આજથી લાગ્યુ મૃત્યુ પંચક, ભૂલથી પણ ન કરો આ કામ

News18 Gujarati
Updated: June 22, 2019, 10:26 AM IST
આજથી લાગ્યુ મૃત્યુ પંચક, ભૂલથી પણ ન કરો આ કામ
જ્યોતિષ શાસ્ત્રમાં પંચક કાળમાં શુભ કામ કરવાની મનાઇ છે તે અશુભ સમય માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પંચક કાળમાં શુભ કામ કરવાની મનાઇ છે તે અશુભ સમય માનવામાં આવે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આજે 22 જૂન સવારે શનિવારથી મૃત્યુ પંચક લાગી ચુક્યુ છે. શનિવારનાં દિવસે શરૂ થનારાં આ પંચકને મૃત્યુ પંચક કહેવાય છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગ્રહ-નક્ષત્રોની ચાલ અને તેમની દશાને મનુષ્યનાં ભાગ્ય પર અસર પાડે છે.

ગ્રહ-નક્ષત્રોનાં એક સાથે આવવાથી એક ખાસ યોગ બને છે. જેને 'પંચક' કહેવાય છે. આ સમય ચંદ્રમા કુંભ અને મીન રાશિમાં દ્રષ્ટિગોચર થાય છે. જ્યોતિશાસ્ત્રમાં પંચક કાળમાં શુભ કામ કરવાની મનાઇ છે. આ અશુભ સમય માનવામાં આવે છે. પંચકમાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રા, ઉત્તરભાદ્રા અને રેવતી નક્ષત્રનો સંયોગ બને છે. પંચક દર મહિને લાગે છે.

આ પણ વાંચો-21 જૂનથી કર્ક રાશિમાં બુધનું પરિભ્રમણ, જાણો કઇ રાશિ માટે લાભકારી

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, પંચક કાળમાં શુભ કર્મોનાં પણ પ્રભાવ ઉંધા પડે છે. તેમાં કાળા ધનની લેતીદેતી, બિઝનેસ, યાત્રા કે કોઇપણ પ્રકારની સોદેબાજી કરવી નહીં. આ સમયે આ કામ કરવાથી આર્થિક નુક્સાન થવાની સંભાવનાઓ બમણી થઇ જાય છે.

પંચકમાં ન કરો આ કામ
-જ્યોતિષ શાસ્ત્ર મુજબ, પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રાથી પરહેજ કરવો. કારણ કે આ યમની દિશા માનવામાં આવે છે. આ દરમિયના શવદાહ ન કરવો જોઇએ. જો આવશ્યક હો યતો શવનું ક્રિયાકર્મ કોઇ યોગ્ય જાણકાર પંડિતને પુછીને જ કરાવવું જોઇએ.
Loading...

-જ્યોતિષ શાસ્ત્ર મુજબ, પંચક દરમિયાન પલંગ બનાવવો અશુભ માનવામાં આવે છે. પંચક દરમિયાન જો રેવતી નક્ષત્ર છે અને તે સમયે રૂમમાં ફર્નિચરનું નિર્માલ ચાલે છે તો બેડ ન બનાવવો. અને જો ઘરનું કન્ટ્રક્શન ચાલતું હોય તો તેની છત ન ભરાવવી.

આ પણ વાંચો- આવા નિશાન ધરાવતી મહિલા હોય છે ખુબજ નસીબદાર, લાવે છે સુખ સંપત્તિ

-જ્યોતિ શાસ્ત્ર મુજબ, જો ઘનિષ્ઠા નક્ષત્રમાં પંચક લાગે છે તો આ સમયે યુવતીઓએ જ્વલનશીલ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ કારણ કે આ સમયે આઘ લાગવાનો ખતરો રહે છે.
First published: June 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...