Palmistry: પતન તરફ લઈ જાય છે હાથની આ રેખા, વેઠવા પડે છે ભયંકર કષ્ટ, ક્યાંક તમારી હથેળીમાં તો નથી ને!
Palmistry: પતન તરફ લઈ જાય છે હાથની આ રેખા, વેઠવા પડે છે ભયંકર કષ્ટ, ક્યાંક તમારી હથેળીમાં તો નથી ને!
હથેળીની કેટલીક રેખાઓ અશુભ સંકેત આપનારી માનવામાં આવે છે. (પ્રતીકાત્મક ફોટો- istock)
Palmistry: કર્મોના આધારે હથેળીની રેખાઓ સમય-સમય પર બદલતી રહે છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ દોષપૂર્ણ રાહુ રેખા (Rahu Line)ને લીધે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે.
Palmistry: હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીની રેખાઓ પર્વતો અને ચિહ્નોને જોઈને વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્યનું આકલન કરવામાં આવે છે. હથેળીની રેખાઓ સમય-સમય પર બદલતી રહે છે. હથેળીની કેટલીક રેખાઓ અને નિશાનો શુભ માનવામાં આવે છે. તો કેટલીક રેખાઓ અશુભ સંકેત આપનારી માનવામાં આવે છે. તેમાંથી જ એક છે રાહુની રેખા. જાણો હથેળીની રાહુ રેખા શું સંકેત આપે છે.
હાથમાં કઈ જગ્યાએ હોય છે રાહુ રેખા?
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળી રાહુ રેખા અને રાહુ ક્ષેત્રની જીવન પર ઊંડી અસર થાય છે. તેનાથી એ વાતનો ખ્યાલ આવે છે કે જાતક ભવિષ્યમાં કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હથેળીમાં રાહુ રેખા મંગળ પર્વતથી નીકળીને જીવન અને ભાગ્ય રેખાને કાપતા મસ્તિષ્ક રેખાને અડીને અથવા તેને કાપતા હૃદય રેખા સુધી જનારી રેખા રાહુ રેખા કહેવાય છે. હાથમાં રાહુ રેખા એકથી લઈને ચાર સુધી હોઈ શકે છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીમાં રાહુ રેખા શુભ નથી માનવામાં આવતી. રાહુની રેખા જે ઉમર મસ્તિષ્ક, ભાગ્ય અને જીવન રેખાને કાપે છે, તેમાં વ્યક્તિની મુશ્કેલીઓ હોય છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો રાહુની રેખા જીવન રેખાને છેદતી હોય તો વ્યક્તિના સંતાનો કે સગા-સંબંધીઓને પરેશાની થાય છે. સાથે જ જો રાહુ રેખા લાઈફ લાઈનને કાપે તો જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અથવા બિઝનેસમાં આર્થિક નુકસાન થાય છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, મંગળના ક્ષેત્રથી મસ્તિષ્ક રેખા પર જતી રેખા કે મસ્તિષ્ક રેખાને કાપીને આગળ વધતી રેખા વધુ નુકસાનકારક સાબિત થાય છે. જો હથેળીની રાહુ રેખા, મસ્તિષ્ક અને જીવન રેખા પર જઈને અટકી જાય તો જીવનમાં વધુ સંકટ આવી શકે છે. આ ઉપરાંત, જો રાહુ રેખા કોઈ કારણોસર દોષપૂર્ણ છે તો તે જાતકને પતન તરફ લઈ જાય છે. એવામાં વ્યક્તિ જેલ પણ જઈ શકે છે. સાથે જ કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર