Home /News /dharm-bhakti /

શ્રાવણ માસમાં પાર્થેશ્વર શીવાલિંગનું પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ

શ્રાવણ માસમાં પાર્થેશ્વર શીવાલિંગનું પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ

નર્મદાઃ શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

નર્મદાઃ શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

વધુ જુઓ ...
 • Web18
 • Last Updated :
નર્મદાઃ શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

s puja2

શ્રાવણ મહિનાના પ્રારંભથી જ નર્મદા જીલ્લાના શિવાલયોમાં ઓમ નમ: શિવાયના નાદ સાથે ભક્તો શિવાલયોમાં ઉમટી પડે છે.નાંદોદ તાલુકાના જીતનગરમાં આવેલ નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિતે દરરોજ નવા  નવા શૃંગાર ભગવાન શિવજીના દર્શન થાય છે.500 વર્ષ જુના આ પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટારવથી મંદિર ગુંજી ઉઠે છે અને દર્શનાર્થીઓની ભીડ જામે છે.ખાસ કરીને અહી શ્રાવણ માસ દરમિયાન થતા પાર્થેશ્વર શીવાલિંગનું પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છાપુરતી થતા આ પૂજન કરાવતા હોય છે.

s puja3

શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે.

પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે.પાર્થેશ્વર પૂજા ચિંતામણી સમાન છે. શ્રાવણ માસ દરમિયાન જુદી-જુદી સંખ્યામાં વિવિધ સામગ્રીથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજન કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થો ચરિતાર્થ થાય છે.

જીતનગર નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગની પૂજા કરવામાં આવે છે.દરરોજ 5000 જેટલા માટીના નાના શિવલિંગ તૈયાર કરવામાં આવે છે અને વાર પ્રમાણે વિવીધ યંત્રો તૈયાર કરવામાં આવે છે.આ માટે નદીમાંથી સુધ્ધ માટી લાવી તેને ગૂંદીને નાના નાના શિવલીંગો રોજ તૈયાર કરવામાં આવે છે.આ માટે જીતનગરમાં ખાસ રાજસ્થાન,કશી,ઉજ્જૈન,બનારસથી બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે.

1 મહિના માટે પધારેલા જાણકાર બ્રહ્મણો કરજણ નદીના કિનારેથી શુદ્ધ માટી લાવી સમગ્ર માસ દરમિયાન સવાલાખ શિવલિંગ બનાવે છે.અહી શ્રાવણ માસ દરમિયાન દરરોજ જુદાજુદા આકારના યંત્રો બનાવવામાં આવે છે અને સવારથી સાંજ સુધી નાના શિવલીંગોને વાર પ્રમાણે જુદા જુદા યંત્રોના આકારમાં ગોઠવે છે.

દરરોજ સાંજે ષોડશોપચાર પૂજા વિધિ કરી ચોખા ચોટાડી પ્રતિષ્ઠા કરી અભિષેક કરી વિધિવત પૂજા કરાય છે.રવિવારે સૂર્ય યંત્ર,સોમવારે નાગપાસ યંત્ર,મંગરવારે ત્રિકોણ યંત્ર,બુધવારે કશ્યપ યંત્ર,ગુરુવારે પદ્મ યંત્ર,સુક્રવારે તારા યંત્ર,શનિવારે ધનુષબાણ યંત્ર બનાવાય છે.સાંજે વિધિવત પૂજા આરતી કરી તળાવમાં વિસર્જન કરાય છે.

શાસ્ત્રોમાં વર્ણન છે કે શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે,તેથી આ સમય ભક્તો, સાધકો, સાધુ-સંતો માટે અમૂલ્ય હોય છે. ભગવાન વિષ્ણુની નિદ્રા દરમિયાન સૃષ્ટિના સંચાલનનું ઉત્તરદાયિત્વ ભગવાન શિવ ગ્રહણ કરે છે. આમ, શ્રાવણના મુખ્ય દેવતા શિવજી બની જાય છે. શ્રાવણ માસમાં સૌપ્રથમ આ પ્રકારની પૂજા પાર્વતીજીએ શીવજીને પ્રશન્ન કરવા કરી હતી. ત્યારથી લોકો પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે આ ચિંતામણી પાર્થેશ્વરની પૂજા કરવામાં આવે છે.

પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન રામે પણ આ પ્રમાણે ચિંતામણી કરી શિવજીની કૃપા મેળવી હતી. શ્રાવણ માસમાં યંત્ર,મંત્ર અને બીલી ચઢાવી પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવે તો લક્ષ્મી પ્રાપ્તિ,પુત્ર પ્રાપ્તિ,વ્યાપાર નોકરી જેવા મનોવાંછિત ફળ પ્રાપ્ત થયાનું જણાવી રહ્યા છે.

 • પાર્થિવ શિવલિંગથી પૂજનથી  રોગમુક્તિ મળે છે.

 •  જવ, ઘઉં અને ચોખાના શિવલિંગથી શારીરિક સ્વાસ્થ્ય મળે છે.

 •  ગોળમાં અનાજ લગાવીને બનાવેલા શિવલિંગના પૂજનથી અન્નની ઊણપ ક્યારેય વર્તાતી નથી.

 •  વાંસના અંકુરના શિવલિંગથી વંશવૃદ્ધિ થાય છે.

 •  કપૂરના શિવલિંગથી ભક્તિ અને મુક્તિ સાધ્ય બને છે.

 •  લોખંડના શિવલિંગથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

 •  પિત્તળના શિવલિંગથી દરિદ્રતા નષ્ટ થાય છે.

 •  ચાંદીના શિવલિંગથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

 •  સોનાના શિવલિંગથી સમૃદ્ધિમાં વધારો થાય છે.

 •  મોતીના શિવલિંગથી સ્ત્રીના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

 •  સ્ફટિકના શિવલિંગથી ઇચ્છાઓ, કામનાઓ પૂરી થાય છે.


રાશિ પ્રમાણે શિવજીનો અભિષેક

આ વર્ષે રાશિ મુજબ અભિષેક કે ભોગ ધરાવવામાં આવશે તો શિવજી જરૂર ખુશ થશે.

મેષ : આ રાશિના જાતકોએ જળમાં ગોળ મેળવીને શિવજીનો અભિષેક કરવો. ખાંડ અથવા ગોળની મીઠી રોટલી કે વેઢમી બનાવીને તેનો શિવજીને ભોગ ધરાવવો.લાલ ચંદન તથા કનેરનાં ફૂલ ચઢાવવાં.  મંત્ર : ॐ પશુપતયે નમઃ ।

વૃષભ : આ જાતકોએ દહીંથી અને પછી જળથી શિવલિંગ પર અભિષેક કરવો. સફેદ ચંદન, સફેદ ફૂલ અને અક્ષત (ચોખા) ચઢાવવાં. આ સિવાય ભાતની મીઠી વાનગી એટલે કે ખીરનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ શર્વાય નમઃ ।

મિથુન : આ રાશિના લોકોએ શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવો. દૂર્વા અને કુશ અર્પણ કરવાં તથા મગની વાનગીનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ વિરુપાક્ષાય નમઃ ।

કર્ક : આ જાતકોએ ઘીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે કાચું દૂધ, સફેદ આકડાનાં ફૂલ અને શંખપુષ્પી પણ ચઢાવો. શિવજીને વિવિધ ફળોનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ મહેશ્વરાય નમઃ ।

સિંહ : આ રાશિના લોકોએ ગોળના જળથી શિવલિંગ પર અભિષેક કરવો ત્યારબાદ ઘઉં અને મંદારનાં ફૂલ પણ ચઢાવવાં. ગોળ અને ચોખામાંથી બનેલી ખીરનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ અઘોરાય નમઃ ।

કન્યા : આ જાતકોએ શેરડીના રસ તથા દૂધથી શિવલિંગ પર અભિષેક કરવો. શિવજીને ભાંગ, દૂર્વા અને બીલીપત્ર ચઢાવવાં. શિવજીને લાપસીનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ ત્ર્યંમ્બકાય નમઃ ।

તુલા : આ જાતકોએ અત્તર અથવા સુગંધિત તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. સફેદ ફૂલથી પૂજન કરવું. મંત્ર : ॐ ઇશાનાય નમઃ ।વૃશ્ચિક : પંચામૃત દ્વારા શિવજીનો અભિષેક કરવો ત્યારબાદ જળ દ્વારા અભિષેક કરવો. શિવજીને પૂજનમાં લાલ ફૂલ અર્પણ કરવું. લાડુનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ વિશ્વરૂપિણે નમઃ ।ધન : આ રાશિના જાતકોએ દૂધમાં દહીં મેળવીને શિવજીનો અભિષેક કરવો. પીળા અથવા ગલગોટાનાં ફૂલ ચઢાવવાં. ચણાના લોટ અને મિસરીમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ શૂલપાણયે નમઃ ।મકર : નારિયેળના પાણીથી શિવજીનો અભિષેક કરવાથી વિશેષ ફળ મળશે. નીલા કમળનાં પુષ્પ શિવજીને અર્પણ કરવા સાથે અડદની દાળમાંથી બનાવેલ મિષ્ટાન્ન અર્પણ કરવાં. મંત્ર : ॐ ભૈરવાય નમઃ ।કુંભ : આ રાશિના જાતકોએ તલના તેલથી શિવજીનો અભિષેક કરવો. શમીનાં પુષ્પ પૂજન દરમિયાન અર્પણ કરવાં. આમ કરવાથી શનિની પીડા પણ ઓછી થશે. અડદમાંથી બનાવેલી મીઠાઈનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ કપર્દિને નમઃ ।મીન : આ રાશિના લોકોએ દૂધમાં કેસર મેળવીને શિવલિંગ પર અભિષેક કરવો. પીળી સરસવ અને નાગકેસર શિવજીને ચઢાવવું. ભાત અને દહીંનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ સદાશિવાય નમઃ ।
First published:

Tags: ઉપાસના, ધર્મભક્તિ, શ્રાવણ માસ

આગામી સમાચાર