Home /News /dharm-bhakti /ફરી શનિની સાડા સાતીની ઝપેટમાં આવશે આ રાશિના જાતકો, છ મહિના સુધી રહેશે શનિની મહાદશા

ફરી શનિની સાડા સાતીની ઝપેટમાં આવશે આ રાશિના જાતકો, છ મહિના સુધી રહેશે શનિની મહાદશા

શનિ મહારાજની ધન રાશિ પર મહાદશા

Astrology: શનિ કોઈપણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ગત પખવાડિયામાં, 29મી એપ્રિલે શનિની રાશિ બદલાઈ છે અને હવે આવનારા સમયમાં શનિ મહારાજ ફરીવાર રાશિ બદલવા જઈ રહ્યાં છે.

    ગ્રહોની દિશા માણસોની દિશા અને દશા બંને નક્કી કરે છે અને ખાસ કરીને શનિ મહારાજના ભ્રમણને તો ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે જેના માથે શનિની અવળી સાડા સાતી બેઠી એ ક્યારેય જીવનનૈયા પાર નથી કરી શકતો.

    શનિની સાડા સતી એ શનિની એવી દશા છે જેમાં શનિ લોકોને તેમના કાર્યો માટે સારા અને ખરાબ બંને પરિણામો આપે છે. દરેક વ્યક્તિએ તેના જીવનકાળમાં કોઈને કોઈ તબક્કે તેનો સામનો કરવો જ પડે છે. શનિ કોઈપણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ગત પખવાડિયામાં, 29મી એપ્રિલે શનિની રાશિ બદલાઈ છે અને હવે આવનારા સમયમાં શનિ મહારાજ ફરીવાર રાશિ બદલવા જઈ રહ્યાં છે.

    તો આવો જાણીએ શનિ હવે કઈ રાશિમાં જઈ રહ્યો છે અને શનિ ગ્રહના આ મોટા પરિવર્તનની સૌથી વધુ અસર કઈ રાશિને પડશે.

    આ પણ વાંચો: વૈશાખ પૂર્ણિમાને શા માટે કહેવાય છે બુદ્ધ પૂર્ણિમા? જાણો આ વર્ષની તારીખ, મુહૂર્ત અને વ્રતના લાભ

    ક્યારે રાશિ બદલશે શનિ?

    5 જૂને શનિ વક્રી થશે. ત્યારપછી 12મી જુલાઈના રોજ પૂર્વવર્તી તબક્કામાં તે કુંભ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ 17 જાન્યુઆરી, 2023 સુધી આ રાશિમાં રહેશે. આ 6 મહિનાનો સમયગાળો ઘણી રાશિઓના જીવનમાં મોટા ફેરફારોનો સંકેત આપે છે, કારણ કે આ સમય દરમિયાન શનિના પ્રભાવથી મુક્ત થયેલી રાશિઓ ફરીથી તેની પકડમાં આવી જશે. તે જ સમયે જે રાશિઓ પર શનિની દશા નવેસરથી શરૂ થઈ હતી તે રાશિઓને થોડા સમય માટે તેમાંથી મુક્તિ મળશે.

    કઈ રાશિ ફરી શનિની સાડા સાતીની ચપેટમાં :

    29 એપ્રિલે શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ધનુ રાશિના લોકોને શનિની સાડા સાતીથી મુક્તિ મળી હતી, પરંતુ 12 જુલાઈના રોજ શનિ મકર રાશિમાં પરત ફરવાના કારણે ધન રાશિ પર ફરી એકવાર શનિની દશા બેસશે. 12 જુલાઈથી 17 જાન્યુઆરી 2023 સુધીનો સમયગાળો ધન રાશિના લોકો માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર પડશે, પરંતુ 17 જાન્યુઆરી, 2023 પછી તમે શનિની દશાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશો.

    આ પણ વાંચો- મંગળવારે આ ઉપાયો દ્વારા હનુમાનજીને કરો પ્રસન્ન, સંકટમોચન દૂર કરશે આર્થિક તંગી

    6 મહિના સુધી આ રાશિના જાતકોને શનિ મહારાજ કરશે પરેશાન :

    ધન રાશિ ઉપરાંત આ સમયગાળા દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકો પર પણ શનિની દશા રહેશે. આ સમય દરમિયાન શનિદેવની સાડા સાતીની પનોતી તેમના પર રહેશે.

    આ સિવાય મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીની ચપેટમાં આવશે. સાથે જ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન રાહત મળશે.
    First published:

    Tags: Dhan Rashi, Shani dev, Shani Maharaj

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन