Parshuram Jayanti 2022: ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ના અવતાર પરશુરામજી (Parshuram Jayanti)નો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના થયો હતો. આ કારણે દર વર્ષે પરશુરામ જયંતી આ તિથિએ મનાવવામાં આવે છે. આ તિથિએ અક્ષય તૃતીયા (Akshay Tritiya) છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ પોતાનો છઠ્ઠો અવતાર પરશુરામના રૂપમાં લીધો હતો. ભગવાન વિષ્ણુનો આ અવતાર આવેશાવતાર માનવામાં આવે છે. તેમણે માતા રેણુકાના ગર્ભથી ઋષિ જમદગ્નિના ઘરે જન્મ લીધો હતો. કહેવાય હે કે ક્ષત્રિયોનો ઘમંડ તોડવા માટે પરશુરામે તેમનો 21 વખત સંહાર કર્યો હતો. પુરીના જયોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ પરશુરામ જયંતીની સાચી તિથિ અને પૂજા મુહૂર્ત વિશે.
પરશુરામ જયંતી 2022 તિથિ
પંચાંગ અનુસાર, વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 3 મેના દિવસે મંગળવારે સવારે 5 વાગ્યે ને 18 મિનિટે શરુ થઈ રહી છે. આ તિથિ પછીના દિવસે 4 મે, બુધવારે સવારે 7 વાગ્યે ને 32 મિનિટ પર સમાપ્ત થશે. ઉદયાતિથિના આધારે 3 મેના રોજ પરશુરામ જયંતી મનાવવામાં આવશે કારણ કે આ દિવસે અક્ષય તૃતીયા છે.
અક્ષય તૃતીયાના દિવસે અબૂઝ મુહૂર્ત હોય છે, જે સ્વયં સિદ્ધ માનવામાં આવે છે. આ દિવસે તમે પ્રાતઃ કાળમાં સ્નાન બાદ પરશુરામ જયંતીની પૂજા કરી શકો છો અથવા પોતાની સુવિધા મુજબના સમય પર પણ કરી શકો છો.
પરશુરામ જયંતી પર રવિ યોગ 4 મે પ્રાતઃ 3 વાગ્યે ને 18 મિનિટથી સવારે 5 વાગ્યે ને 38 મિનિટ સુધી છે. આ દિવસનો શુભ સમય દિવસે 11 વાગ્યે ને 52 મિનિટથી લઈને બપોરે 12 વાગ્યે ને 45 મિનિટ સુધી છે.
પરશુરામજી ભગવાન શિવ (Lord Shiva)ના ભક્ત હતા. તેમણે પોતાની કઠોર તપસ્યાથી ભગવાન ભોલેનાથને પ્રસન્ન કર્યા હતા. તેમના તપથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાનું દિવ્ય અસ્ત્ર પરશુ એટલે કે ફરસા આપ્યું હતું. તેઓ હંમેશા શિવજીનું એ પરશુ ધારણ કરતા હતા, જેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ અસ્ત્ર શસ્ત્રમાં બહુ નિપુણ હતા.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર