health tips: વર્કિંગ શિફ્ટ (Working shift) તથા અન્ય કારણોસર રાત્રે જલ્દી સૂઈ શકાતું નથી. પહેલા લોકોને આઠ વાગ્યે સૂઈ જવાની આદત નથી. હવે લોકોને સૂતા સૂતા 12 વાગી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મે ઘણા લોકોને મોઢે સાંભળ્યું હશે કે, સવારે વહેલા ઉઠવાથી આરોગ્ય સ્વસ્થ રહે છે. તમે વહેલા ઊઠવાની કોશિશ પણ કરી હશે. હાલમાં લોકોની લાઈફસ્ટાઈલ (lifestyle) સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વર્કિંગ શિફ્ટ (Working shift) તથા અન્ય કારણોસર રાત્રે જલ્દી સૂઈ શકાતું નથી. પહેલા લોકોને આઠ વાગ્યે સૂઈ જવાની આદત નથી. હવે લોકોને સૂતા સૂતા 12 વાગી જાય છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થયો છે કે,રાત્રે મોડા સૂવું અને સવારે વહેલા ઉઠવું કેટલા અંશે યોગ્ય છે? ડૉકટર આ અંગે શું કહે છે તેની વિગતવાર જાણકારી આપવામાં આવી છે. આવો જાણીએ કઈ પરિસ્થિતિઓમાં સવારે વહેલું ઊઠવું ખોટું સાબિત થઈ શકે છે.
આ અંગે મણિપાલ હોસ્પિટલના કન્સલટન્ટ ન્યૂરોલોજી ડૉ.પૂનમ ચંદ્રશેખર અવતરે જણાવ્યું છે કે, આજકાલ શિફ્ટમાં કામ કરતા વ્યક્તિઓની પ્રાથમિકતા અલગ અલગ હોય છે. જેના કારણે તેમના કામ કરવાનો સમય બદલાતો રહે છે. આ પરિસ્થિતિમાં જો જરૂર ના હોય તો સવારે વહેલા ઊઠવાની જરૂર નથી. ડૉકટર જણાવે છે કે, જ્યાં સુધી વહેલા ઊઠવાની જૈવિકરૂપે જરૂરિયાત ના હોય ત્યાં સુધી ખુદને વહેલા ઊઠવા માટે મજબૂર ના કરવું જોઈએ. આ પ્રકારે સતત કરવાથી અલગ અલગ મુશ્કેલીઓ આવી શકે છે.
સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે
ડૉ.અવતરેએ જણાવ્યું કે, હું એવું માનું છું કે સવારે વહેલા ઉઠવાથી પ્રોડક્ટિવિટીમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. આ ઉપરાંત સમય વ્યવસ્થાપન પર પણ કોઈ અસર થતી નથી. આ પરિસ્થિતિમાં સાધારણ રૂટીન જળવાઈ રહે છે. પરંપરાગત કોર્પોરેટ્સની જેમ શેડ્યૂલ ધરાવતા લોકો ખૂબ જ સકારાત્મક વ્યક્તિત્વ ધરાવે છે. આ વ્યક્તિઓ જલ્દી ઊઠે તો તેઓ સારી પ્રોડક્ટિવિટી અનુસાર કામ કરી શકે છે. જેનાથી તમે લાઈફ પર કંટ્રોલ મેળવી લીધો હોય તેવું લાગે છે.
કાર્યક્ષમતા પર અસર
ડૉકટર જણાવે છે કે, ‘જો કોઈ કારણોસર તમે વહેલા ઉઠી શકતા નથી. તેમ છતાં, વહેલા ઉઠવાની કોશિશ કરો તો તમે કામ કરવાના સમયે કામ કરી શકતા નથી. આ કારણોસર તમારા આરોગ્ય પર ખરાબ અસર પડે છે. જે તમને સૂટ થાય તે અને તમારા કામ અનુસાર રૂટીન બનાવવું જરૂરી છે.’
માનસિક સ્વાસ્થ્ય પર અસર
ડૉકટર અનુસાર જો તમે ઊંઘ પૂરી ના કરો અને વહેલા ઉઠો તો તેના કારણે નકારાત્મક અસર થાય છે. જેમ કે, મૂડ બદલાવો, એકાગ્રતાનો અભાવ, વજન વધવું, હ્રદય રોગની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ કારણોસર જો તમે રાત્રે મોડા સૂવો છો તો તમારે સવારે વહેલા ના ઉઠવું જોઈએ.
મેદસ્વીતા વધવાનું જોખમ
ડૉકટરે જણાવે છે કે, ઊંઘ પૂરી ના થાય તો મેદસ્વીતા વધવાનું જોખમ રહેલું છે. આ પરિસ્થિતિમાં પોતાના શેડ્યૂલ અનુસાર રૂટીન બનાવો. આ રૂટીનના આધાર પર કામ કરો. ક્યારેય પણ તણાવ ના લેવો, તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આ કારણોસર ઓછામાં ઓછા 6 થી 7 કલાકની ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર