પાપાંકુશા એકાદશી: આજે આ કામ કરવાથી મળશે દરેક પાપોમાંથી મુક્તિ

News18 Gujarati
Updated: October 9, 2019, 2:49 PM IST
પાપાંકુશા એકાદશી: આજે આ કામ કરવાથી મળશે દરેક પાપોમાંથી મુક્તિ
પાપાંકુશા એકાદશીનું મહત્વ

જો કોઈ જાતક પાપાંકુશા એકાદશીનો વ્રત કરે છે, તેને ઘણાં અશ્વમેઘ યજ્ઞો અને સૂર્ય યજ્ઞ કરવા સમાનના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

  • Share this:
પાપાંકુશા એકાદશી (Papankusha Ekadashi) એટલે કે આજના દિવસે આ કામ કરવાથી મળશે દરેક પાપોમાંથી મુક્તિ.. ચાલો જાણીએ આજના દિવસે એવું તો શું કરી શકાય જેનાથી ભૂતકાળમાં આપણાથી ભૂલથી થઈ ગયેલા પાપોમાંથી મુક્ત મલી શકે.. આવો જાણીએ આજના આ ખાસ દિવસનો મહિમા..

Papankusha Ekadashi : આજે 9 ઑક્ટોબરે પાપાંકુશા એકાદશી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આવનારી ઘણી એકાદશી તિથિઓમાં પાપાંકુશા એકાદશીનું ઘણું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ભક્ત આ દિવસે સાચા મનથી ભગવાનન વિષ્ણુની આરાધના કરે છે, તેમના દરેક પાપોનો નાશ થાય છે.

પૌરેણિક ગ્રંથ મહાભારતમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે એક વખત ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને પાપાંકુશા એકાદશીનો મહિમા જણાવતા કહ્યું હતું કે આ વ્રત દરેક પાપોને નષ્ટ કરી નાખે છે. માનવામાં આવે છે કે જો કોઈ જાતક પાપાંકુશા એકાદશીનો વ્રત કરે છે, તેને ઘણાં અશ્વમેઘ યજ્ઞો અને સૂર્ય યજ્ઞ કરવા સમાનના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર એકાદશી વ્રત અશ્વિન માસના શુક્લ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. આવો જાણીએ શું છે પાપાંકુશા એકાદશી વ્રત અને તેનું શુભ મુહૂર્ત..

પાપાંકુશા એકાદશીની તિથિ :
પાપાંકુશા એકાદશીની તિથિ 8 ઑક્ટોબર 2019 ની બપોરે 2 વાગીને 50 મિનિટથી શરૂ થશે અને 9 ઑક્ટોબર 2019 ની સાંજે 5 વાગીને 19 મિનિટ સુધી સમાપ્ત થઈ જશે.

દ્રાદશી તિથિના દિવસે પારણાનું મુહૂર્ત:10 ઑક્ટોબર 2019 ની સવારે 6 વાગીને 40 સેકન્ડથી શરૂ થઈને સવારે 8 વાગીને 38 મિનિટ 26 સેકેન્ડ સુધી પારણું કરી શકાશે.

રોજ 1 ગ્લાસ દૂધનું સેવન કરવાથી નહીં થાય આટલી બીમારીઓ: રિસર્ચ

લાઈનમાં ઉભા પછી પણ મોંઘા ગાંઠિયા ખાવા કરતા, ફટાફટ આ રીતે ઘરે બનાવો વણેલા ગાંઠિયા
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading