Home /News /dharm-bhakti /

Zodiac Signs: આ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા હોય છે શુભ

Zodiac Signs: આ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા હોય છે શુભ

આ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા શુભ રહેશે.

Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર કેટલીક રાશિઓ માટે સોનાના ઘરેણાં પહેરવા ખૂબ જ ફાયદાકારક હોય છે. જો કોઈ વ્યક્તિ સોનાની વીંટી પહેરે છે તો તેની કુંડળીમાં શુભ કે અશુભ પ્રભાવ પડવા લાગે છે.

    Zodiac Signs: ભારતીય સમાજમાં સોનાના આભૂષણો (Gold Ornaments) પહેરવાનું એક અલગ જ ચલણ છે. સોનું દરેક વ્યક્તિને ગમે છે. તેને મંદિરોમાં દેવી-દેવતાઓને પણ આદર સાથે અર્પણ કરવામાં આવે છે. બીજી તરફ જો જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની વાત કરીએ તો તેના અનુસાર કેટલીક રાશિઓ માટે સોનાના ઘરેણાં પહેરવા ખૂબ જ ફાયદાકારક હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોનાની વીંટી પહેરે છે તો તેની કુંડળીમાં શુભ કે અશુભ પ્રભાવ પડવા લાગે છે. સોનું પહેરવાથી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ બળવાન બને છે અને તેની અશુભ અસરોથી સરળતાથી બચી શકાય છે. ગુરુ ગ્રહ બળવાન હોવાથી વ્યક્તિના માન-સન્માનમાં વૃદ્ધિની સાથે આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. જાણો કોના માટે સોનાથી બનેલા આભૂષણો પહેરવા શુભ હોય છે.

    મેષ રાશિ (Aries)

    મેષ રાશિના જાતકો માટે સોનાના ઘરેણાં પહેરવા શુભ રહેશે. કારણ કે આ રાશિનો સ્વામી સૂર્ય છે અને તેનો ગુરુ ગ્રહ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે. તેથી આ રાશિના જાતકો સોનાની વસ્તુઓ પહેરશે તો તેમનું ભાગ્ય ચમકશે. આ સાથે જ પરિવાર વચ્ચેના તમામ મતભેદો દૂર થઈ જશે અને તમામ પ્રકારના દેવામાંથી મુક્તિ મળશે.

    આ પણ વાંચો: આ 6 રાશિના લોકો હોય છે દગાખોર, પ્રેમ કરશો તો પસ્તાશો

    સિંહ રાશિ (Leo)

    આ રાશિના લોકોએ પણ સોનાની વીંટી જરૂર પહેરવી જોઈએ. કારણ કે આ રાશિનો સ્વામી સૂર્ય છે અને સ્વર્ણનો કારક ગુરુ છે અને બંને વચ્ચેના સંબંધો સારા છે. તેથી આ રાશિના લોકોએ સોનું પહેરવું જોઈએ. તેનાથી સંબંધો મજબૂત થશે અને નોકરી-ધંધામાં લાભ મળશે.

    કન્યા રાશિ (Virgo)

    આ રાશિના લોકોની કુંડળીમાં ગુરુ પાંચમા અને સાતમા ભાવનો સ્વામી છે. આવી સ્થિતિમાં સોનાના ઘરેણાં પહેરવાથી શુભ ફળ મળે છે. આ સાથે આવનારા સમયમાં ધીરે ધીરે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.

    આ પણ વાંચો: આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો હોય છે પોઝિટિવ અને આત્મવિશ્વાસથી ભરપૂર

    ધનુ રાશિ (Sagittarius)

    ધનુ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે અને સોનાનો કારક પણ ગુરુ છે. એવામાં આ રાશિના લોકો માટે સોનાની વસ્તુઓ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે. સોનાના આભૂષણો પહેરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharma bhakti, Horoscope in gujarati, Zodiac signs, ધર્મભક્તિ

    આગામી સમાચાર