Home /News /dharm-bhakti /Hastrekha : હથેળીની આ રેખાઓ આપે છે ધનવાન બનવાના સંકેત, ક્યાંક તમારા હાથમાં પણ આવી રેખા તો નથી!

Hastrekha : હથેળીની આ રેખાઓ આપે છે ધનવાન બનવાના સંકેત, ક્યાંક તમારા હાથમાં પણ આવી રેખા તો નથી!

જાણો શું કહે છે તમારા હાથની રેખાઓ

હસ્તરેખાથી મનુષ્યના ભૂતકાળથી લઇને ભવિષ્યકાળ સુધી તમામ વાતો જાણી શકાય છે. કોઇપણ વ્યક્તિ જીવનમાં કેટલો સફળ થશે અથવા નહીં તે વાતનો અંદાજ તેની ભાગ્ય રેખાને જોઇને સરળતાથી લગાવી શકાય છે.

    હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઇપણ વ્યક્તિનું જીવન કેવી રહેશે, તેની આર્થિક સ્થિતિ કેવી રહેશે તે તમામ વાતોની જાણકારી મેળવી શકાય છે. હસ્તરેખાથી મનુષ્યના ભૂતકાળથી લઇને ભવિષ્યકાળ સુધી તમામ વાતો જાણી શકાય છે.

    કોઇપણ વ્યક્તિ જીવનમાં કેટલો સફળ થશે અથવા તો નહીં તે વાતનો અંદાજ તેની ભાગ્યરેખાને જોઇને સરળતાથી લગાવી શકાય છે.

    આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય

    ભાગ્ય રેખા


    હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કાંડા અથવા મણિબંધથી શરૂ થઇને જે રાખો મધ્યમા આંગળી સુધી જઇ રહી છે તેને ભાગ્ય રેખા કહેવામાં આવે છે. કોઇની ભાગ્ય રેખા સીધી જાય છે, કોઇની વચ્ચેથી અધૂરી અને કપાયેલી હોય છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર તમામ રેખાઓનો અલગ અલગ અર્થ થાય છે.

    ભાગ્ય રેખા વહેંચાઇ જાય


    હસ્તરેખા જ્યોતિષ અનુસાર જો કોઇ વ્યક્તિની ભાગ્ય રેખા મધ્યમા આંગળી સુધી ન જતાં તર્જની આંગળી સુધી પહોંચી જાય. એવો વ્યક્તિ પરોપકારી અને મોટો દાની હોઇ શકે છે. સાથે જ કોઇ વ્યક્તિની ભાગ્ય રેખા વચ્ચેથી ક્યાંક કપાયેલી હોય તો આવા લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

    આ પણ વાંચો : Guru Margi 2022: ગુરુ આજે થશે મીન રાશિમાં માર્ગી, જાણો મેષથી લઇને મીન રાશિ પર પડશે કેવો પ્રભાવ


    સીધી ભાગ્ય રેખા


    હસ્તરેખા જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની ભાગ્ય રેખા સીધી શનિ પર્વત સુધી જાય છે. આવા લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. સમાજમાં આવા લોકોનું ઘણું માન-સન્માન હોય છે અને ધનની કોઇ કમી નથી હોતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Astro, Astrolgoy, Hasta Rekha, Palmistry

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन