Home /News /dharm-bhakti /Astro tips: મીન રાશિના જાતકોને કરવો પડે છે આ સમસ્યાઓનો સામનો, આ રીતે કરો તેનો ઉકેલ
Astro tips: મીન રાશિના જાતકોને કરવો પડે છે આ સમસ્યાઓનો સામનો, આ રીતે કરો તેનો ઉકેલ
પ્રતિકાત્મક તસવીર
Neptune problem and solution: રાશિના લોકોમાં સોશિયલ બોર્ડરનો (social media) અભાવ જોવા મળે છે, જે ટોક્સિક ઈમોશન (Toxic emotion) પેદા કરે છે અને આના કારણે સંબંધો અસ્થિર થઈ જાય છે.
ધર્મભક્તિઃ ગણેશજી કહે છે કે મીન રાશિના (neptune rashi) લોકો અત્યંત સંવેદનશીલ હોય છે અને પરિણામે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રત્યેક રાશિચક્રમાં સંબંધો અને લોકોને જોવાનુ એક અલગ વલણ હોય છે. જ્યારે લોકોની વાત આવે ત્યારે જીતવા માટેના પડકારોનો (problems) એક અનોખો સમૂહ હોય છે. રાશિના લોકોમાં સોશિયલ બોર્ડરનો (social media) અભાવ જોવા મળે છે, જે ટોક્સિક ઈમોશન પેદા કરે છે અને આના કારણે સંબંધો અસ્થિર થઈ જાય છે.
સંબંધોમાં તેમની લાંબા ગાળાની શક્તિ અને આનંદ વધારવા માટે મીન રાશિએ સંબંધોમાં મર્યાદાઓ જાળવવાનું અને તેનું સન્માન કરવાની ટેવ વિકસિત કરવી જરૂરી છે. મીન રાશિનો સ્વામી ભેદી ગ્રહ નેપ્ચ્યુન માનવામાં આવે છે. ગ્રહને વિઝનરી અને સ્વપ્નદ્રષ્ટા માનવામાં આવે છે. જો કે, સ્વપ્નોની દનિયામાં સતત જીવતા રહેવાની તેમની પસંદગી તેમને અમુક સમયે ગેરવાજબી બનાવી શકે છે. લાંબા ગાળા સુધી સંબંધો અને જીવનને લગતી બાબતોમાં વધુ પ્રમાણિક રહેવાથી તમને વધુ પડતા દુઃખ ટાળવામાં મદદ મળી શકે છે.
મીન રાશિની વ્યક્તિઓ મુક્ત-આત્મા છે, જેઓ તેમની લાગણીઓને અનુસરવાનું પસંદ કરતા હોય છે, સાહસિક બનવાનું અને પવન સાથે દોડવાનુ પસંદ કરે છે. તેમ છતાં જો મીન રાશિના લોકો નિર્ધારિત વ્યવસ્થા જાળવવામાં અથવા અન્ય લોકોના સમયનો આદર કરવામાં નિષ્ફળ જાય, તો તેમનો વિચિત્ર અભિગમ અવિશ્વસનીય બની શકે છે. મીન રાશિના લોકોએ તેમની દિનચર્યા માટે સમયપત્રક અને આયોજનના બોર્ડમાં વધુ એકાગ્ર બનવા માટે પૂરતા પ્રયાસ કરવા જોઈએ.
દરેક વ્યક્તિ મીન રાશિની જેમ સમજદાર હોતી નથી, તેમ છતાં તેઓ વારંવાર એ હકીકતને નજરઅંદાજ કરે છે કે દરેક વ્યક્તિ લોકોના વિચારો વાંચી શકતી નથી. અન્ય લોકો તેમની લાગણીઓ, શંકાઓ અને આંતરદૃષ્ટિને સમજે છે તેવું અનુમાન કરવાને બદલે, મીન રાશિએ તેમની લાગણીઓ, શંકાઓ અને અંતર્મનની લાગણીઓને વાણીમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ.
મીન રાશિના લોકો અન્યો પ્રત્યે વધુ સહાનૂભૂતિ ધરાવે છે, અન્ય લોકો માટે કોઈપણ મુશ્કેલીઓ અથવા જટિલ ટીકા ઉભી કરવી તેમની માટે મુશ્કેલ હોય છે. મીન રાશિના જાતકોએ તેમની ઈન્ટરપ્રિટેન્શન સ્કિલ સુધારવા પર કામ કરવું જોઈએ, જેથી કરીને જ્યારે તેઓ લાગણીશીલ હોય ત્યારે તેઓ પોતાની જાતને વાતચીતના માધ્યમથી અન્યો સાથે જોડી શકે અને વસ્તુઓ હાથમાંથી નીકળી જાય તે પહેલાં તે તેને હલ કરી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર