મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 78મો દિક્ષા દિન, 2 લાખ મણકાનો 40 ફૂટ લાંબો હાર પહેરાવાયો

News18 Gujarati
Updated: February 26, 2020, 5:32 PM IST
મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 78મો દિક્ષા દિન,  2 લાખ મણકાનો 40 ફૂટ લાંબો હાર પહેરાવાયો
કુમકુમ મંદિર - મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 78મો દિક્ષા દિન

આ હારની માળા ભકતોને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા માટે વિના મૂલ્યે આપવામાં આવશે

  • Share this:
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - પાલડીનો પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ કરવામાં આવી હતી. સત્સંગ સભા બાદ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

- આ પ્રસંગે ભકતોએ મહંત આનંદપ્રિયદાસજી સ્વામીને ર,૦૦,૦૦૦ માળાના મણકામાંથી બનાવેલ વિશાળ હાર ધરાવ્યો હતો. આ હારની માળા ભકતોને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા માટે વિના મૂલ્યે આપવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ કુમકુમ મંદિરના મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ પોતાના ત્યાગી પટ્ટશિષ્ય સંત તરેકીની દીક્ષા આપીને સંતોને દીક્ષા આપવાની પ્રણાલિકા સ્થાપન કરી તેને રોજ ૭૮ વર્ષ પૂર્ણ થતાં તેમના દીર્ઘાયુ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ સંચાલિત દેશ - વિદેશના મંદિરોમાં તેમના સ્વસ્થ દીર્ઘાયુ માટે સંતો - ભકતો દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી.મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પાસે જવાથી અનેકના હર્દયમાં શાંતિ સ્થપાઈ જાય છે. ઘાટ - સંકલ્પો શમી જાય છે. મનમાં મુંઝવતા પ્રશ્નોના ઉકેલ મળી જાય છે. દિવ્યતાનો અનુભવ થાય છે. ભકિત ખીલે ઉઠે છે. જીવનપ્રાણ સ્વામીબાપાએ રચિલ એ પંકિતો જાણે એમના દર્શને સાર્થક બની જાય છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસાનુદાસ થઈને રહીએ રે.

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરુપના દર્શન કરેલા હોય તેવા તેઓ હાલ એક માત્ર સંત છે. વચનામૃતના આચાર્ય સદ્‌.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અને સદ્‌.શ્રી વૃંદાવનદાસજી સ્વામીનો પણ સમાગમ અને સેવા કરીને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ પ્રાપ્ત કરેલા છે. અને જીવનપ્રાણ સ્વામીબાપાની સાથે તો પહેલે થી છેલ્લી ઘડી સુધી સાથે જ રહયા છે.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે મુકતજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે રહીને મંત્રી તરીકે રહીને સમાજનું ઘડતર કરનાર સાધુ - સંતોને એક મંચ ઉપર એકત્ર કરી સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવામાં પણ તેઓ અગ્રેસર રહયા છે.

સાહિત્ય ક્ષેત્રે તેમણે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સાગર, સત્સંગ સુધારસ ભાગ - ૧થી ૩, હૈયાંના હસ્તાક્ષર, શ્રી હરિની સર્વોપરીતા, સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન,જીવનના શીલાલેખ જેવા ગ્રંથો રચીને તેમણે માનવીના નૈતિક મૂલ્યો અને માનવ જીવનના ધ્યેય ઉપર પ્રકાશ પાથર્યો છે. તેમના અધ્યક્ષપદે કુમકુમ મંદિર દ્રારા ધાર્મિક, શૈક્ષણિક, તથા સમાજીક ક્ષેત્રે વધુ લોકજાગૃતિ આવે તેવા હેતુથી આ મુકતજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા - પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય, ધાર્મિક ગ્રંથોનું પ્રકાશન આદિ વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ ચાલી રહી છે.
First published: February 26, 2020, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading