Home /News /dharm-bhakti /

Lucky Number : આ મૂળાંકના લોકો ધન, બુદ્ધિ અને ક્રિએટિવિટીમાં હોય છે અવ્વલ, નોકરી કે બિઝનેસ દરેક ક્ષેત્રે વાગે છે ડંકો

Lucky Number : આ મૂળાંકના લોકો ધન, બુદ્ધિ અને ક્રિએટિવિટીમાં હોય છે અવ્વલ, નોકરી કે બિઝનેસ દરેક ક્ષેત્રે વાગે છે ડંકો

અંક શાસ્ત્ર મુજબ આવા જાતકો દરેક ક્ષેત્રે સફળ થાય છે.

જેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોના આધારે તેનું ભવિષ્ય જાણી શકાય છે. તેવી જ રીતે વ્યક્તિની જન્મ તારીખનો સરવાlળાના આધારે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી નજીકની વસ્તુઓ ખૂબ જ સરળતાથી જાણી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના ગ્રહો અને નક્ષત્રોના આધારે વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. તેવી જ રીતે વ્યક્તિની જન્મ તારીખનો સરવાlળાના આધારે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી નજીકની વસ્તુઓ ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. અંકશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિનો મૂળાંક તેની જન્મ તારીખનો સરવાળો હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ 25મી તારીખે જન્મે છે તો તેનો મૂળાંક 2+5 = 7 થાય છે.

આજે આપણે મૂળાંક 2 સાથે સંકળાયેલા લોકોના ભવિષ્ય વિશે જાણીશું. કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. આ મૂળાંકના લોકો ધન સંગ્રહ કરવામાં - બચત કરવામાં નિષ્ણાંત હોય છે. બેંક બેલેન્સ જાળવીને કેવી રીતે ચાલવું તે ખરી રીતે જાણે છે. આટલું જ નહીં તેઓ નોકરી અને વ્યવસાય બંનેમાં તજજ્ઞ છે. તેઓ જે કામ હાથમાં લે તેમાં સફળતા મેળવે છે.

Surya Grahan 2022: દિવાળીની રાતથી જ લાગી જશે સૂર્યગ્રહણ, સૂર્યગ્રહણની આ પ્રકારે થશે અસર

તો આવો જાણીએ તેમના વિશે વધુ રસપ્રદ માહિતી.....

મૂળાંક 2 લોકો બુદ્ધિમાં તેજ હોય છે

આ મૂળાંકના લોકો નોકરી અને વ્યવસાય બંનેમાં ઝડપી હોય છે. તેઓ જે પણ કરે છે દરેક કાર્યમાં તેમને સફળતા મળે છે અને ખૂબ પૈસા કમાય છે. તેઓને ધંધામાં સફળતા મળવાના ચાન્સ ખૂબ જ વધુ છે. આ લોકો દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે, જેના કારણે દરેક વ્યક્તિ તરત જ આકર્ષિત થઈ જાય છે. તેઓ તૈયાર થવાના, સરસ દેખાવાના શોખીન છે. તેમનું મગજ પણ તેજ હોય છે તેથી તેને બૌદ્ધિક કાર્યમાં સફળતા મળે છે. દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો પણ કરી જાણે છે.

ક્રિએટીવ માઈન્ડ સેટ :

આ મૂળાંકના લોકો ખૂબ જ ક્રિએટીવ એટલે કે સર્જનાત્મક હોય છે. તેમના રસના વિષયમાં સંગીત, લેખન અને કળા છે. તેઓ બોલવામાં પણ માહિર હોય છે અને તેમની આ સ્ટાઈલ કોઈને પણ દિવાના બનાવી દે છે. આ લોકો દરેક જગ્યાએ વખાણના પાત્ર બની જાય છે. મૂળાંક 2ના લોકોમાં આત્મવિશ્વાસની થોડી ઘટ હોય છે. આ કારણે આ લોકો કોઈ પણ વાતનો નિર્ણય લેવામાં તેઓ ઘણું વિચારે છે. આ સિવાય તેમનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.

Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ એક છોડ, કાયમ માટે લાવે છે સદભાગ્ય

અહી ઉલ્લેખનિય છે કે, આ મૂળાંકના લોકો માટે 2, 11, 20 અને 29 તારીખો શુભ સાબિત થાય છે. જો આ તિથિ કે તારીખો પર કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિને તેમાં સફળતા મળે છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Lucky zodiac, Numerology, Numerology Suggestions

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन