Zodiac Signs: આ 5 રાશિના જાતકો હોય છે ખૂબ બેદરકાર, જાણો તમારી રાશિ છે કે નહીં
Zodiac Signs: આ 5 રાશિના જાતકો હોય છે ખૂબ બેદરકાર, જાણો તમારી રાશિ છે કે નહીં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સ્વભાવ પર તેની રાશિનો પ્રભાવ રહે છે. (Image- shutterstock)
Zodiac Signs: દરેક વ્યક્તિનો વ્યવહાર અને સ્વભાવ અલગ-અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સ્વભાવ પર તેની રાશિનો પ્રભાવ રહે છે. આવો જાણીએ એ અનુસાર કઈ રાશિના લોકો બેદરકાર હોય છે.
Zodiac Signs: આપણે કોઈ એવી વ્યક્તિ વિશે જાણતા જ હશું જે ખૂબ બેદરકાર હશે. ઓફિસ મીટીંગમાં વિલંબ હોય કે પછી કોલેજ પ્રેઝન્ટેશન અધૂરું હોય, તેમનું કોઇપણ કામ સમયસર પૂરું નથી થતું. ઘણી વખત તેમનો આ કેરલેસ (Careless Zodiac Signs) નેચર લોકોને પસંદ નથી આવતો. આ સ્વભાવ પાછળ જ્યોતિષ જવાબદાર હોઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ 12 રાશિઓનો સ્વભાવ અલગ અલગ હોય છે. દરેક રાશિઓના સ્વામી 9 ગ્રહ છે અને તે જ ગ્રહોનો પ્રભાવ રાશિઓ ઉપર પડે છે. માટે દરેક વ્યક્તિની કાર્યશૈલી, સ્વભાવ, ગુણ-અવગુણ, ચરિત્ર અને કાર્યક્ષમતા પણ અલગ હોય છે. તેના પરથી વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી 5 રાશિ વિશે જણાવવામાં આવ્યું છે જે સ્વભાવે બેદરકાર હોય છે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના લોકો ખૂબ બેદરકાર માનવામાં આવે છે. આ રાશિના લોકો પોતાની વસ્તુનું યોગ્ય રીતે ધ્યાન નથી રાખી શકતા. જો કે, આ રાશિના લોકો બહુ વિનમ્ર હોય છે. તેઓ લોકોની જરૂર પડે ત્યારે મદદ કરે છે. તેઓ ખૂબ ઈમાનદાર હોય છે. ઘણી વખત બેદરકારીને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ રાશિના જાતકો બહુ આળસુ હોય છે. તેમને બહુ બેદરકાર માનવામાં આવે છે. જો કે, તેઓ બહુ બુદ્ધિમાન અને સમજદાર હોય છે. આ લોકો જીવનમાં બહુ ચિંતા નથી કરતા. તેઓ હંમેશા સત્યનો સાથ આપે છે. તેમને ઘણી વખત નફિકરા સ્વભાવને કારણે પરેશાની થાય છે.
સિંહ રાશિ (Leo)
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના લોકો પણ બેપરવા હોય છે જેથી તેઓ અવારનવાર મુશ્કેલીમાં પડે છે. તેઓ પોતાના સામાનને અસ્તવ્યસ્ત રાખે છે, પોતાની ચિંતા પણ નથી કરતા. જો કે, આ રાશિના જાતકો બહુ ઈમાનદાર અને સાચા હોય છે. તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે અને એ માટે તેમને ઘણી મહેનત કરવી પડે છે.
મીન રાશિના જાતકો બહુ ભાવુક સ્વભાવના હોય છે અને સૌથી વધુ આશાવાદી હોય છે. તેઓ જાણે છે કે બધું સારું થશે. પરંતુ ક્યારેક વધુ સારી પરિસ્થિતિની તલાશમાં તેઓ બેદરકાર બની જાય છે.
મિથુન રાશિ (Gemini)
આ રાશિના જાતકો બહુ મનમોજી હોય છે. જેમ તેમનું મન કહે એમ જ તેઓ કરે છે. તે પરિણામ વિશે વધુ નથી વિચારતા. તેમનું બેદરકારીભર્યું વલણ ક્યારેક તેમને મુશ્કેલીમાં નાખી દે છે. જો કે, આ રાશિના લોકો ખુલ્લા વિચારના હોય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર