ક્યારે છે સર્વ પિતૃ અમાસ? આ દિવસે આવી ખીરનું દાન કરવાથી મળે છે દુખોમાંથી મુક્તિ

પ્રતીકાત્મક તસવીર

last day of pitru paksha 2021 : શાસ્ત્રોમાં આ અમાસને મોક્ષદાયિની અમાસ કહેવામાં આવે છે.

  • Share this:
    પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતાં મુક્તિકર્મને શ્રાદ્ધ (Shradh 2021) કહેવામાં આવે છે તથા પિતૃઓને (Pitru paksh 2021) તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓને તલમિશ્રિત જળ અર્પિત કરવામાં આવતી ક્રિયાને તર્પણ (Tarpan) કહેવામાં આવે છે. હાલ પિતૃપક્ષના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. પિતૃપક્ષમાં સર્વ પિતૃ અમાસને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. ભાદરવા વદ અમાસ એ પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે કોઈ પિતૃ કે જેનું શ્રાદ્ધ રહી ગયું હોય તેનું શ્રાદ્ધ કરી શકાય છે. આ વખતે 6 ઓક્ટોબર બુધવારે પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થશે. તે સાથે જ શ્રાદ્ધપક્ષ પૂર્ણ થઈ જશે. શાસ્ત્રોમાં આ અમાસને મોક્ષદાયિની અમાસ કહેવામાં આવે છે.

    સ્વજનની તિથી ભૂલી ગયા હોવ તો આ દિવસે શ્રાદ્ધ કરો

    જો તમે સ્વજનની મૃત્યુંની તિથિ ભૂલી ગયા હોવ તો તમે અમાસના દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકો છો. પિતૃપક્ષનો છેલ્લો દિવસ સર્વપિતૃ અમાસે આ દિવસે તમારે બધા પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ. સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ અને દાન કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે. પદ્મ, માર્કંડેય અને અન્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આસો મહિનાની અમાસે પિતૃ પિંડદાન અને તિલાંજલિ ઇચ્છે છે. તેમને જો આ ન મળે તો તેઓ અતૃપ્ત થઇને જ જતાં રહે છે. તેનાથી પિતૃદોષ લાગે છે. મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્યા બાદ પણ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા છૂટી ગયેલાં તમામ પિતૃઓને શ્રાદ્ધ સાથે વિદાય આપવી જોઇએ. તેને મહાલય શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.

    આ વખતે ગજછાયા શુભ યોગ છે

    આ વખતે 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા શુભ યોગ બને છે. આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં ફરીથી 7 ઓક્ટોબરના રોજ આ સંયોગ બનશે. આ વખતે ખાસ વાત એ પણ છે કે, પિતૃપક્ષની અમાસ બુધવારે છે અને આ દિવસે સૂર્ય-ચંદ્ર બંને બુધની રાશિ એટલે કે કન્યામાં રહેશે.

    શ્રાદ્ધ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે

    ગજછાયા યોગનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને મહાભારતમાં કરવામાં આવ્યો છે. આ શુભ યોગમાં પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાનનું અક્ષય ફળ મળે છે. આ શુભયોગમાં શ્રાદ્ધ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ પણ થાય છે. માનવામાં આવે છે કે, ગજછાયા યોગમાં કરવામાં આવેલા શ્રાદ્ધ અને દાનથી પિતૃઓ આવતા 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે.

    આ પણ વાંચો : ધર્મભક્તિની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો

    કેવી ખીરનું દાન કરવું જોઇએ?

    જ્યોતિષશાસ્ત્ર મુજબ ગજછાયા યોગ બે રીતે બને છે. પહેલી રીતે જ્યારે પિતૃપક્ષની તેરમી તિથિ એટલે તેરસ દરમિયાન સૂર્ય હસ્ત નક્ષત્રમાં હોય છે અને ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે તો તેને ગજછાયા યોગ કહેવામાં આવે છે. આવી સ્થિતિ 3 ઓક્ટોબર રવિવારની રાતે 10.30થી રાતે 3.26 સુધી રહેશે. આ યોગ રાતે બનવાથી તેનું મહત્ત્વ રહેતું નથી. કેમ કે ગ્રંથો પ્રમાણે રાતે શ્રાદ્ધ અને દાન કરવાની મનાઈ છે. જ્યારે બીજી રીત મુજબ, પિતૃ પક્ષની અમાસ તિથિએ સૂર્ય અને ચંદ્ર બંને હસ્ત નક્ષત્રમાં હોય તો તેને પણ ગજછાયા યોગ કહેવામાં આવે છે. આવી સ્થિતિ 6 ઓક્ટોબર બુધવારે સૂર્યોદયથી સાંજે 4.34 સુધી રહેશે.આ દિવસે શ્રાદ્ધ અને દાનનું અક્ષય પુણ્ય મળશે. આ શુભયોગમાં પિતૃઓ માટે દૂધ અને ઘી મિક્સ કરેલી ખીરનું દાન કરવાથી પિતૃઓ 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે. આ દિવસે દાન કરવાથી દુખોમાંથી મુક્તિ મળે છે.
    Published by:Kaushal Pancholi
    First published: