Home /News /dharm-bhakti /

Panch mahapurush yog: કુંડળીમાં આ 5 યોગ ધરાવતી વ્યક્તિ શ્રીકૃષ્ણની જેમ જ ભાગ્યશાળી હોય છે

Panch mahapurush yog: કુંડળીમાં આ 5 યોગ ધરાવતી વ્યક્તિ શ્રીકૃષ્ણની જેમ જ ભાગ્યશાળી હોય છે

પંંચમહાપુરુષ યોગ

Auspicious yog in kundli : વૈદિક જ્યોતિષમાં જીવનની સફળતા - નિષ્ફળતા, મિલકત અને ધનની પ્રાપ્તિ, પદની પ્રાપ્તિ માટે ઘણા યોગો (Yog)નો ઉલ્લેખ છે. જેમાંથી પંચ મહાપુરુષ યોગ (Panch mahapurush yog)નું સૌથી મહત્વનું સ્થાન છે.

  વૈદિક જ્યોતિષ (Vaidik Jyotish)માં ભવિષ્ય કથન માટે ઘણા સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂત્રોનું અર્થઘટન કરવું મુશ્કેલ કાર્ય છે. વૈદિક જ્યોતિષમાં જીવનની સફળતા - નિષ્ફળતા, મિલકત અને ધનની પ્રાપ્તિ, પદની પ્રાપ્તિ માટે ઘણા યોગો (Yog)નો ઉલ્લેખ છે. જેમાંથી પંચ મહાપુરુષ યોગ (Panch mahapurush yog)નું સૌથી મહત્વનું સ્થાન છે. જો આમાંથી કોઈ એક યોગ પણ જાતકની કુંડળીમાં હોય તો તેમને જીવનમાં ક્યારેય સંઘર્ષ કરવો પડતો નથી. પંચ મહાપુરુષ યોગમાં ગુરુ, મંગળ, બુધ, શુક્ર અને શનિનો સમાવેશ થાય છે. જ્યારે આ પાંચ ગ્રહોમાંથી કોઈ પણ મૂળ ત્રિકોણ કે કેન્દ્રમાં બેસે ત્યારે મનુષ્યનું ભાગ્ય ચમકી ઊઠે છે.

  આ ગ્રહો કેન્દ્રમાં હોય ત્યારે પંચ મહાપુરુષ યોગ સાર્થક થાય છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણની કુંડળીમાં પણ આ જ પંચ મહાપુરુષ યોગ બિરાજમાન હતા. ઉપર જણાવેલા ગ્રહો સાથે સંબંધિત પાંચ મહાયોગોના નામ નીચે મુજબ છે:

  મંગળનો રૂચક યોગ
  જો મંગળ લગ્નથી કે ચંદ્રથી તમારી કુંડળીમાં મધ્ય ઘરમાં હોય એટલે કે કુંડળીમાં લગ્ન કે ચંદ્રથી મંગળ મેષ, વૃશ્ચિક કે મકર રાશિમાં 1, 47 કે 10મા સ્થાને બેસતો હોય તો તમારી કુંડળીમાં રૂચક યોગ બને છે. આ યોગના લોકો હિંમતવાન અને પરાક્રમી હોય છે. તેમનામાં શારીરિક શક્તિ ઘણી હોય છે અને આ લોકો માનસિક રીતે પણ ખૂબ જ મજબૂત હોય છે. આવા લોકો ખૂબ જ ઝડપથી નિર્ણય લેવામાં પારંગત હોય છે. તેમને વેપાર-ધંધા અને વહીવટી બાબતોમાં જબ્બર સફળતા મળે છે.

  બુધનો ભદ્ર યોગ
  પંચ મહાપુરુષ યોગમાં બુધથી બનતો યોગ ભદ્ર યોગ છે. કુંડળીમાં બુધ જ્યારે હોય સ્વરાશી મિથુન કે કન્યા, ઉચ્ચ રાશિ કન્યામાં હોય તો ભદ્ર યોગ બને છે. જે જાતકની કુંડળીમાં આ યોગ બને તે બુદ્ધિ, હોશિયારી અને વાણી બાબતે ખૂબ આગળ હોય છે. આવા જાતકો લેખન, ગણિત, કારોબાર અને સલાહકારના ક્ષેત્રમાં ખૂબ જ સફળ હોય છે. આ લોકોમાં વિશ્લેષણ કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે.

  આ પણ વાંચોઃ-Vastu Tips: વાસ્તુ અનુસાર ભોંયરુ કેવું હોવું જોઈએ, ફોલો કરો 9 વાસ્તુ ટીપ્સ

  ગુરુનો હંસ યોગ
  જ્યારે ગુરુ કુંડળીના પહેલા, ચોથા, સાતમા કે દસમા સ્થાને સ્વરાશી ધન રાશિ કે મીન રાશિ સાથે કે પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં બેઠા હોય તો આ યોગ બને છે. આ યોગના જાતકો આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. તેમના પર ઈશ્વરની કૃપા હોય છે. આવા લોકોને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે. આ યોગ ધરાવતા લોકો વધુ સારા વ્યવસ્થાપકો અને શિક્ષકો હોય છે. આ લોકોમાં પોતાની તાર્કિક શક્તિથી દુનિયાને ઝૂકાવવાની હિંમત હોય છે.

  શુક્રનો માલવ્ય યોગ
  જે જાતકની કુંડળીમાં શુક્ર લગ્ન કે ચંદ્રથી કેન્દ્ર સ્થાને સ્થિત હોય એટલે કે શુક્ર જો કુંડળીમાં લગ્ન કે ચંદ્રથી 1, 4, 7 કે 10માં સ્થાનમાં વૃષભ, તુલા કે મીન રાશિમાં સ્થિત હોય તો કુંડળીમાં માલવ્ય યોગ બને છે. આ યોગના જાતકો સૌંદર્ય અને કલાના પ્રેમી હોય છે. કવિતા, ગીત, સંગીત કે કલાના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમનામાં હિંમત, શૌર્ય, શારીરિક શક્તિની અદભુત ક્ષમતા હોય છે.

  શનિનો શાશ યોગ
  કુંડળીમાં જો શનિ ચંદ્રથી અથવા લગ્નથી કેન્દ્ર સ્થાને હોય એટલે કે કુંડળીમાં લગ્ન કે ચંદ્રથી શનિ તુલા કે કુંભ રાશિમાં 1, 4, 7 કે 10માં ઘરમાં સ્થિત હોય તો શશ યોગ બને છે. આ યોગના જાતકો ન્યાયપ્રિય, લાંબુ જીવન ધરાવતા અને કૂટનીતિમાં પારંગત હોય છે. આ જાતકો લાંબા સમય સુધી પ્રયાસ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રમાં હાર માનતા નથી. સહનશીલતા એ તેમનો ખાસ ગુણ છે, પરંતુ દુશ્મન માટે તેમનાથી બચવું મુશ્કેલ છે.

  આ પણ વાંચોઃ-Ayodhya Temple: શું હોય છે ગર્ભગૃહ, અયોધ્યાના રામ મંદિરમાં શરૂ થયું ગર્ભગૃહનું નિર્માણ

  પંચ મહાયોગ બનવાની રીત
  જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ કે પોતાનું ભાગ્ય ચમકે તેવું ઈચ્છતી હોય તો આ નાની પદ્ધતિ ઉપયોગી નીવડી શકે છે. કદાચ તમારું નસીબ પણ ચમકી ઉઠશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે માત્ર ત્રણ જ કામ કરવાથી વ્યક્તિના જીવનમાં પંચ મહા યોગ જેવી સ્થિતિ બનવા લાગે છે.

  1- રોજ સવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવું.

  2- દર મહિનાના શુક્લ પક્ષની સોમવાર અને પૂર્ણિમા તિથિએ શિવજીને ગંગાજળથી અભિષેક કરવો અને સૂર્યાસ્તના સમયે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો.

  3- દર શુક્રવારે લાલ કે કાળી ગાયને લીલો ચારો અથવા ગોળ ખવડાવો.
  Published by:ankit patel
  First published:

  Tags: DharmaBhakti, Horoscope, Kundali-bhagya, Zodiac signs

  આગામી સમાચાર