Home /News /dharm-bhakti /Pitru Paksha 2022: આ દિવસથી થાય છે પિતૃ પક્ષની શરૂઆત, શ્રાદ્ધ કરતા સમયે ના કરતા આ ભૂલો, નહિં તો..

Pitru Paksha 2022: આ દિવસથી થાય છે પિતૃ પક્ષની શરૂઆત, શ્રાદ્ધ કરતા સમયે ના કરતા આ ભૂલો, નહિં તો..

પિતૃ પક્ષ 2022

Pitru paksha 2022: શ્રાદ્ધ સમયે તમે જાણતા-અજાણતા આ ભૂલો કરો છો તો અનેક તકલીફો જીવનમાં પડે છે. માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે. પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે. તો જાણી લો તમે પણ શ્રાદ્ધ કરવાનું મુહૂર્ત છે, આ સાથે એ પણ જાણો કે પિતૃ પક્ષનું મહત્વ શું છે. આ સાથે તમે ખાસ કરીને પિતૃપક્ષમાં આ ભૂલો કરવાથી બચો.

વધુ જુઓ ...
    Pitru paksha 2022: માન્યતાઓ અનુસાર હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું મહત્વ ખૂબ રહેલું છે. પિતૃ પક્ષ પર પિતૃઓની મુક્તિ માટે કાર્ય કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજોના આશીર્વાદ લેવામાં આવે છે અને આપણાંથી જે ભૂલો થઇ હોય એની માફી માંગવામાં આવે છે. આ દિવસોમાં પૂર્વજો અને પિતૃઓનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવે છે અને એમના માટે પિંડદાન કરવામાં આવે છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂનમથી શરૂ થાય છે અને આશ્વિન માસ એટલે અમાસના દિવસ સુધી ચાલે છે. આ વખતે પિતૃ પક્ષ 2022નું પ્રતિપાદ શ્રાદ્ધ 10 સપ્ટેમ્બરના રોજ 2022થી શરૂ થાય છે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.

    આ 16 દિવસોમાં પરિવારના એ મૃત સભ્યો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમનું મૃત્યુ શુક્લ અને કૃષ્ણ પક્ષમાં થયુ હોય. માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે. પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે. તો જાણી લો તમે પણ શ્રાદ્ધ કરવાનું મુહૂર્ત છે, આ સાથે એ પણ જાણો કે પિતૃ પક્ષનું મહત્વ શું છે. આ સાથે તમે ખાસ કરીને પિતૃપક્ષમાં આ ભૂલો કરવાથી બચો.

    પિતૃ પક્ષનું મુહૂર્ત


    પિતૃ પક્ષ શ્રાદ્ધ, પર્વ શ્રાદ્ધ હોય છે જેને શુભ સમયમાં કરવામાં આવે છે. તો આ દિવસમાં શ્રાદ્ધ અનુષ્ઠાન સમય પણ ખાસ જાણી લો.
    કુતુપ મુહૂર્ત: બપોરના 12.11થી 1.00 વાગ્યા સુધી, સમય, 49 મિનિટ
    રોહિના મુહૂર્ત: બપોરના 01.00 વાગ્યાથી 01.49 વાગ્યા સુધી, 49 મિનિટ
    અપરાહ્ના મુહૂર્ત: 01.49 થી 04.17, 02 કલાક અને 28 મિનિટ

    માનવામાં આવે છે કે, પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. એમની કૃપાથી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે. આ સાથે જ વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે. પિતૃ પક્ષમાં નિયમિત દાન કરવાથી કુંડળીમાંથી પિતૃ દોષ દૂર થાય છે.

    પિતૃ પક્ષમાં ના કરો આ ભૂલો


    હિન્દુ શાસ્ત્રોમાં લસણ અને ડુંગળીને તામસિક માનવામાં આવે છે, જે આપણી ઇન્દ્રિયોને પ્રભાવિત કરે છે. પિતૃ પક્ષ દરમિયાન તમે લસણ અને ડુંગળીનો ઉપયોગ કરશો નહિં. આ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન કોઇ પણ ઉત્સવ મનાવવો જોઇએ નહિં. જો તમે આ સમયે કોઇ પણ ઉત્સવની ઉજવણી કરો છો તો એનાથી પૂર્વજો નારાજ થાય છે અને તમને અનેક તકલીફો પડી શકે છે. આ સમયે કોઇ પણ નવું કામ કરશો નહિં. આ સાથે જ શરાબ જેવી વસ્તુઓને પણ ના કહી દો. પિતૃ પક્ષ દરમિયાન કોઇ પણ વ્યક્તિએ નખ કાપવા જોઇએ નહિં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Pitru paksha, Pitru paksha 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन