Home /News /dharm-bhakti /

Zodiac Signs: અત્યંત સાફ દિલના હોય છે આ 3 રાશિના લોકો, કોઈથી પણ દુશ્મની નથી રાખતા!

Zodiac Signs: અત્યંત સાફ દિલના હોય છે આ 3 રાશિના લોકો, કોઈથી પણ દુશ્મની નથી રાખતા!

3 રાશિ (Zodiac Signs) એવી છે જેના જાતકો ખૂબ સાફ દિલના હોય છે. (Image credit- shutterstock)

Zodiac Signs Nature: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં 12 રાશિમાંથી 3 રાશિ એવી જણાવવામાં આવી છે જેના જાતકો ખૂબ વિનમ્ર સ્વભાવના હોય છે. તેઓ કોઈથી પણ દુશ્મની કે વેરભાવ નથી રાખતા.

    Zodiac Signs: દરેક વ્યક્તિની કોઈ એક રાશિ હોય છે અને જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં દરેક રાશિથી સંબંધિત લોકોનો સ્વભાવ, ગુણ, અવગુણ અને ભવિષ્ય વિશે જણાવવામાં આવે છે. એ મુજબ 12 રાશિમાંથી 3 રાશિ (Zodiac Signs Nature) એવી જણાવવામાં આવી છે જેના જાતકો ખૂબ વિનમ્ર સ્વભાવના હોય છે. તેઓ કોઈથી પણ દુશ્મની કે વેરભાવ નથી રાખતા. આ રાશિના લોકો જૂની વાતો ભૂલીને લોકોની ભૂલો માફ કરવામાં માને છે. સાથે જ તેઓ દિલના સાફ હોય છે. એટલું જ નહીં, આ રાશિના લોકો આગળ થઈને કોઈ સાથે વાદ-વિવાદમાં નથી ઉતરતા. પોતાના સ્વભાવને અનુરૂપ તેઓ નાની-મોટી વાતોને નજરઅંદાજ કરી નાખે છે. આવો જાણીએ એ 3 રાશિઓ કઈ છે?

    કર્ક (Cancer)

    કર્ક રાશિ પર ચંદ્રનું આધિપત્ય રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કર્ક રાશિના જાતક બહુ લાગણીશીલ સ્વભાવના હોય છે. આ રાશિના જાતક પોતાનાથી જોડાયેલા લોકોનું વિશેષ ધ્યાન રાખે છે. આ સાથે આ રાશિના લોકો સંબંધોને પણ ખૂબ મહત્વ આપે છે. આ રાશિના લોકોમાં ક્ષમા કરવાનો ગુણ હાજર હોય છે.

    આ પણ વાંચો: વાસ્તુ અનુસાર કેવો હોવો જોઈએ બાળકોનો રૂમ? જાણો દીવાલ માટે કયો રંગ છે શ્રેષ્ઠ

    સિંહ (Leo)

    સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ રાશિના જાતક પોતાની દરેક વાતને સ્પષ્ટ રીતે રાખવાનું પસંદ કરે છે. આ રાશિના સંબંધિત જાતકોની સૌથી મોટી ખૂબી હોય છે કે તેઓ પાછું વળીને નથી જોતા. તેઓ જૂની વાતો ભૂલીને આગળ વધવા માગે છે. જો કે, કોઈ તેમની લાગણી દુભવે તો તેઓ આક્રમક પણ થઈ જાય છે. બીજી તરફ તેમનામાં માફ કરવાનો ગુણ પણ હોય છે.

    આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિમાં આ રાશિવાળા લોકોનો થશે ભાગ્યોદય, ધન-દોલત સાથે મળશે સફળતા

    મીન (Pisces)

    મીન રાશિના સ્વામી બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે. આ રાશિ સંબંધિત લોકો કોઇપણ વાતનો વગર વિચાર્યે જવાબ આપી દે છે. જો કે, તેમની વાતો અન્યોને ક્યારેક અસભ્ય લાગે છે, પરંતુ તેઓ દિલના સાફ હોય છે. સાથે જ તેઓ કોઈ પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ ભાવ નથી રાખતા. તેઓ કોઇપણ વાતને ભૂલીને આગળ વધવાની ક્ષમતા રાખે છે. તેઓ દરેક પ્રત્યે સદભાવના રાખે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharm Bhakti, Zodiac signs, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन