Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્ર મુજબ 12 રાશિઓનો સ્વભાવ અલગ અલગ હોય છે. દરેક રાશિઓના સ્વામી 9 ગ્રહ છે અને તે જ ગ્રહોનો પ્રભાવ રાશિઓ ઉપર પડે છે. માટે દરેક વ્યક્તિની કાર્યશૈલી, સ્વભાવ, ચરિત્ર અને કાર્યક્ષમતા પણ અલગ હોય છે. જ્યોતિષ અનુસાર અમુક રાશિના લોકો ઘણા પૈસા ખર્ચે છે. તેઓ એવી લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે જેમાં વધારે ખર્ચા થાય છે. તેમના આવા ઉડાઉ સ્વભાવના કારણે તેમની પાસે પૈસા ટકતા નથી. એટલું જ નહીં, તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી હોતી તો પણ તેઓ ખર્ચ કરવામાં અન્ય કરતાં આગળ હોય છે. આવો જાણીએ એ 4 રાશિઓ વિશે જેના જાતકો અત્યંત ખર્ચાળ હોય છે.
મિથુન (Gemini)
મિથુન પર બુધ ગ્રહનું આધિપત્ય રહે છે. બુધ ગ્રહના પ્રભાવને કારણે આ રાશિના લોકો હોંશિયાર તો હોય જ છે, ઉપરાંત પૈસા ખર્ચવામાં પણ આગળ હોય છે. તેઓ તેમની જીવનશૈલી અને ખોરાક પર ઘણો ખર્ચ કરે છે. આ સિવાય તેમને પૈસા મળવામાં વાર લાગે છે, પરંતુ ખર્ચ કરવામાં સમયની રાહ નથી જોતા.
સિંહ રાશિ પર સૂર્ય ગ્રહનું આધિપત્ય છે. આ રાશિના લોકોને શાહી ઠાઠમાઠમાં રહેવું ગમે છે. આ કારણે તેઓ ઘણો ખર્ચ કરે છે. જોકે, કેટલીકવાર તેમની આ આદત તેમને લોન લેવાની પણ ફરજ પાડે છે. પૈસા આવ્યા પછી ક્યાં ખર્ચવા, એ વિશે એક વાર પણ વિચારતા નથી.
તુલા (Libra)
તુલા રાશિ પર શુક્રનું આધિપત્ય હોય છે. જેના કારણે આ રાશિના લોકો પાસે ખૂબ પૈસો આવે છે. મોંઘી વસ્તુઓ પ્રત્યેના શોખને કારણે તેઓ ઘણા પૈસા ખર્ચે છે. આ રાશિના લોકો પૈસા ખર્ચવામાં નંબર વન હોય છે. ઉડાઉ સ્વભાવના કારણે આ રાશિના લોકો પાસે પૈસા બચાવવામાં મુશ્કેલી પડે છે. કેટલીકવાર તેમને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળના પ્રભાવને કારણે આ રાશિના લોકો પૈસા ખર્ચવામાં બીજા કરતા આગળ હોય છે. તેઓ તેમની જીવનશૈલી પર ઘણા પૈસા ખર્ચે છે. પૈસાની પરવા કર્યા વિના મુક્તપણે ખર્ચ કરે છે. જ્યારે ખર્ચની વાત આવે ત્યારે તેઓ પીછેહઠ કરતા નથી. આવી સ્થિતિમાં તેમની પાસે પૈસા ટકવા મુશ્કેલ છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર