આ રાશિના લોકોને હોય છે સેક્સની આદત, જાણો અન્ય રાશિના લોકો વિશે

News18 Gujarati
Updated: January 4, 2020, 11:12 PM IST
આ રાશિના લોકોને હોય છે સેક્સની આદત, જાણો અન્ય રાશિના લોકો વિશે
પ્રતિકાત્મક તસવીર

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, તમારી રાશિ તમારા વ્યસન પાછળ જવાબદાર હોય છે. અહીં કઇ રાશિને કઇ લત લાગવાની સૌથી વધારે શક્યતા છે તેની જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ તમામ વ્યક્તિને કાંઇને કાંઇ વ્યસન રહેતું હોય છે. ઘણાને કોફી કે ચાનું વ્યસન હોય છે તો ઘણાને સિગરેટ કે તમાકુનું વ્યસન (Addiction) હોય છે. તો ઘણાને અલગ અલગ જગ્યાએ ફરવાનો શોખ હોય છે તો ઘણાને બુક વાંચવાનું વ્યસન હોય છે. આ વ્યસન તમારા વ્યક્તિત્વનો ભાગ બની જતો હોય છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) પ્રમાણે, તમારી રાશિ તમારા વ્યસન પાછળ જવાબદાર હોય છે. અહીં કઇ રાશિને (zodiac) કઇ લત લાગવાની સૌથી વધારે શક્યતા છે તેની જાણકારી આપવામાં આવી છે.

વૃશ્ચિક રાશિના લોકો હંમેશા સેક્સના (sex) વિચારો કરતા હોય છે. તેઓને સેક્સમાં જ રસ હોય છે. તે સેક્સમાં ખૂબ જ સક્રિય હોય છે અને આ કારણે તેમના પાર્ટનરને ઘણી મુશ્કેલી પણ પડે છે. એક રીતે કહીએ તો તેમને સેક્સમાં ખૂબ રસ હોય છે.

મિથુન રાશિના લોકોને સરળતાથી સ્મોકિંગની લત લાગી જતી હોય છે. તેઓ થોડા થોડા સમયે સિગરેટ પીતા હોય છે. તેઓને સિગરેટ પીતા લોકો સાથે જલદીથી ફ્રેન્ડશિપ થઇ જતી હોય છે. તેઓને આવા લોકો જ ખૂબ પસંદ હોય છે. આવા લોકો થોડા ટેન્શનમાં આવે તો તરત જ સ્મોકિંગ કરવા લાગે છે. તેમના માટે સિગરેટ છોડવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

મેષ રાશિના લોકો માટે કોફી એ શરીરમાં સ્ફૂર્તિ માટેનું સારુ માધ્યમ છે. આવા લોકો માટે કૉફી એક જરૂરિયાત બની જાય છે. તેઓની કોફીનું વ્યસન એટલું બધુ હોય છે કે તેમને કોફી વિના જરા પણ ચાલતુ નથી. તેઓ અડધી રાત્રે પણ કોફી પીવા તૈયાર થઇ જતા હોય છે. તે કૉફીની સ્વાસ્થ્ય પર પડનારી સાઈડ ઈફેક્ટ્સને પણ ઈગ્નોર કરી દે છે.

વૃષભ રાશિના લોકો ખાવા-પીવાના શોખીન હોય છે. તેઓ ખાધા વિના એક મિનિટ પણ રહી શકતા નથી. તેઓ કોઇ ફંક્શનમાં જાય ત્યારે તેમનું ધ્યાન જમવા પર જ રહેશે.

કર્ક રાશિના લોકો ખૂબ જ ઇમોશનલ હોય છે. તેઓ બહુ જલદી દુખી થઇ જાય છે. તેઓ નાની નાની વાતમાં પેઇનકિલર્સ લેતા હોય છે. તેમને એવુ લાગે છે કે દવા ગળવાથી તેમના દુઃખ દૂર થઈ જશે.સિંહ રાશિના લોકોને શોપિંગનો ગાંડો શોખ હોય છે. તેમને દેખાવમાં પણ પરફેક્ટ રહેવુ ગમે છે. આથી તે કપડા કે અન્ય ચીજોની શોપિંગમાં પાછીપાની કરતા નથી. તેમને શોપિંગ કરવું ખૂબ જ ગમે છે.

કન્યા રાશિના લોકોને કસરતનો ખૂબ શોખ હોય છે. આવા લોકોને પરફેક્ટ બોડી ખૂબ પસંદ હોય છે. તેમની સામે આવતા પડકારોનો સામનો કરે છે. તેમને વહેલા ઊઠીને પણ જિમ જવામાં વાંધો નથી આવતો.

તુલા રાશિના લોકોને સોશિયલ મીડિયાની ખૂબ લત હોય છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર માટે ક્રેઝી હોય છે. તે આખા દિવસ દરમિયાન સેંકડો વાર પોતાનો ફોન ચેક કરે છે. તે અવારનવાર પોતાના ડીપી બદલતા રહે છે અને પોતાની પ્રવૃત્તિઓ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખતા રહે છે.

ધન રાશિના લોકોને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હોય છે. તેમને ફરતા રહેવુ ખૂબ જ પસંદ છે. તે સ્વતંત્ર મિજાજના હોય છે અને આથી જ કમિટમેન્ટ આપતા ડરતા હોય છે.

મકર રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તે હંમેશા વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. કામમાં હોય ત્યારે તે પોતાની જાતને અને આસપાસની દુનિયાને પણ ભૂલી જાય છે. તેમના માટે તેમનું કામ જ મહત્વનું છે.

મીન રાશિના લોકોને વીડિયો ગેમ રમવાનો અને નવી નવી પુસ્તક વાંચનો શોખ છે.આ રાશિના લોકો જન્મજાત બુદ્ધિશાળી હોય છે. વિડીયો ગેમ્સ અને બુક્સ વિના તેઓ રહી શકતા નથી. તેઓ બુક્સ અને વીડિયો ગેમ રમવાને ખૂબ પસંદ કરે છે. તે વિડીયો ગેમના બંધાણી હોય છે અને કલાકો સુધી ગેમ્સ રમી શકે છે.
First published: January 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading