Home /News /dharm-bhakti /Papmochini Ekadashi 2023: આ દિવસે છે પાપમોચિની એકાદશી, જાણો પૂજા વિધિ, શુભ મૂહુર્ત અને મહત્વ

Papmochini Ekadashi 2023: આ દિવસે છે પાપમોચિની એકાદશી, જાણો પૂજા વિધિ, શુભ મૂહુર્ત અને મહત્વ

પાપમોચિની એકાદશી એટલે પાપોનો નાશ કરનારી એકાદશી.

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચિની એકાદશી (Papmochini Ekadashi 2023)નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પાપમોચિની એકાદશી એટલે પાપોનો નાશ કરનારી એકાદશી. હિન્દી વર્ષની આ છેલ્લી એકાદશી છે. એકાદશી પર લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરે છે.

વધુ જુઓ ...
    Papmochini Ekadashi 2023: હિન્દુ ધર્મ (Hindu Religion)માં એકાદશી તિથિ અને ઉપવાસનું ખૂબ જ મહત્વ (Ekadashi Importance) છે. એકાદશી દર મહિને બે વાર આવે છે. જો કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચિની એકાદશી (Papmochini Ekadashi 2023)નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પાપમોચિની એકાદશી એટલે પાપોનો નાશ કરનારી એકાદશી.

    હિન્દી વર્ષની આ છેલ્લી એકાદશી છે. એકાદશી પર લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરે છે. કહેવાય છે કે આ વ્રતની ગુણકારી અસરથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં આ એકાદશીનું વ્રત (Papmochini Ekadashi Puja Vidhi) કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પાપમોચિની એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ આ વ્રતની પૂજા વિધિ અને મહત્વ વિશે.

    આ પણ વાંચો:  Budh Gochar: બુધ-ગુરુની યુતિ આ 5 રાશિઓને બનાવશે માલામાલ, પ્રમોશન અને ધનલાભના પ્રબળ છે યોગ

    ક્યારે છે પાપમોચિની એકાદશી


    પંચાગ અનુસાર, પાપમોચિની એકાદશી દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખે આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વખતે આ તારીખ 18 માર્ચ, શનિવારે આવી રહી છે.

    પાપમોચિની એકાદશી તિથિ અને મૂહુર્ત


    એકાદશી તિથિ 17 માર્ચ બપોરે 2:06 વાગ્યે શરૂ થશે. જેનું સમાપન 18 માર્ચના રોજ સવારે 11.13 કલાકે થશે. સાથે જ આ વ્રતને પૂર્ણ કરવા માટે શુભ સમય 19 માર્ચના રોજ સવારે 6:27 વાગ્યાથી રાત્રે 8:51 વાગ્યા સુધીનો છે. પાપમોચિની એકાદશી વ્રત 81 માર્ચે રાખવામાં આવશે.

    આ પણ વાંચો:  Guruwar Upay: ગુરુવારે કરી લો આમાંથી કોઇપણ એક અચૂક ઉપાય, ધનલાભથી દૂર થશે આર્થિક તંગી, મળશે ભાગ્યનો સાથ

    આ રીતે કરો પૂજા


    - પાપમોચિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો.

    - ત્યાર પછી, ભગવાન વિષ્ણુની પૂજા કરો.

    - હવે ધૂપ, દીપ, તલના ફળ, ફૂલ, ચંદન, તુલસી વગેરે ચઢાવીને ભગવાનની પૂજા કરો.

    - ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામ અને નારાયણ સ્તોત્રનો પાઠ કરો.

    - પાઠ કર્યા બાદ આરતી કરી લોકોમાં પ્રસાદ વહેંચો.

    - આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ભોજન કરાવો અને દાન કરો.

    - પાપમોચિની એકાદશીની રાત્રે ભગવાનનું સ્મરણ કરીને જાગરમ કરો.

    - બીજા દિવસે સવારે એટલે કે દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તમારો ઉપવાસ ખોલો.


    પાપમોચિની એકાદશીનું મહત્વ


    આ એકાદશી પાપોનો નાશ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેને સૌથી મોટા પાપોમાંથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ ઉપવાસ કરે છે તેઓ તમામ પ્રકારના સાંસારિક સુખોનો આનંદ માણે છે.
    First published:

    Tags: Astrology, Astrology in gujarati, Ekadashi, Lord Vishnu