી નાંખવી જોઇએ. આ જગ્યા પર મુકેલી તસવીર તમને અનેક રીતે હેરાન કરી દે છે.
Pitru Paksha 2022: આપણાં ઘરમાં મુકેલી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણને જાણતાં-અજાણતાં નુકસાન કરે છે અને આપણે અનેક રીતે હેરાન થતા હોઇએ છીએ. આ માટે ઘરમાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુનું મહત્વ ખૂબ રહેલું હોય છે. ગમે તેટલું આપણે ધ્યાન રાખીએ તો પણ ક્યાંકને ક્યાંક આપણાંથી થતી ભૂલોથી આપણે હેરાન થઇ જતા હોઇએ છીએ. એમાં પણ વાસ્તુ અનુસાર ઘરમાં રહેલા મંદિરનું અનેક રીતે મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તસવીરોને આપણે ઘરમાં સાચી દિશામાં મુકતા નથી તો જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓમાંથી બહાર આવવું આપણાં માટે અઘરું બની જાય છે. તો જાણી લો તમે પણ વાસ્તુ અનુસાર આ તસવીરોને ઘરમાં કઇ જગ્યા પર રાખવાથી અશુભ માનવામાં આવે છે.
પિતૃઓની તસવીર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે તમારા પૂર્વજોની તસવીરને સાચી દિશામા રાખતા નથી તો ઘરમાં કલેશ થાય છે. આ સાથે જ અનેક સમસ્યાઓ પણ માથે આવી જાય છે. આ માટે ક્યારે પણ પૂર્વજોની તસવીરને પૂજા રૂમમાં મુકશો નહીં. આ વિશે માનવામાં આવે છે કે, પૂર્વજોની તસવીર પૂજા રૂમમાં મુકવાથી દેવતા નારાજ થઇ શકે છે. ખોટી જગ્યામાં પિતૃઓની તસવીર મુકવાથી અંશાતિ ફેલાઇ શકે છે. આ સાથે જ ઘરના સભ્યોમાં પ્રેમ પણ ઓછો થતો જાય છે.
ક્યારે પણ પિતૃઓની તસવીરો લિવિંગ રૂમમાં લગાવવી જોઇએ નહીં. આ સાથે જ તમે તમારા બેડરૂમમાં પિતૃઓની તસવીર લગાવી છે તો આજે જ એ લઇ લો. આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ છીનવાઇ જાય છે અને આપણે હેરાન થઇ જઇએ છીએ.
પૂજા ઘરમાં ક્યારે ના રાખશો આ તસવીર
પૂર્વજોને દેવતાઓનું સમ્માન માનવામાં આવે છે. પરંતુ પૂજા રૂમમાં એમની તસવીર મુકવી એ અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, પૂજા રૂમમાં પૂર્વજોની તસવીર રાખાથી એ નારાજ થઇ જાય છે અને ઘરમાં દેવતા દોષ લાગે છે. પિતૃઓ અને દેવતાનું સ્થાન હંમેશા અલગ હોય છે. એક જગ્યા પર બન્નેની તસવીર રાખવાથી કોઇના આશીર્વાદ મળી શકતા નથી.
વાસ્તુ અનુસાર પિતૃઓની તસવીર ઘરના ઉત્તર દિશામાં લગાવવી જોઇએ. ઉત્તર દિશામાં તસવીર લગાવવાથી પિતૃઓનું મુખ દક્ષિણ દિશામાં રહે છે અને પિતૃઓની દિશાને દક્ષિણ દિશા માનવામાં આવે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર