Peacock feathers Upay: સકારાત્મકતાનું પ્રતીક છે મોર પંખ, આ ઉપાયો કરશે તમારી દરેક સમસ્યાનું સમાધાન
Peacock feathers Upay: સકારાત્મકતાનું પ્રતીક છે મોર પંખ, આ ઉપાયો કરશે તમારી દરેક સમસ્યાનું સમાધાન
મોર પીંછ સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. (Image- Pixabay)
Peacock feathers Upay: મોર પંખ સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તે શરીર અને સ્વાસ્થ્ય ઉપર સારી અસર કરે છે. વાસ્તુ (Vastu) અનુસાર પણ મોર પંખ ઘરના કેટલાક પ્રકારના વાસ્તુ દોષને દૂર કરે છે.
Peacock feathers Upay: મોર શબ્દના ઉલ્લેખથી જ આપણી સામે વાદળી, લીલા અને રિંગણી કલરના સુંદર રંગોનું ઇન્દ્રધનુષ્ય દેખાય છે. મોર માત્ર ભારતનું રાષ્ટ્રીય પક્ષી નથી, બલ્કે વાસ્તુ (Vastu Tips) અનુસાર તેને અત્યંત ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. નિષ્ણાતો અનુસાર મોર પીંછ (Peacock feathers) સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તે શરીર અને સ્વાસ્થ્ય ઉપર સારી અસર કરે છે. પ્રાચીન કાળમાં શરીરમાંથી વિષને દૂર કરવા માટે મયુર પંખનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવતો અને તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવતું. વાસ્તુ અનુસાર પણ મોર પંખ ઘરના કેટલાક પ્રકારના વાસ્તુ દોષને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, એટલા માટે વાસ્તુ (Vastu)માં મોર પંખ (Peacock feathers Upay) ઉપયોગી માનવામાં આવે છે. આવો જાણીએ તમે મોર પંખના કયા ઉપાય અજમાવી શકો છો.
સુખી લગ્ન જીવન માટે
આજના જમાનામાં પતિ-પત્ની વચ્ચેનો ભેદભાવ સામાન્ય બાબત બની ગઈ છે. વિવાહિત જીવનમાં કોઈ ને કોઈ સમયે વિવાદની સ્થિતિ રહે છે. આવી સ્થિતિમાં બેડરૂમમાં પૂર્વ કે ઉત્તર દિશામાં દિવાલ પર મોરનાં બે પીંછા એક સાથે લગાવવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને સાથે જ સંબંધોમાં મધુરતા આવશે.
કાલ સર્પ દોષ સહિત રાહુ-કેતુ કુંડળીમાં અનેક પ્રકારની આડઅસર પેદા કરે છે. જેના કારણે જાતકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ તેની કુંડળીમાંથી આ અશુભ પ્રભાવને દૂર કરવા માંગતો હોય તો બેડરૂમની પશ્ચિમની દિવાલ પર મોર પંખ લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થવાની સાથે-સાથે ઘણા ફાયદા પણ થાય છે.
નાણાકીય અવરોધો દૂર કરવા
જો તમને પૈસાની સમસ્યા હોય તો મોર પંખનો ઉપાય તમારી આર્થિક તંગી દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. ઘરની તિજોરીના દક્ષિણ-પૂર્વ ખૂણામાં મોર પંખ રાખવું. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત અટકેલા પૈસા પણ મળે છે અને અટકેલા કામ પણ પૂર્ણ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા કામમાં સતત વિઘ્ન આવતા હોય અને કોઈપણ કામ સમયસર પૂર્ણ થતું ન હોય તો સામાન્ય દિવસોમાં તમારા ઘરના પૂજા સ્થાનમાં પાંચ મોર પંખ રાખો અને દરરોજ તેમની પૂજા કરો. 21મા દિવસે આ મોર પંખને કપબોર્ડમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અટકેલું કામ પણ શરૂ થઈ જશે.
પુસ્તકમાં રાખવાના ફાયદા
જે બાળકોને ભણવામાં મન નથી લાગતું તેમના ટેબલ પર સાત મોર પંખ રાખવાથી ફાયદો થશે. આ સિવાય શુભ પરિણામ માટે મોર પંખને પુસ્તક કે ડાયરીમાં રાખવા જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર