હિન્દુ ધર્મમાં પૂર્ણિમા (Purnima) પર વ્રત અને પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે વર્ષ 2023ની પહેલી પૂર્ણિમા (Purnima 2023) પર અત્યંત શુભ યોગ (Shubh Yog) બની રહ્યો છે. વર્ષની પહેલી પૂર્ણિમા 6 જાન્યુઆરીએ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvartha Siddhi Yoga) બની રહ્યો છે.
આ દિવસે વ્રત અને પૂજા કરવી લાભકારક સાબિત થઇ શકે છે. તો ચાલો તમને જણાવીએ પૂર્ણિમા પર વ્રત અને પૂજા કરવાની સાચી વિધિ વિશે...
હિન્દુ માન્યતાઓ અનુસાર, પૂર્ણિમા પર વ્રત, પૂજા અને દાન કરવુ શુભ માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે પૂજા અર્ચના કરવાથી લાભ મળે છે. આ ખૂબ જ ફળદાયક સાબિત થાય છે. આ વખતની પોષ પૂર્ણિમા પર સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvartha Siddhi Yoga) બની રહ્યો છે. આ શુભ યોગમાં પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
પોષ પૂર્ણિમા પર સૂર્યોદય પહેલા ઉઠીને ગંગા અથવા કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન બાદ સૂર્ય દેવને તાંબાના લોટાથી અર્ધ્ય છે. આ દિવસે ગોળ, તલ અને ધાબળાનું દાન કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો. તમારે ગરીબોને મદદ કરવી જોઇએ, તે તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પોષ પૂર્ણિમા પર લક્ષ્મી માની પૂજા કરવી પણ શુભ હોય છે. મા લક્ષ્મીની પૂજા કરવાથી મા પ્રસન્ન થાય છે અને તેનાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
મા લક્ષ્મીની પૂજા વિધિ
પોષ પૂર્ણિમા પર મા લક્ષ્મીની પૂજા કરવા માટે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને પૂજા સ્થાનની સફાઇ કરીને તેને ગંગા જળથી શુદ્ધ કરો. મા લક્ષ્મીને ધૂપ, દીપ અને માળા ચડાવો તથા વિધિવત પૂજા કરો. આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી કુંડળીમાંથી ચંદ્ર દોષ પણ દૂર થાય છે. પોષ પૂર્ણિમા પર સત્યનારાયણની કથા સાંભળવી જોઇએ.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર