Home /News /dharm-bhakti /

Palmistry : હથેળીની 'ધન રેખા' સૂચવે છે કેટલા પૈસાદાર હશો તમે! આ છે ચેક કરવાની રીત

Palmistry : હથેળીની 'ધન રેખા' સૂચવે છે કેટલા પૈસાદાર હશો તમે! આ છે ચેક કરવાની રીત

ધન રેખા અંગે જાણો

ધનની રેખાની વાંકાચૂકી કે તૂટેલી સ્થિતિ જણાવે છે કે વ્યક્તિ પાસે પૈસા તો હશે પણ તે જતા પણ રહેશે. તેની પાસે જીવનભર પૈસા ટકી નહીં રહે, પરંતુ આર્થિક સ્થિતિમાં બદલાવ આવતો રહેશે.

    Money Line in Hand : હથેળીની રેખાઓ પૈસા, સંપત્તિ, કારકિર્દી, લગ્ન, બાળકો, સ્વાસ્થ્ય વગેરે વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. દરેક વ્યક્તિને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે તેની પાસે કેટલા પૈસા હશે, તે શ્રીમંત બનશે કે નહીં? હથેળીમાં હાજર ધન રેખા અથવા મની લાઈન (Money Line) પરથી આ જાણી શકાય છે. ધનરેખા જણાવે છે કે તમારી પાસે કેટલા પૈસા આવશે અને તે ટકશે કે કેમ? ચાલો જાણીએ કે મની લાઇન પરથી નાણાંકીય સ્થિતિ કેવી રીતે શોધી શકાય.

    ધન રેખાથી જાણો કે તમે ધનવાન બની શકશો કે નહીં

    ધન રેખા હાથની સૌથી નાની આંગળીની નીચેથી શરૂ થાય છે અને નીચે તરફ જાય છે. આ રેખા જણાવે છે કે વ્યક્તિ પાસે કેટલા પૈસા હશે. નાની આંગળીની નીચે બુધનો પર્વત હોય છે અને સામાન્ય રીતે ધનની રેખા અહીંથી જ નીકળે છે. કેટલાક લોકોના હાથમાં તે સ્પષ્ટ દેખાય છે તો કેટલાકના હાથમાં તૂટક લાઈન જેવી હોય છે.

    વળી, એવું જરૂરી નથી કે તમામ લોકોના હાથમાં ધનની રેખા હોય. જે લોકોના હાથમાં ધનની રેખા હોય છે તે લોકો ભાગ્યશાળી હોય છે. જો ધનની રેખા સ્પષ્ટ અને સીધી હોય તો વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય છે.

    ધનની રેખાની વાંકાચૂકી કે તૂટેલી સ્થિતિ જણાવે છે કે વ્યક્તિ પાસે પૈસા તો હશે પણ તે જતા પણ રહેશે. તેની પાસે જીવનભર પૈસા ટકી નહીં રહે, પરંતુ આર્થિક સ્થિતિમાં બદલાવ આવતો રહેશે.

    જો પૈસાની રેખા છે પરંતુ તે ખૂબ જ તૂટક અને અસ્પષ્ટ છે, તો આવા વ્યક્તિને પૈસા કમાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લોકોને સરળતાથી પૈસા નથી મળતા.

    આ પણ વાંચો-Horoscope August 2022: 5 રાશિ માટે ખૂબ જ શુભ છે ઓગસ્ટ મહિનો, મળશે રોકેટની ગતિએ સફળતા

    જો પૈસાની રેખા ન હોય, તો તે વ્યક્તિની પાસે પૈસા હશે કે નહીં તે ભાગ્ય રેખા પરથી આંકવામાં આવે છે. ભાગ્ય રેખા સારી હોય તો પણ વ્યક્તિ ખૂબ જ ધનવાન બને છે.

    જો વ્યક્તિના હાથમાં જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને ભાગ્ય રેખા મળીને અંગ્રેજીનો 'M' બનાવે ​​છે તો આવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ લોકો અપાર સંપત્તિના માલિક બને છે અને વૈભવી જીવન જીવે છે.
    First published:

    Tags: Fate line, Luck line, Money line, Palmistry

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन