Home /News /dharm-bhakti /હાથમાં આ દુર્લભ રેખા ધરાવતા લોકો જોઇ શકે છે ભવિષ્ય, અનોખી પ્રતિભાનાં માલિક

હાથમાં આ દુર્લભ રેખા ધરાવતા લોકો જોઇ શકે છે ભવિષ્ય, અનોખી પ્રતિભાનાં માલિક

હસ્તરેખાશાસ્ત્ર

Palmistry: વ્યક્તિના હાથમાં એક ખાસ પ્રકારની રેખા હોય તો તે કોઈનું પણ ભવિષ્ય જોઈ શકે છે. હસ્તરેખાશાસ્ત્રમાં એવું કહેવાય છે કે વ્યક્તિના હાથની રેખાઓ તેના ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે. જાણો તમારા હાથમાં છે કે નહીં.

    વ્યક્તિના હાથની રેખાઓ (Lines in hand) તેના જીવનનું પ્રતિબિંબ હોય છે તેમ કહેવાય છે. હસ્તરેખા વિજ્ઞાન (Palmistry) નિષ્ણાતોનું માનવું છે કે હાથની રેખાઓ વ્યક્તિના ભવિષ્ય (Future) વિશે ઘણી માહિતી આપે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હાથમાં એક ખાસ પ્રકારની રેખા હોય તો તે કોઈનું પણ ભવિષ્ય જોઈ શકે છે. હસ્તરેખાશાસ્ત્રમાં એવું કહેવાય છે કે વ્યક્તિના હાથની રેખાઓ તેના ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે. જે લોકો હાથની રેખાઓ વાંચે છે તેઓ તેને જોઈને તે વ્યક્તિના જીવનનો અંદાજ સરળતાથી લગાવી લે છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈનું પણ ભવિષ્ય જોઈ શકવા સક્ષમ હોય છે. પાલ્મિસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે જેના હાથમાં પ્રતિભા રેખા (Pratibha Hast Rekha) હોય તે કોઇનું પણ ભવિષ્ય જોઇ શકે છે.

    આવી હોય તેમની ખાસિયત

    હસ્તરેખા વિજ્ઞાનના નિષ્ણાતોનું માનવું છે કે જેમના હાથમાં પ્રતિભા રેખા હોય છે તેઓ કોઇનું પણ ભવિષ્ય જાણી શકે છે. આ માટે તેમને કોઇની કુંડળી કે હસ્તરેખા જોવાની જરૂર નથી. આ દુર્લભ રેખા ખૂબ જ ઓછા લોકોના હાથમાં હોય છે અને જેના પણ હાથમાં આ રેખા હોય છે, તેમની અંદર એક અલગ પ્રકારની સિક્સ સેન્સ હોય છે, જે તેમને ભવિષ્યનો પૂર્વાભાસ કરાવે છે.



    ક્યાં હોય છે આ રેખા

    પ્રતિભા રેખાને ચમત્કારિક રેખા પણ કહેવામાં આવે છે. પામિસ્ટ્રીના જાણકારોના જણાવ્યા અનુસાર આ રેખા ચંદ્ર પર્વતથી ઉપરના ભાગમાં મંગળની આસપાસ છે. આ દરમિયાન તે અર્ધવર્તુળનો આકાર બનાવે છે. તે મંગળને ઘેરીને આગળ વધે છે અને બુધ પર્વતના પાયા પર સમાપ્ત થાય છે. પ્રતિભા રેખાવાળી વ્યક્તિ બહુમુખી પ્રતિભાથી ભરપૂર હોય છે.

    આ પણ વાંચો:  પ્રેમીની ખુશી માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આ રાશિનાં લોકો, શંકા હોય તો જાતે ચેક કરી લો

    દેવતાઓ સાથે હોય છે સંબંધ

    હસ્તરેખાના નિષ્ણાંતોનું માનવું છે કે ચંદ્રની પર્વત રેખા ધરાવતા લોકો કલ્પના અને રહસ્ય સાથે ઊંડો સંબંધ ધરાવે છે. એટલે જેમના હાથમાં આ અદ્ભુત રેખા હોય છે, તેમની સંવેદનાઓ સામાન્ય લોકો કરતાં વધુ હોય છે અને તેમના મગજની તાકાત કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે. તેઓ કોઈપણ ઘટનાનો પૂર્વાભાસ કરી શકે છે. દુનિયામાં આવી રેખાઓ ધરાવતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. એવું માનવામાં આવે છે કે આ રેખાનો સીધો સંબંધ દેવતાઓ સાથે છે.
    First published:

    Tags: Gujarati Rashifal, Horoscope, Palm Reading, Palmistry, Zodiac

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन