Home /News /dharm-bhakti /

બદલો લઈને જ જંપે છે આ રાશિના લોકો, નાની ભૂલને પણ નથી કરતાં માફ

બદલો લઈને જ જંપે છે આ રાશિના લોકો, નાની ભૂલને પણ નથી કરતાં માફ

બદલો લઈને જ જંપે છે આ રાશિના લોકો

Personality According Rashi: કોઈ ઘટનાને બની ચુક્યાને ઘણો સમય વીતી ગયો હોય અને હવે તે સુસંગત પણ ન હોય તેમ છતાં આવી રાશિના જાતકો બદલો લેવા માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાનો સમય બદલો લેવાની વ્યૂહરચના ઘડવામાં વિતાવે છે. ત્યારે આજે અહીં બદલો લેવા માંગતી 4 રાશિઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    રાશિ ચક્રની અલગ અલગ રાશિ (Zodiac signs)ના જાતકો અલગ અલગ સ્વભાવ ધરાવે છે. કોઈ ઘટના કે સ્થિતિમાં તેઓ પોતાની રાશિની અસર મુજબ પ્રતિભાવ આપે છે. અમુક રાશિના જાતકો બદલો (Revenge) લેવામાં માનતા નથી તો કેટલીક રાશિના જાતકો નાની મોટી દરેક બાબતમાં હંમેશા બદલો લેવાની ફિરાકમાં રહે છે. તેઓ બદલો લીધા વગર રહી શકતા નથી.

    કોઈ ઘટનાને બની ચુક્યાને ઘણો સમય વીતી ગયો હોય અને હવે તે સુસંગત પણ ન હોય તેમ છતાં આવી રાશિના જાતકો બદલો લેવા માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાનો સમય બદલો લેવાની વ્યૂહરચના ઘડવામાં વિતાવે છે. ત્યારે આજે અહીં બદલો લેવા માંગતી 4 રાશિઓ અંગે જાણકારી આપવામાં આવી છે.

    આ પણ વાંચો: Janmashtami 2022: ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ પાંચ વસ્તુ, પુજા કરતી વખતે જરૂર કરો સામેલ

    વૃષભ


    બધી રાશિઓમાં વૃષભ રાશિના જાતકો સૌથી ઓછા દયાળુ છે અને સૌથી લાંબા સમય સુધી દ્વેષભાવ રાખે છે. તેમને ભૂલો પસંદ નથી અને તેઓ ખૂબ જ જિદ્દી હોય છે. તેમની સહનશક્તિની હદ સુધી તેઓ તમને ઘણી વખત માફ કરી દેશે, પણ અમુક તબક્કા પછી તેઓ ગુસ્સે થશે અને તમને તમારી ભૂલનું ભાન થાય તે માટે બદલો લેશે.

    Zodiac signs Revenge
    કર્ક રાશિના જાતકો ભૂલોને ભૂલી શકતા નથી. તેઓ નફરતને મનમાં દબાવી રાખે છે

    કર્ક


    કર્ક રાશિના જાતકો ભૂલોને ભૂલી શકતા નથી. તેઓ નફરતને મનમાં દબાવી રાખે છે. જ્યાં સુધી તે તેમની સહનશીલતાની હદમાં હોય ત્યાં સુધી બધું ઠીક છે. પણ જ્યારે તેની બહાર જતું રહે ત્યારે નફરત ફાટી નીકળે છે. તેઓ તમારી ભૂલો મનમાં દબાવી રાખે છે, પણ તેઓ ક્યારેય તે ભૂલતા નથી. આવી સ્મૃતિ તેમને વધુ નુકસાન પહોંચાડવાનું શરૂ કરે, તો તેઓ ખરાબ યાદોને સંપૂર્ણપણે ભૂંસી નાખવા માટે જરૂરી કોઈપણ પ્રકારનો બદલો લેવા તમામ પ્રયત્નો કરે છે.

    આ પણ વાંચો: Janmashtami 2022: જન્માષ્ટમીના દિવસે બની રહ્યો છે શુભ સંયોગ, રાશિ અનુસાર ભોગ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થશે

    સિંહ


    આમ તો આ રાશિના જાતકોને ક્ષમાશીલ ગણવામાં આવે છે. તેઓ મનમાં ફરિયાદો રાખતા નથી. જો કે, જો તમે તેમને નુકસાન પહોંચાડશો તો તેઓ બદલો લેવાની ભાવનાથી તરત જ તમને પોતાના જીવનમાંથી બહાર કાઢશે. તમારા પ્રત્યે તેમની વફાદારી અથવા વિશ્વાસઘાત તમે તેમની સાથે કેવું વર્તન કરો છો તેના આધારે હોય છે. તમે તેમની સાથે ખરાબ વર્તન કરશો તો તેઓ તમારી પરવાહ કરશે નહીં.

    Zodiac signs Revenge
    વૃશ્ચિક રાશિના જાતકો દ્વેષભાવ રાખવામાં અવ્વલ ગણાય છે. જ્યારે ભૂલોને નજરઅંદાજ કરવામાં અથવા ભૂલી જવામાં ધીમા હોય છે

    વૃશ્ચિક


    વૃશ્ચિક રાશિના જાતકો દ્વેષભાવ રાખવામાં અવ્વલ ગણાય છે. જ્યારે ભૂલોને નજરઅંદાજ કરવામાં અથવા ભૂલી જવામાં ધીમા હોય છે. તેમને છેતરવામાં આવે તે ગમતું નથી, તેથી જો તેમની સાથે આવું થાય છે, તો તેઓ તે વ્યક્તિને જીવનભર માટે જવાબદાર ઠેરવી શકે છે. જો તમે ક્યારેય તેમને દગો આપશો તો તેઓ બદલો લેશે જ. જેનાથી તમે જે કંઈ પણ ખોટું કર્યું છે તેનો તમને પસ્તાવો થશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Astrology, DharmaBhakti, Gujarati Rashifal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन