સોમવારથી શરૂ થઈ રહ્યો છે Pitru Paksha 2021, જાણી લો શું કરવું અને શું ન કરવું?
સોમવારથી શરૂ થઈ રહ્યો છે Pitru Paksha 2021, જાણી લો શું કરવું અને શું ન કરવું?
પિતૃ પશ્ર વિધિ પ્રતિકાત્મક તસવીર
dharma bhakti news: 20મી સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ (Pitru paksha) શરૂ થઈ રહ્યો છે જે 6 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષમાં આપણા પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ (shradh 2021) કરવામાં આવે છે.
Pitru Paksha 2021: ભાદરવા મહિનાની પૂર્ણિમાથી (bhadaravi poonam) શરૂ થઈને પિતૃમોક્ષમ (Pitru Paksha) અમાસ સુધી પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષ (shradh paksha) ચાલે છે. આજે અનંત ચતુદર્શી પર ગણેશજીની વિદાય (Ganesh visharjan) સાથે 20મી સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે જે 6 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષમાં આપણા પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. દેશની પ્રમુખ જગ્યાઓ જેમ કે હરિદ્વાર (Haridwar), ગયા વગેરેએ જઈને પિંડદાન (Pind dan) કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. જોકે આ સમય દરમિયાન અમુક કાર્યો કરવાની મનાઈ છે.
પિતૃ નારાજ ન થાય એવું કામ ન કરવું
શાસ્ત્રો પ્રમાણે પિતૃપક્ષ દરમિયાન 15 દિવસ પિતૃ પૃથ્વી પર રહે છે અને ત્યાર બાદ પોતાના લોક પાછા જતા રહે છે. આ દરમિયાન પિતૃઓ પોતાના પરિવારજનોની આસપાસ રહે છે. માટે જ આ દિવસો દરમિયાન એવા કોઈ કામ ન કરવા જોઈએ જેથી પિતૃ નારાજ થઈ જાય. પિતૃ પક્ષ દરમિયાન શાકાહારી ભોજન જ કરવું જોઈએ અને નોનવેજ, દારૂથી દૂર રહેવું જોઈએ.
કેમ થાય છે પિતૃ નારાડ
શ્રાદ્ધ કર્મ કરનારા સદસ્યોએ આ દિવસોમાં વાળ કે નખ ન કાપવા જોઈએ. તેમણે બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ. શ્રાદ્ધ કર્મ હંમેશા દિવસે કરવા જોઈએ. સૂર્યાસ્ત બાદ શ્રાદ્ધ અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં દૂધી, કાકડી, ચણા, જીરા અને સરસોનું શાક ન ખાવું જોઈએ. જાનવરો કે પક્ષીઓને પણ હેરાન ન કરવા જોઈએ.
આવું કરવાથી પિતૃ થશે પ્રશન્ન
પિતૃ પક્ષમાં કોઈ જાનવર કે પક્ષી તમારા ઘરે આવે તો તેમને ભોજન જરૂર કરાવવું. પૂર્વજો આવા સ્વરૂપે તમને મળવા આવતા હોવાની માન્યતા છે. પિતૃ પક્ષમાં પતરાળી પર ભોજન કરવું અને બ્રાહ્મણોને પણ પતરાળામાં ભોજન કરાવવું ફળદાયી છે.
આ સમય દરમિયાન આટલા શુભ કામ નકરવા
પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય જેમ કે, લગ્ન, સગાઈ, મુંડન, ગૃહ પ્રવેશ, ઘર માટે મહત્વની વસ્તુઓની ખરીદી વગેરે ન કરવું. આ સમયમાં નવા કપડાં કે કોઈ પણ જાતની ખરીદી અશુભ ગણાય છે. આ દરમિયાન ખૂબ જ સાદું જીવન જીવવા અને સાત્વિક ભોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર